ગોચરી

મનમાં આવે અને આંખને અડે તે આ નેટ-પોથી મહીં ચિતરવું છે- થોડું અંગત અને થોડું વીણેલું.

મોતી છે કે છાણું એ તો થપાયાં પછી જ ખબર પડશે. પાછું રોજે-રોજ થાપવું/છાપવું એવો નિયમ પણ નથી રાખવો.

જોઇ અને આંખો અંજાય અને સુંવાળું લાગે તો મોતી અને  ઝાંખું-પાંખું ખરબચડું જણાય તો છાણું:

પ્રથમ રમ્ય લાગે અને સોહે ડોકે,
બીજું ક્ષુદ્ર દીસતું અગન જાત ઝોકે.

આથી વિશેષ અત્યારે કંઇ સૂઝતું નથી અને કહેવું પણ નથી.

૨-૮-૨૦૦૭

————————————————————————————–

વર્ડપ્રેસની આ કોમળપોથીનો  મુખ્ય ઉદ્દેશ સમયાંતરે જે કંઇ છૂટું છવાયું લખાય (અને આડું અવળું મૂકાઇ જાય કે ખોવાઇ જાય એ પહેલા) એને સુગ્રથિત કરી લેવાનો છે. આ સ્વાંતઃ (અને શક્યતઃ બહુજન) સુખાય ઉદ્યમ એના પોતાના લય પ્રમાણે લયાન્વિત થયા કરે તો ઘણું.

દોડતાં, ચાલતાં, ખોડંગાતાં, કે અડિંગો જમાવી અટકી જતાં આ પ્રવાસને એની પોતાની ગતિ અને મતિ મુજબ મોકળો મૂક્યો છે.

૧૦-૮-૨૦૦૭

26 Comments

 1. Posted ઓગસ્ટ 9, 2007 at 5:35 પી એમ(pm) | Permalink

  અરે વાહ પંચમભાઈ, તમે તમારા બ્લોગને પુનર્જિવીત કર્યો અને અમને ખબરેય ના પડી! 😦 ચાલો કંઇ વાંધો નહીં… દેર સે આયે, દુરસ્ત આયે!

  ખૂબ ખૂબ અભિનંદન… અને આના પર ભલે તમે રોજ-રોજ નવું છાણું નહીં થાપો કે નવું મોતી ના પરોવો, પરંતુ થોડા થોડા દિવસે તો જરૂર અપડેટ કરતા રહેજો અને છેક જ ડેડ ના થવા દેતા હોં. 🙂

  અને સાચ્ચે જ, આ તાજા છાણાં ને ઠંડો ધૂણો ને મૂળ ગૂફામાં ને કરગઠિયા ને ખણખણ ચીપિયો એવી તમારા શબ્દોની આ માયાજાળ જોઈને તો ખૂબ જ મજા આવી ગઈ હોં!!!

 2. Posted ઓગસ્ટ 9, 2007 at 6:33 પી એમ(pm) | Permalink

  panchambhai …. aa to jabru thayu…. najar bahaar j blog aavi gayo ane khabar hamna pade chhe…

  chalo saras…

  ek vadhu gamti jagyaa bani gai…

 3. Lata Hirani
  Posted ઓગસ્ટ 11, 2007 at 7:38 એ એમ (am) | Permalink

  છાણાં જીવવાની પ્રાથમિક જરુરિયાતોમાંની એક છે… એનું સ્વરુપ ભલે બદલાય.. આવા સરસ પ્રતિકો શોધવા બદલ અભિનંદન… શુભેચ્છાઓ..

  http://www.readsetu.wordpress.com

 4. Urveesh Vasavada
  Posted ઓગસ્ટ 13, 2007 at 4:48 પી એમ(pm) | Permalink

  Dear Panchambhai

  How are you? Gone through your poems,Liked it,
  “Ketlun parove aa soy liked very much.” (ચંદ્રથી દડી..)

  “Parvato nitrya kare mna guru ghate chhhe.” (પ્રગટે ધગશ..)
  Have you published any collection? if yes I would like to see.

  Please be in touch

  urveesh

 5. Posted ઓગસ્ટ 17, 2007 at 5:35 એ એમ (am) | Permalink

  પંચમ્ ભાઈ, પ્રત્યાયન પરની આપની આ કૃતિઓ એમાં પ્રગટતા વિચારોથી અને સ-રસ શબ્દો દ્વારા થયેલી વિચારોની અભિવ્યક્તિથી અનેરા આનંદનો અનુભવ કરાવે છે.

