♥ પંચમ શુક્લ
ઢોર વિચારે ઢાંખર એટલે શું?
કંકર પણ ક્યે શંકર એટલે શું?
ગર્દભ ઘોડું ને ઘોડુ ગધેડું-
સમજાણું; પણ ખચ્ચર એટલે શું?
પડ્યો પવન ફુગ્ગા ને પાંદડાને-
પૂછે છે કે અધ્ધર એટલે શું?
એક હાકોટે શબ્દ બેલડી થઈ-
મૂંગી; પણ ક્યેઃ મંતર એટલે શું?
ણવકાર ભણી કાઉસગ્ગને ક્ષણ-
જીન ઉવાચઃ પુષ્કર એટલે શું?
૧૩-૦૨-૨૦૧૦
7 Comments
ખૂબ સુંદર ગઝલનો
મક્તાનો શેર
ણવકાર ભણી કાઉસગ્ગને ક્ષણ-
જીન ઉવાચઃ પુષ્કર એટલે શું?
અદભૂત
આમા “જી” એટલે જીતવું. “જીન” એટલે જીતનાર. જેણે પોતાનું મન જીતી લીધું, પોતાની વાણી જીતી લીધી અને પોતાની કાયા જીતી લીધી તે વ્યક્તિ એટલે “જીન”.
અને ણવકાર એટલે ણમોઅરીહંતાણં ણમો સિદ્ધાણં ણમો આઈરીયાણં ણમો ઉવજ્ઝાયાણં ણમો લોએ સવ્વસાહૂણં
કાઉસગ્ગમાં બે પગ વચ્ચે આગળ ચાર આંગળ અને પાછલ ત્રણ આંગળ જેટલું અંતર. બન્ને બાજુ હાથ સીધા રાખવા. મુઠ્ઠી ન વાળવી. નજર સ્થાપનાચાર્ય સામે રાખવી. જરાયે હલવું નહીં અને અન્નથ કહીને કાઉસગ્ગ મુદ્રા થાય
અને પુષ્કર નમિનાથનું ચિહ્ન નીલ કમલ ! અને પુશ્કરના મેળાની કહેતી…
બ્રહ્માજી કરે એ સાચું. નહીં તો લોકો કહેશે કે પુષ્કરના આ ઊંટના અઢાર વાંકા !અને આ વર્ષે બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ પહેલા આ મુહુર્ત ૧૪૪ વર્ષ પહેલા આવ્યું હતું. તેથી તેને મહા પુષ્કારાલુ કહેવાય છે. આ પ્રમાણેનો સંયોગ અને આગામી મહાપુષ્કરાલુ ૨૧૫૯માં આવશે !
….
‘એટલે શું?’ માણતા અમારી દીકરી યામિની વ્યાસનું ગીત-યાદ આવ્યું
ટહુકો એટલે એક્ઝેક્ટ્લી શું ?
એક ડાળખી બીજી ડાળને પૂછી રહી છે
ટહુકો એટલે એક્ઝેક્ટ્લી શું ?
પીંછાંને જાણ્યા, હવામહીં તે ફરકે ફરફર,
ઘણીવાર તો પંખી સહેજ ઝૂકી, થઈ જાય છે અધ્ધર.
પણ કૂંપળ તો કહેતી’તી પડઘાય છે પાંખો,
પાંખો એટલે એક્ઝેક્ટ્લી શું ?
ઝાકળના બિન્દુઓને મેં સરસર સરતા જાણ્યા છે,
ટીપાંઓ વરસાદના ભીંજવે એવા અવસર માણ્યા છે.
મને પાંદડું એમ કહે તું તડકો થઈ ગઈ,
તડકો એટલે એક્ઝેક્ટ્લી શું ?……
બહુ સરસ નવીનતમ ગઝલ સરલ ભાષામાં. ખૂબ ગમી.
Dear PanchamVery nice. keep it up.Jawahar Baxi
Date: Mon, 10 Aug 2015 19:04:57 +0000
To: baxi_jawahar@hotmail.com
*પડ્યો પવન ફુગ્ગા ને પાંદડાને-પૂછે **છે **કે અધ્ધર એટલે શું?*
*વાહ પંકજભાઈ, કમાલનો શેર છે. કમાલની ગઝલ પણ.*
*Kirtikant Purohit*
*Chairman*
*KRITON WELD EQUIPMENTS PVT. LTD.*
*406, GIDC, Makarpura, *
*Vadodara-390010*
*Gujarat, India*
*www.kritonwelders.com *
નવતર કાફિયા સહિતની નવી નક્કોર વિભાવનાની ગઝલ.. !!
ખૂબ ગમી
તદ્દ્ન જુદા જ મિજાજની મસ્ત ગઝલ!
પ્રજ્ઞાબેનના પ્રતિભાવ પણ સરસ માહિતીપ્રદ છે!
શ્રી પંચમભાઈ
આઝાદી પર્વે ખૂબખૂબ શુભેચ્છાઓ.
આપની વિષિષ્ટતા ભરી કવિ દૃષ્ટિ ,કેવી ખૂબીથી, જૂની ભાતને નવી બનાવી દેછે…જે મજાની ગઝલ થઈ રણકે છે.
રમેશ પટેલ(આકાશદીપ)