અગમનિગમ કૈં ઝળકે રે!

પંચમ શુક્લ

લખતર, લખપત કે હો લંડન, અલખ-લખણ કૈં ઝળકે રે!
ફજરફાળકે રીડિયારમણે ગવન કવન કૈં ઝળકે રે!

સહજ, સરળ સહુ સૂણીસૂણીને ચીકટ રસાનુભવમાં રસબસ,
સાક્ષર એવમ્ સ્વાંત નિરક્ષર ઇસમ કિસમ કૈં ઝળકે રે!

ભાવકોષથી ભર્યાંભાદર્યાં વિશ્વનિવાસીને કોઠે,
ભોજન, જલસા અને ડાયરા પળ પ્રતિપળ કૈં ઝળકે રે!

શુકરાય, ધરમસુર, મુસાભાઈના ઉરમાં અપરંપાર કરુણા,
પંચકોટિનું દ્રવ્ય સમર્પણ, કરમ ધરમ કૈં ઝળકે રે!

તક્રમંથને નવનીત, ઘૃત, દીપજ્યોત તમસને અજવાળે,
નવ્ય, પુરાતન નીંગઠ ગઠતાં અગમનિગમ કૈં ઝળકે રે!

19/8/2017

2 Comments

 1. sapana53
  Posted ઓગસ્ટ 24, 2017 at 5:59 એ એમ (am) | Permalink

  શુકરાય, ધરમસુર, મુસાભાઈના ઉરમાં અપરંપાર કરુણા,

  પંચકોટિનું દ્રવ્ય સમર્પણ, કરમ ધરમ કૈં ઝળકે રે! khoob saras vichar!!

 2. Sudhir Patel
  Posted ઓગસ્ટ 25, 2017 at 12:50 એ એમ (am) | Permalink

  આપનો અલગ મિજાજ ધરાવતી સુંદર ગઝલ!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: