બંધન

 પંચમ શુક્લ 

ગરજવાનને અક્ક્લ સાથે બાંધી દીધો,
ગાંધીવાદીને ખદ્દર સાથે બાંધી દીધો!

‘અણુ અણુમાં વ્યાપ્ત’ કહી ઉઘાડે છોગ,
વિશ્વંભરને પથ્થર સાથે બાંધી દીધો!

આંગળીઓએ રમત રમીને કેવો લપેટ્યો?
અંગૂઠાને ચપ્પલ સાથે બાંધી દીધો!

ચપરાસી શો ચાંપ દબાવી ફરતો રાખ્યો, 
પવન-જનકને છપ્પર સાથે બાંધી દીધો!

વરસો સુધી  ભટકાયાનું યાદ અપાવે,
ઘોબો કેવો ટક્કર સાથે બાંધી દીધો !?

૧૦/૫/૨૦૧૦

 

10 Comments

 1. Posted જૂન 24, 2015 at 3:05 પી એમ(pm) | Permalink

  વાહ પંચમભાઈ, નાવીન્યસભર કલ્પનો સાથે અતિ સુંદર,હંમેશ મુજબ.વાહ…..

 2. Posted જૂન 24, 2015 at 3:08 પી એમ(pm) | Permalink

  ભરપૂર વક્રોક્તિ સાથે એક લાજવાબ ગઝલ.Sir, hats off.

 3. Posted જૂન 24, 2015 at 3:11 પી એમ(pm) | Permalink

  ભરપૂર વક્રોક્તિ સાથે એક જોરદાર ગઝલ.Sir,Hats off

 4. sapana53
  Posted જૂન 24, 2015 at 3:22 પી એમ(pm) | Permalink

  nice gazal..

 5. pragnaju
  Posted જૂન 24, 2015 at 5:35 પી એમ(pm) | Permalink

  વાહ

  ‘અણુ અણુમાં વ્યાપ્ત’ કહી ઉઘાડે છોગ,
  વિશ્વંભરને પથ્થર સાથે બાંધી દીધો!
  ખૂબ સરસ
  યાદ આપે

  નથી વાંકા વિશ્વંભર તણો, જે કહિયે તે વાંક અઅપણો;.
  જેમ કોઈ ભોજન જમાડવા કરે, ત્યાં રીશાણો તે રીશે ફરે;.

 6. Jawahar Baxi
  Posted જૂન 25, 2015 at 4:39 એ એમ (am) | Permalink

  Dear PanchamWell done. Keep it up.Jawahar Baxi

  Date: Wed, 24 Jun 2015 14:36:45 +0000
  To: baxi_jawahar@hotmail.com

 7. krushna dave
  Posted જૂન 25, 2015 at 9:29 એ એમ (am) | Permalink

  પચમભાઇ સરસ નવો વિષય વસ્તુ લઈ ને આવ્યા છો

 8. અશોક જાની 'આનંદ'
  Posted જૂન 26, 2015 at 1:25 પી એમ(pm) | Permalink

  વાહ.. મજાની અભિવ્યક્તિઓ સુંદર ગઝલ… !!

  આપણે સહુ કોઈને કોઈ માન્યતાના બંધનમાં બંધાયા જ હોઈએ છીએ.. એ સુપેરે કહેવાયું છે
  બાહ્યાચારના બંધનમાથી બહાર નીકળી આંતરિક સૌંદર્યના દર્શન કરવા ખૂબ જરૂરી .. 🙂

 9. Sudhir Patel
  Posted જૂન 26, 2015 at 10:48 પી એમ(pm) | Permalink

  Vaah! Khub sundar Gazal!!

  Sudhir Patel.

 10. Posted જૂન 27, 2015 at 7:16 એ એમ (am) | Permalink

  સુંદર ગઝલ…


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: