♥ પંચમ શુક્લ
પડ્યા પડ્યા પથ્થર પ્રસરે!
બુંદ બુંદ કાસાર છલે!
ચડે ઊતરે તાડ વધે,
સ્થિર ઊભા વડલા વિસ્તરે!
ક્ષણે ક્ષણે જલ મીન સરે,
અહર પ્રહર બગલા ઝડપે!
રંગ રંગ બસ પીઠ પરે,
ગાય ગગનની સાંજ ચરે!
એક ઠરે ને એક તપે,
ધરતીના બેઉ ગાલ ગમે!
15/4/2013
2 Comments
ટૂંકી સરલ બાની હૃદયસ્પર્શી રચના તરબતર કરતી ગઈ એ કસબ
પંચમભા જ કરી શકે
સ્થીર (સ્થિતપ્રજ્ઞ)હોય તે જ ‘ખરું’ વીસ્તરતા હોય છે !