ટૂંકો પડે છે આજ ઢોલિયો!

 પંચમ શુક્લ

લૂઆની જેમ મને લાંબો કરે છે મારા ભીતરની ખેંચ અને ટૂંકો પડે છે આજ ઢોલિયો!
પહોર પછી પહોર જેમ લંબાતા જાય એમ લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો….

સિંદૂરિયો વાર અને વહેલી સવાર વળી  અન્નપૂર્ણા સંચરી છે કામ પર,
સગડી પર ઊકળતું રાખીને દૂધ અને રાખી ભરોસો પૂરો રામ પર;
ડાબે ને જમણેથી નાણે છે ગંધ જાગું-જાગું થાતો આ ઓલિયો!
લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો….  ટૂંકો પડે છે આજ ઢોલિયો!

ઉર માંહે પીંજાતી ઊર્મિનાં કસ્તર સૌ હેઠે બેઠાં ને ગીત ગૂંજ્યું,
રાખોડી આભમાંથી ઝરમરતું  હિમદ્વવ્ય આવી attic પર વળૂંભ્યું;  
કાળી કોફીમાં દૂધ પાડું ટીપુંક ત્યાં તો દીકરો માગે છે cookie Oreo!
લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો….  ટૂંકો પડે છે આજ ઢોલિયો!

 23/2/2013

આ ગીત બાબતે અગત્યના  શબ્દ ‘ઢોલિયો’ની વિશદ છાયા:
ઢોલિયો: પતિ. પતિ અર્થમાં ઢોલા શબ્દ સુપ્રસિદ્ધ છે. એ ઢોલાનો મૂળ સંબંધ સંસ્કૃત ધવ સાથે છે. ધવ એટલે પતિ, ધણી. ધવ શબ્દને સ્વાર્થિક લ પ્રત્યય લાગતાં તેનું ધવલ અંગ બને છે અને એ ધવલ ઉપરથી આ ઢોલા ને ઢોલિયો શબ્દ નીપજ્યા છે. ધવની સૂવાની ખાટને ઢોલિયો કહેવામાં આવે છે. [સૌજન્ય: ગુજરાતી લૅક્સિકોન]

15 Comments

  1. Posted એપ્રિલ 3, 2013 at 5:42 પી એમ(pm) | Permalink

    તમારી રચનાનું સારૂં હોવું એ હવે વાસી બની ગયેલા સમાચાર છે!
    ંઢોલિયોં શબ્દની વ્યુત્પત્તિ પહેલી વાર જાણી.

  2. pragnaju
    Posted એપ્રિલ 3, 2013 at 6:50 પી એમ(pm) | Permalink

    ખૂબ મધુર મધુર
    ઉર માંહે પીંજાતી ઊર્મિનાં કસ્તર સૌ હેઠે બેઠાં ને ગીત ગૂંજ્યું,
    રાખોડી આભમાંથી ઝરમરતું હિમદ્વવ્ય આવી attic પર વળૂંભ્યું;
    આ તો અમારે ત્યાં વસંતમા સ્નો પડ્યા સાથે અનુભવાયલી વાત…!
    અમારા અંતરમા પણ ગુંજ્યું
    તા ના ના ના તું…
    ડાબે ને જમણેથી નાણ્યા કરે છે ગંધ જાગું-જાગું થતો આ ઓલિયો!
    લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો…. ટૂંકો પડે છે આજ ઢોલિયો!

  3. vijay joshi
    Posted એપ્રિલ 3, 2013 at 7:54 પી એમ(pm) | Permalink

    Very informative etymology of word Dholiya and rightfully it also describes a bed
    meaning one who sleeps and lanquishes all day on the bed without contributing much.
    These clerifications help a lot to ease the pain of my limited Gujarati lexicon.
    so thank you Panchambhai.

    I found it to be ironic that even English word Husand archaically means to use frugally (this includes his energy too, I guess)

  4. vijay joshi
    Posted એપ્રિલ 3, 2013 at 7:59 પી એમ(pm) | Permalink

    Thank you for the explanation of the word Dholiya which I could not have guessed in a million years with my limited knowledge of Gujarati lexicon. How ironic that word Dholiya also means a bed- no wonder a husband languishes on the bed without much of a contribution.

    Also it is interesting that the word Husband in English archaically means to be frugal- and every wife will attest to this that most husbands use their energy frugally!