  આભાર અને હાર્દિક શુભેચ્છાઓ સહ,

  દિલીપ પટેલ

 6. Posted ઓગસ્ટ 17, 2007 at 6:26 પી એમ(pm) | Permalink

  પહેલી વાર તમારી સાઈટની મુલાકાત લીધી! અદ્ભુત અનુવાદ! (ખણ ખણ ચીપીયો અને કંથાધારણ શબ્દો બહુ જ ગમ્યાં). આપના વીચારો પણ નવી જ પ્રેરણાથી પરોવાયેલાં છે! નીયમીત મુલાકાત પાક્કી..

 7. jjkishor
  Posted ઓગસ્ટ 21, 2007 at 12:59 પી એમ(pm) | Permalink

  તમારો આ બ્લોગ આજે જોઈને ધૂણી ધખતી હોવાનો અહેસાસ થયો !

  તમે પ્રયોજેલાં પેટા શીર્ષકો પણ તમારી અહાલેકનો જ તીખારો દર્શાવનારાં છે !

  અભિનંદન અને ધીંગો આવકારો !

 8. Pranav
  Posted સપ્ટેમ્બર 13, 2007 at 8:42 એ એમ (am) | Permalink

  સહસા ગયું એક સસલું વાડ ઠેકી…
  બીજું ક્ષુદ્ર દીસતું અગન જાત ઝોકે….પુન:શરુઆત નો આથી વધુ પ્રામાણિક પ્રયત્ન કયો હોઇ શકે?

  પંચમ ભાઈ, રાજેન્દ્ર શુક્લ ની એક ગઝલ શોધુ છુ….અહો કઈ ભોમ પર પાઈ મૂક્યા, સળવળ્યા કાળ જુના ડટંતર ..હવા જેમ ફરકે હવે માત્ર હોવુ…અહીં પોષ્ટ કરી શકો અથવા લિંક? I will be grateful , boss! Also request Urmi or Vivekbhai, if they read this comment.

 9. Posted જુલાઇ 18, 2008 at 12:50 એ એમ (am) | Permalink

  તમારો બ્લોગ વાંચીને આનંદ થયો. કવિતાઓ સરસ ચૂંટી છે.

 10. Posted જુલાઇ 31, 2008 at 3:35 એ એમ (am) | Permalink

  … few words are capable enough to …. thanks for imprinting your feeling at http://www.akhiltv.com … I have few ideas to be shared with people like you via email… do drop me an eMail.
  … success is a landmark, progress is never ending !! – akhil.

 11. Posted ઓક્ટોબર 7, 2008 at 6:16 પી એમ(pm) | Permalink

  શબ્દોની તાજગી અને નવીનતાથી ઓપતો આપનો બ્લોગ જ્યારે પણ મુલાકાત લઈએ ત્યારે આનંદ આપે છે. અને એક વાત … બળકટ,બરછટ કે ખરબચડી વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે. સુંવાળી વસ્તુઓ કદાચ એક રાત્રિમાં ભૂલાઈ જાય … બહુધા તો ઘાવ જ સર્જનનું નિમીત્ત બને છે. સુંદર … લખતાં રહો.

 12. rajniagravat
  Posted એપ્રિલ 25, 2009 at 1:52 પી એમ(pm) | Permalink

  પંચમભાઈ

  હજુ તો લટાર જ મારી પણ મજા આવી, ગજબ રૂપક આપ્યા છે.

  આમ તો હું પાણીદાર ઘોડો નથી એટલે પદ્યમાં ખાસ કંઇ ગતાતમ પડતી નથી , ગધેડો છું એટલે ગદ્યમાં વધુ રસ પડે એ સ્વાભાવિક છે, જોતો રહીશ.

  આવજો.

 13. kirankumar chauhan
  Posted મે 20, 2009 at 2:54 એ એમ (am) | Permalink

  પંચમભાઇ, ખૂબ આનંદ થયો.હવે તમારા કાવ્યો માણવાનું વધુ સરળ થઇ ગયું.

 14. Parag Sheth
  Posted જૂન 20, 2009 at 5:32 પી એમ(pm) | Permalink

  very good gazals

 15. Posted જૂન 26, 2009 at 11:54 એ એમ (am) | Permalink

  Hi,

  Really extra ordinary blog !!

  Haju sudhi koi na blog par avi language joi nathi ekdum unique lage che boss.

  Dear i have not found my blog in “કંથાધારણ”.

  http://gujaratishayri.wordpress.com
  I hope you include my blog in “કંથાધારણ”.

  Regards,
  Amit Panchal

 16. Posted જુલાઇ 20, 2009 at 12:24 પી એમ(pm) | Permalink

  Dear Pancham,

  Bhai Suresh(mama) and your mother and friends put your words in my ears but,your writting does touch and tickles the mind and heart.

