છાયા

♥ પંચમ શુક્લ

કોઈ દેખે હિજાબની છાયા,
કોઈ પેખે શબાબની છાયા!

રાખીને ફૂલછાબે ધંતૂરો,
માણવાની ગુલાબની છાયા!

જાગૃતિની જ રમ્ય તંદ્રાનું,
નામ બીજું શરાબની છાયા!

જાગવા પણ ન દે ન સૂવા દે,
પુષ્ટ વક્ષાળી ખ્વાબની છાયા!

શિર ઉપર આસમાની ચામર ને,
કોણી હેઠળ તુરાબની છાયા!

એક નળિયું ને એક ચાંદરણું,
રાતભર બસ જનાબની છાયા!

એક ક્ષણની “આપ-લે”નો વિનિમય ને,
ઉમ્રભરના હિસાબની છાયા!

[છાયા- છાંયો, પડછાયો, એકંદર સ્વરૂપ, અસર, છાપ, ઓથ, વળગાડ
તુરાબ – જમીન]

2009-2014

9 Comments

 1. readsetu
  Posted એપ્રિલ 21, 2017 at 6:44 પી એમ(pm) | Permalink

  તમારી શૈલી જ નિરાળી છે… વાહ વાહ …

 2. બાબુલ
  Posted એપ્રિલ 21, 2017 at 8:10 પી એમ(pm) | Permalink

  beautiful!

  [http://graphics.hotmail.com/emarrow_right.gif]What matters is the vision![http://graphics.hotmail.com/emarrow_left.gif]

  ________________________________

 3. Posted એપ્રિલ 22, 2017 at 6:56 એ એમ (am) | Permalink

  સરસ !

 4. ashokjani
  Posted એપ્રિલ 24, 2017 at 3:42 એ એમ (am) | Permalink

  મજાનાં કાફિયાનો સુપેરે વિનિયોગ….

  ટૂંકી બહરમાં સુંદર ગઝલ..

 5. Posted એપ્રિલ 25, 2017 at 8:57 પી એમ(pm) | Permalink

  સરસ રચના. અર્થસભર અને ટૂંકી બહરમાં સુંદર રચના.

 6. Posted મે 13, 2017 at 1:30 એ એમ (am) | Permalink

  છાયા રદીફ વાપરી કવિશ્રીએ શબ્દો પાસેથી સુપેરે કામ લીધું છે
  મઝા પડી

 7. Posted ડિસેમ્બર 9, 2017 at 5:13 એ એમ (am) | Permalink

  જાગૃતિની જ રમ્ય તંદ્રાનું,
  નામ બીજું શરાબની છાયા!

  આપ તો સ્વપ્નો મહીં સ્વપ્નો જુઓ
  જાગૃતિના નામમાં યે ઘેન છે!

  એક ક્ષણની “આપ-લે”નો વિનિમય ને,
  ઉમ્રભરના હિસાબની છાયા!

  વાહ! વાહ!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: