કુંકુમી પગલી

♥ પંચમ શુક્લ 

કીડીને વ્હાલથી જ્યહીં કીડલી કહી શકાય,
ચિકચિક કર્યા કરે એને ચકલી કહી શકાય;
 
હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય,
નિંદા કહી શકાય ને કૂથલી કહી શકાય;
 
ને સ્પર્શનુંય કેટલું નાજુક બયાન હોય,
‘અડબોથ વ્હાલની’ને જ્યાં ટપલી કહી શકાય;
 
તાજા જવારા શી જતી શેરીમાં દોડતી,
કોઈનીય દીકરીને જ્યાં બકલી કહી શકાય;
 
એ સ્થળ, સમય ને વ્યક્તિઓ ઓઝલ થયાં છતાં,
ઝરતી રહે જે- કુંકુમી પગલી કહી શકાય!
 
૨૦/૬/૨૦૧૧

છંદોલય:  ગાગા લગા લગા લગા ગાગા લગા લગા 

પ્રકાશિત: જનફરિયાદ, 10/3/2013 (www.janfariyad.com)

kumkumi_pagali

Advertisements

19 Comments

 1. Posted માર્ચ 5, 2013 at 6:28 પી એમ(pm) | Permalink

  તાજા જવારા, ઓઝલ થયેલાં સમય અને જણ,સ્પર્શનું નાજુક બયાન… કુંકુમી રચના.

 2. sudhir patel
  Posted માર્ચ 5, 2013 at 6:45 પી એમ(pm) | Permalink

  Wonderful Gazal with fresh feelings and expressions!
  Sudhir Patel.

 3. vijay joshi
  Posted માર્ચ 5, 2013 at 7:11 પી એમ(pm) | Permalink

  સુંદર…..
  ચિત્ર દોર્યા વગર જ્યાં ચિત્ર દોરી શકાય
  એવા શબ્દચિત્રને જરૂર ગઝલી કહી શકાય!

 4. pragnaju
  Posted માર્ચ 5, 2013 at 7:36 પી એમ(pm) | Permalink

  બે વર્ષથી ફેસબુક અને બ્લોગો પર રી-બ્લોગ માણતા. હવે તમારા જ બ્લોગ પર ફરી ફરી માણી-
  કુટુંબ પઠન કર્યું. ગંમતમા રોમાંને રોમલી કહેતા બધાને બધાને મઝા આવી !
  આ લ ય બ ધ્ધ શે ર …
  હૈયા વરાળને કીટલી કહી ઉકળાટ …
  સવારના કીટકીમાંથી નીકળતી વરાળનો ઉકળાટ તાદ્રશ્ય અનુભવ્યો.
  આ “જ્વારા શી” બકલી તો અમારા સ્નેહીની વ્હાલી વ્હાલી પોરીને પોરઘી કહેતા !
  અને સૌથી સુંદ અભિવ્યક્તી
  એ સ્થળ, સમય ને વ્યક્તિઓ ઓઝલ થયાં છતાં-
  ઝરતી રહે જે- કુંકુમી પગલી કહી શકાય!
  એ મધુરી મધુરી વીતી ગયેલ યાદો જે કંકુમી પગલા સમ સદાય હ્રદય્ની દિવાલે ટીંગાયેલી રહે છે.૮મી ડીસેમ્બર ૧૯૫૭ લગ્ન બાદ ગહ પ્રવેશના કંકુમી પગલા…

 5. kishoremodi
  Posted માર્ચ 5, 2013 at 7:46 પી એમ(pm) | Permalink

  ખૂબ જ સબળ રચના નવીનતાસભર.વારંવાર માણવા ગમે તેવી,અભિનંદન.

 6. sapana53
  Posted માર્ચ 5, 2013 at 11:10 પી એમ(pm) | Permalink

  સરસ કંકુમી ગઝલ…

 7. Posted માર્ચ 6, 2013 at 1:15 એ એમ (am) | Permalink

  શબ્દો પાસેથી કામ (કઢાવી) લેવાનું કવિકર્મ એટલે પંચમ !

  મને એ સમજાતું નથી કે બબ્બે વર્ષો લગણ એ એમની રચનાઓ સંતાડી રાખીને પછી પ્રગટ કરે છે…કેમ ?!

  (તાજા જવારાની જેમ તાજી જ ફૂટેલી કુંપળ જેવી કહીને સરખામણી સરસ કરાઈ છે પણ એને દોડતી બતાવવામાં જવારાનું કૂંડાબંધન ચુકાઈ ગયું છે !)

