♥ પંચમ શુક્લ
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!
સ્મૃતિમંજૂષા ખોલી ચૂંટું
પલાશ, કિંશુક, કેસૂ, કેસર;
સીંચું શ્વાસ તણું જલ
સરર સરર સર,
પલ પલ આંખ-મિચૌલી
ખીલે રોમ રોમ રંગોલી!
વિલાયતમાં હોલી….
ઊજવું વિલાયતમાં હોલી!
ડૅફૉડિલનું પીત-વસન ને
ચેરીની ચારુ લજ્જાને
હિમસંપુટમાં ઘોલી,
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!
તાપું અંગરેજ શી તડતડ બોલી;
રંગું રંગરેજ થઈ વાચા-ચોલી,
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!
19/3/2011
One Comment
વાહ… વાહ.. એકદમ નવું જ કલ્પન!!
ડૅફૉડિલનું પીત-વસન ને
ચેરીની ચારુ લજ્જાને
હિમસંપુટમાં ઘોલી,
વિલાયતમાં હોલી…
ઊજવું વિલાયતમાં હોલી!
બહુત અચ્છે…..બહુત અચ્છે…..