ગામ આખું ગઝલના ચાળે છે!

♥ પંચમ શુક્લ

ડોઢડાહ્યો બસ એજ ન્યાળે છે,
ગાંડપણ કોના કોના ફાળે છે?

શબ્દ ચટકે હરેક રુંવાડે,
મૌન સંપૂર્ણ આમ એ પાળે છે!

હાથ એક એનો ટંકશાળે છે,
થોડો નવરો બીજો કપાળે છે. 

નાની નાગણ શી વાધરી પગમાં,
દંશ દીધા વિનાય ઢાળે છે.

થઈ ગયાં ખેતરો ખળાં જંગલ,
ગામ આખું ગઝલના ચાળે છે!

21/3/2013

12 Comments

 1. sapana53
  Posted ઓગસ્ટ 7, 2016 at 1:35 એ એમ (am) | Permalink

  wahhhh

 2. pragnaju
  Posted ઓગસ્ટ 7, 2016 at 2:28 એ એમ (am) | Permalink

  ખૂબ સુંદર મત્લા
  અને આ પઠન બાદ
  શબ્દ ચટકે હરેક રુંવાડે,
  મૌન સંપૂર્ણ આમ એ પાળે છે!
  મૌન પણ ગવાતું હતું
  પાણીડાં છલકે છે હે ઘૂંઘટની ઓરકોર હે
  પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે
  હા, પાણીડાં છલકે છે હે પચરંગી પાઘડી વા’લાને
  બહુ શોભે રાજ હે નવરંગી ચૂંદડી ચટકે ને મન
  અને અદભૂત મક્તા ! જાણે કહેતા…
  કાફિયા, રદીફ ને ગઝલિયત જ્યારે રૂઠે,
  સાદ તારો કાન દઈ સાંભળીને ગઝલ લખ.
  ખૂબ ચાવી ચાવીને પી જજે દર્દ કકરું,
  ‘આહ’માં જ ‘વાહ’ શું ઓગળીને ગઝલ લખ.
  પછી ભલે
  ઉગ રહા હૈ દરો દિવારપે સબ્જીયાં, ગાલીબ
  હમ બયાંબેમેં હૈ ઔર ઘરમેં બહાર આઈ હૈ!
  લોક બોલીમાં ખૂબ મજાની અર્થપૂર્ણ ગઝલ…
  દરેક કાફિયા પાસેથી સુપેરે કામ લેવાયું છે.

 3. Sudhir Patel
  Posted ઓગસ્ટ 7, 2016 at 3:28 એ એમ (am) | Permalink

  પંચમદા ગઝલના ચાળાને બરાબર ન્યાળે છે!

 4. Posted ઓગસ્ટ 7, 2016 at 6:21 એ એમ (am) | Permalink

  સુંદર રચના…

 5. Jawahar Baxi
  Posted ઓગસ્ટ 7, 2016 at 6:33 એ એમ (am) | Permalink

  Dear Pancham

  Great work.

  i am in London from 9th August to 16 August . will try to meet you and Vipul. I will be at praveen Shah’s home in Edgware except 2-3 days in Birmingham.

  Best regards

  Jawahar baxi

  ________________________________

 6. અશોક જાની 'આનંદ'
  Posted ઓગસ્ટ 7, 2016 at 11:25 એ એમ (am) | Permalink

  હાથ એક એનો ટંકશાળે છે,
  થોડો નવરો બીજો કપાળે છે. … યે બ્બાત !!

  આખી ગઝલ ઉમદા થઈ છે.. !!

 7. બાબુલ
  Posted ઓગસ્ટ 7, 2016 at 12:30 પી એમ(pm) | Permalink

  Bahot khub! loved this – each word has carefully scribed and fitted well in each verse; this one is silky smooth Pancham-
  નાની નાગણ શી વાધરી પગમાં,
  દંશ દીધા વિનાય ઢાળે છે.

 8. Posted ઓગસ્ટ 7, 2016 at 8:08 પી એમ(pm) | Permalink

  ગામ અાખું ગઝલના ચાળે છે !

  વાહ, સરસ, પણ ગમેલો શે’ર,

  નાની નાગણ શી વાધરી પગમાં,
  દંશ દીધા વિનાય ઢાળે છે.

  ખૂબ જ સરસ…

 9. Posted ઓગસ્ટ 8, 2016 at 1:13 એ એમ (am) | Permalink

  बधां पैसानी पाछल छे अेटले कुदरतनुं प्रदान विसारे पड्युं छे
  आज वात नवी नवी रीते आपे नवाजी छे तेनो अनहद मंनने आनंद छे

 10. readsetu
  Posted ઓગસ્ટ 8, 2016 at 8:55 એ એમ (am) | Permalink

  Maja padi…

  sachi vat

  ગામ આખું ગઝલના ચાળે છે!

  lata hirani

 11. Kirtikant Purohit
  Posted ઓગસ્ટ 8, 2016 at 5:10 પી એમ(pm) | Permalink

  Wah Panchambhai.Tamari gazalno back door Ganesha Manhattan hoy cube. Enjoyed.

 12. Posted ઓગસ્ટ 31, 2016 at 12:28 એ એમ (am) | Permalink

  થઈ ગયાં ખેતરો ખળાં જંગલ,
  ગામ આખું ગઝલના ચાળે છે!

  શ્રી પંચમભાઈ

  ગઝલને રંગમાં લાવી દીધી..સરસ ને સચોટ અભિવ્યક્તિ.

  રમેશ પટેલ(આકાશદીપ)


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: