Monthly Archives: માર્ચ 2013

કુંકુમી પગલી

♥ પંચમ શુક્લ  કીડીને વ્હાલથી જ્યહીં કીડલી કહી શકાય, ચિકચિક કર્યા કરે એને ચકલી કહી શકાય;   હૈયાવરાળને જ્યહીં કીટલી કહી શકાય, નિંદા કહી શકાય ને કૂથલી કહી શકાય;   ને સ્પર્શનુંય કેટલું નાજુક બયાન હોય, ‘અડબોથ વ્હાલની’ને જ્યાં ટપલી કહી શકાય;   તાજા જવારા શી જતી શેરીમાં દોડતી, કોઈનીય દીકરીને જ્યાં બકલી કહી શકાય;   એ સ્થળ, સમય ને વ્યક્તિઓ ઓઝલ થયાં છતાં, ઝરતી રહે જે- કુંકુમી પગલી કહી શકાય!   ૨૦/૬/૨૦૧૧ છંદોલય: […]