  5. Posted એપ્રિલ 3, 2013 at 8:45 પી એમ(pm) | Permalink

    કાળી કોફીમાં દૂધ પાડું ટીપુંક ત્યાં તો દીકરો માગે છે cookie Oreo!

    વાહ!

  6. Posted એપ્રિલ 3, 2013 at 11:20 પી એમ(pm) | Permalink

    આ કૃતિનો સ્ત્રોત ‘વાસ્તવિકતા’ હોય કે ‘કલ્પના’; પરંતુ નિરુપણ દ્વારા ઊભું થતું શબ્દચિત્ર અદભુત અને મનોરમ્ય છે

  7. Rutul
    Posted એપ્રિલ 4, 2013 at 2:29 એ એમ (am) | Permalink

    વાહ, શું સુંદર રચના છે! પરંપરાગત રૂપકો સાથે સમકાલીન પ્રતીકો અને સમકાલીન વાત.

  8. Posted એપ્રિલ 4, 2013 at 2:39 એ એમ (am) | Permalink

    સરસ કે ખૂબ સરસ એવું કહેવું એ તો તમારી કવિતાઓને ઓછી આંકવા જેવું થાય પંચમભાઈ! આજે કવિતા ઉપરાંત ઢોલિયો શબ્દની વ્યુત્પત્તિ આપી છે તે સોને પે સુહાગા જેવું થયું.

  9. Posted એપ્રિલ 4, 2013 at 5:33 એ એમ (am) | Permalink

    GOOD INFORMATIVE CREATION.

  10. lata j hirani
    Posted એપ્રિલ 4, 2013 at 8:28 એ એમ (am) | Permalink

    આખુંયે કાવ્ય જાણે ઢોલના નાદ સાથે મનમાં ઝૂમ્યું… લંડનમાં રહીને આટલી જાનદાર ગુજરાતી ( આ તો હંમેશા ) સો સલામને પાત્ર છે. ઢોલિયો એટલે ખાટલો કે પલંગ એટલો જ અર્થ જાણતી હતી… આખુંયે શબ્દચિત્ર સરસ અને અનુભવી શકાય એટલું અસરકારક નિપજ્યું છે…
    લતા

  11. Posted એપ્રિલ 6, 2013 at 12:40 પી એમ(pm) | Permalink

    ક્યારેક જોરદાર ઉઘાડ પછી ગીત કે ગઝલને એ સ્ટાર જાળવીને આગળ જવું અઘરું હોય છે પણ અહીં તો વાત ઊંચે ને ઊંચે જતી લાગી ! પ્રયોગખોરીથી અળગા રહીને પણ તમે સતત નવીનતા તરફ ગતિ કરો છો તે મને ખૂબ ગમે છે. એક લા-જવાબ ગીત !

  12. kishoremodi
    Posted એપ્રિલ 7, 2013 at 2:26 પી એમ(pm) | Permalink

    ઢોલિયો શબ્દની વ્યુતપત્તિ પહેલીવાર જાણી…રચના ખૂબ સરસ રહી.તમારી રચના વાંચવાની હરસમયે ઉત્કંઠા રહે છે.

  13. Posted એપ્રિલ 16, 2013 at 5:16 એ એમ (am) | Permalink

    ઢોલિયો અને Oreo! પહેલા અંતરામાં ઢોલિયાથી ઊભું થતું ભાવજગત અને બીજા અંતરાને છેડે oreo cookie – એ બંને વિષમતાઓની વચ્ચે કાવ્યતત્વ બરાબર વહે છે એ પંચમભાઈની સિદ્ધિ …

  14. manvant
    Posted મે 13, 2013 at 4:19 પી એમ(pm) | Permalink

    gamyu aa geet …..aabhar.

  15. Posted મે 17, 2013 at 1:22 પી એમ(pm) | Permalink

    ઢોલિયો એટલે ખાટલો એ જ ખબર હતી. વ્યુત્પત્તિ જાણવાની મજા આવી.
    ‘આદમ ટંકારવી’શેલીનું ગુજલીશ પણ એક મજાની ફ્રેશનેસ ( તાજગી !)આપી ગયું.
    ———
    જાગું થાતો આ ઓલિયો! – ન સમજાયું .


Post a Comment to vijay joshi

Required fields are marked *
*
*