  Keep shining

  Rajendra trivedi,M.D.
  Dhavalrajgeera
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 17. દાળવાળા જીતેશ
  Posted ઓગસ્ટ 5, 2009 at 7:48 એ એમ (am) | Permalink

  mara blog ni mulakat leva badal dhanyavad

  shubhechhaa mate pan …

  eeeeG re dhuni re dhakhavi beli ame tara nam ni……

 18. Posted જાન્યુઆરી 5, 2010 at 2:24 એ એમ (am) | Permalink

  શ્રી પંચમ ભાઈ,
  આ ખલક ખડાઉ,ઠંડો ધુણો,ખણ ખણ ચીપીઓ ઓહ માય ગોડ હું તો કોઈ વિનોદ ભટ્ટ કે તારક મહેતા ને વાંચી ને પણ આટલું એકલો એકલો નહિ હસ્યો હોઉં.કાબિલે તારીફ ભાષાંતર.બહુ મજા આવી.

 19. Posted માર્ચ 17, 2010 at 1:02 એ એમ (am) | Permalink

  Dear Pachambhai….I had previously visited you Blog but NEVER opened this…so taking the opportunity to wish you ALL THE BEST ALWAYS …
  You had made frequent visits to Chandrapukar & also encouraged me with your comments….I hope you will continue to REVISIT my Blog !
  Recently you had NOT published a New Post…may be busy…but I will wait for your New one !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you on Chandrapukar !

 20. Posted માર્ચ 20, 2010 at 4:05 એ એમ (am) | Permalink

  કંથાધારણ…..In your List of Blogs, please include my Blog Chandrapukar too, Panchambhai.
  Dr. Chandravadan Mistry (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see the Change on your Blog page !

 21. Posted માર્ચ 26, 2010 at 1:24 પી એમ(pm) | Permalink

  THANKS ! THANKS !! THANKS !!!
  It is an honor for what you had done (as desired by me)
  DR. Chandravadan Mistry (Chandrapukara)

 22. Narendra Ved
  Posted જૂન 4, 2010 at 5:45 પી એમ(pm) | Permalink

  Panchambhai,
  Tamara badhanye chhana shuddh moti chhe, bhai! Bas lakhata raho… moti verta raho amara jeva senkado loko mate.

 23. Bhavesh Dharmani
  Posted જૂન 16, 2010 at 12:05 એ એમ (am) | Permalink

  As i know you and your poetry, since our college days, I dare to make a comment that since years, you have definitely grown and been growing as a poet. Before, I had found you more ‘Gaganvihari’. Now, they are more earthly in the sense that the poetry can be felt or experienced by a common man like me. You have absurdism and dreaminess, which is must for a poetry or any art. But, the measure of art is – remaining far from the actual, how much you can describe the actual, so that even by a common man it can be understood/experienced. So, being far is not the only thing required, also to express properly what is expected is a measure. Offcourse, the art lies in maximizing both instead of optimizinthe ends. Even in the philosophy of ‘art for the sake of art’ , the beauty or may be the anger, the fear etc. is expected to be expressed. So, absurdism or imagination is a way to describe something which is not absurd or not real but something which is meaningful or real.

  Monday, June 14, 2010

  About the goal or measure of art: Y’day, we shared something. On the same line, I reminded that in Sanskrit, the word ‘Kavi’ (poet), doesn’t mean simply a ‘shabdkar’ or ‘Gitkar’. There, it means a philosopher or one who has experienced the GOD, the unseen. Accordingly, an art or poetry is to express the unseen, the hidden, the covered from the experiences which are very common to the whole mankind. So, though a usual or routine incident/experience, when perceived through the eyes/senses of an artist/poet gives the feeling of something new/afresh; may be momentary or may be adding to an understanding/paradigm which is never ending. Thus, the degree or the depth of the covered being uncovered or unexpressed being expressed also matters. Possibly, that is why ‘Gitanjali’ got a Nobel prize.

  Tuesday, June 15, 2010

  Best,

  Bhavesh Dharmani

 24. Posted મે 11, 2011 at 9:43 પી એમ(pm) | Permalink

  તમારા બ્લોગની મુલાકાત લધી વાંચીને આનંદ થયો .
  સુન્દર બ્લોગ .

 25. manvant
  Posted મે 13, 2013 at 4:40 પી એમ(pm) | Permalink

  saghalu vanchi khushi upaji. Aabhar.

 26. jayant meghani
  Posted જાન્યુઆરી 15, 2015 at 4:32 એ એમ (am) | Permalink

  અત્યારે પહેલી જ વાર આ સામગ્રી નજરે ચડી. ખૂબ આનંદ થયો. હવે અવારનવાર અહીં ડોકિયું કરતો રહીશ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: