♥ પંચમ શુક્લ
લોચન કરીને બંધ એ જ્યાં લાલ થઈ ગયાં,
દરિયો આલિંગતી નદીનું વ્હાલ થઈ ગયાં.
એ ચોતરફથી એવા માલામાલ થઈ ગયાં,
જાણે કે ગુલમહોર તણો ફાલ થઈ ગયાં.
શ્વાસોનાં પૂરને અધરથી ખાળવાં છતાં,
અત્તરથી તરબતર કોઈ રૂમાલ થઈ ગયાં.
ધબકારા હૃદયના વધીને એટલા વધ્યા,
તોખાર અંગેઅંગના રેવાલ થઈ ગયા.
સંકોરી લઈને સઘળું ભીતર મોજ માણતાં,
લોકોને મન એ કાચબાની ઢાલ થઈ ગયાં.
૨૦૦૮ થી ૨૦૧૧ વચ્ચેની રચના
6 Comments
વાહ, પંચમદા… સરસ ગઝલ… પહેલો, બીજો અને છેલ્લો શેર તો લા-જવાબ..
ધબકારા હૃદયના વધીને એટલા વધ્યા,
તોખાર અંગેઅંગના રેવાલ થઈ ગયા…. વાહ કવિ
એક એક શે’ર મજાના થયા છે.. !! મસ્ત ગઝલ
નખશિખ મનનીય ગઝલ
wahhh saras gazal
સંકોરી લઈને સઘળું ભીતર મોજ માણતાં,
લોકોને મન એ કાચબાની ઢાલ થઈ ગયાં
વાહ!
ગઝલ સુંદર. મક્તા અતિસુંદર!
Technically speaking રેવાળ તે trot, અર્થાત્ ધીમી ગતિ છે.
***
Thanks. Through રેવાળ slowdown, flaccidness is intended. – Pancham