  • Posted માર્ચ 6, 2013 at 8:17 એ એમ (am) | Permalink

   ક્યારેક કૃતિઓને વધુ સેવવાની ઈચ્છાથી મૂકી રાખું છું. જો કે પ્રગટ થયા બાદ પણ સુધારા કરતો હોઉં છું.

   ‘તાજા જવારા’ એ ઊગીને ઊભી થતી કન્યાકાના જોમ/ઉત્સાહનું અને ઝડપથી મોટા/ઊંચા થવાના પ્રતીક રૂપે વપરાયું છે. નાની છોકરી હોવાના પ્રત્યાયન સાથે કૂંડાબંધનના ગુણધર્મની સમાનતાનો છેદ ઊડી જાય એવું હું માનું છું. પ્રતીકના અનેક લક્ષણોમાંથી કર્તા/ક્રિયાને પ્રસ્તુત હોય એવા જ લક્ષણો સામાન્ય ભાવકને (કાવ્યાભિમુખ આસ્વાદકને) ઉદ્ઘાટિત થતા હોય છે.
   જો કે કાવ્ય વિવેચનના ભાગ રૂપે તમારા મુદ્દા સાથે હું સહમત છું.

   • Posted માર્ચ 6, 2013 at 10:51 એ એમ (am) | Permalink

    ક્રિયાપદ દોડતીને બદલે વધતી કરી શકાય ? જુવારા એ ઝડપી વિકાસ – ગ્રોથ–નું જાણીતું પ્રતીક છે જ. પણ દોડતી ક્રિયાપદે મને લખવા પ્રેર્યો….

    • Posted માર્ચ 6, 2013 at 12:46 પી એમ(pm) | Permalink

     આભાર, જુ.કાકા. આવા આવા પ્રતિભાવો સર્જકના વિકાસ માટે જરૂરી છે. આ શેર વિશે શાંતિથી વિચારીને ઘટતું કરીશ.

 8. Rutul
  Posted માર્ચ 6, 2013 at 3:02 એ એમ (am) | Permalink

  Great stuff. As usual, very unique expression and beautiful thoughts…

 9. Rutul
  Posted માર્ચ 6, 2013 at 3:04 એ એમ (am) | Permalink

  Great. As usual, unique expression, beautiful thoughts and the apt language for it…

 10. Posted માર્ચ 6, 2013 at 4:46 એ એમ (am) | Permalink

  ને સ્પર્શનુંય કેટલું નાજુક બયાન હોય,
  ‘અડબોથ વ્હાલની’ને જ્યાં ટપલી કહી શકાય;
  સુંદર ગઝલ…

 11. અશ્વિન-મીનાક્ષી
  Posted માર્ચ 6, 2013 at 7:27 એ એમ (am) | Permalink

  Wonderfull!

 12. Posted માર્ચ 6, 2013 at 9:01 એ એમ (am) | Permalink

  From Umeshbhai Desai:

  પંચમભાઈ
  અદભૂત કલ્પનો …
  આ પગલાં સરી જતી ઓટમાં,પણ રેતી પર છપાશે ……

 13. Posted માર્ચ 6, 2013 at 12:31 પી એમ(pm) | Permalink

  હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય

  saras chhe panchambhai

  Tamari pase tamaro awaaj chhe

 14. Posted માર્ચ 6, 2013 at 5:49 પી એમ(pm) | Permalink

  વાહ પંચમભાઈ, કમાલ કરી.
  એકેક શેર પોતાનું આગવું ભાવવિશ્વ લઈને આવે છે જેને તમારી અન્ય રચનાઓ પેઠે ડીક્શનરીમાં જોયા વગર વાચક સહજતાથી અનુભવી શકે છે. કીટલી, ચકલી, ટપલી, બકલી અને પગલી .. આટલા શેરથી હજુ ધરવ નથી થતો.. એમ લાગે કે થોડા શેર ઉમેરો… નવા શબ્દ-સંદર્ભો મળશે .. ગઝલીનું સૂચન પણ મજાનું ..

 15. Posted માર્ચ 8, 2013 at 10:23 એ એમ (am) | Permalink

  ટપલી અને બકલી અફલાતૂન શેર

 16. Posted માર્ચ 18, 2013 at 7:32 એ એમ (am) | Permalink

  સરસ પ્રતીકોથી અને રસપ્રદ કાફિયાઓથી મઘમઘતી ગઝલ


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: