૪૩મી વર્ષગાંઠે

♥ પંચમ શુક્લ

તમે પાઠવેલી શુભેચ્છા મળી છે,
અસર લાગણીની હૃદયમાં ભળી છે.

ગણતરી ગણિતની મજા છે ઓ મિત્રો!
જીવન જીવવાની મહેચ્છા ફળી છે.

અકાળે ઢળ્યાં છે અકડ ડેન્ડેલાયન,
વિનત રહી ટકી ડેફોડિલની કળી છે.

હવે ચશ્મે-બુલબુલ બની નગ્મ ગાશું,
ઝીણું ઝાંખવાને આ નજરો ઢળી છે.

તમે મીણબત્તી ધરો હું લખી લઉં,
ગઝલ કેકથી પણ વધારે ગળી છે.

૨૪/૪/૨૦૧૮

ચશ્મે-બુલબુલઃ ઓછી નજર વાળું, ઓછું જોતું, આંધળું
નગ્મોઃ મધુર સ્વર, મીઠો અવાજ, સૂરીલું ગાન
ઝાંખવુંઃ ઝીણી આંખ કરી તાકીને જોવું; ભાવપૂર્વક જોવું; ઝાંખી કરવી.

7 Comments

  1. sapana53
    Posted એપ્રિલ 24, 2018 at 5:18 પી એમ(pm) | Permalink

    After long time I saw you!!very nice gazal.happy birthday !tum jio hajaro saal!

  2. Jawahar Baxi
    Posted એપ્રિલ 25, 2018 at 4:14 એ એમ (am) | Permalink

    Dear Pancham

    All the best of life in the forthcoming year.

    Gazal cakethi gali chhe e hakokat chhe.

    best wishes on the auspicious day

    Jawahar Baxi

    ________________________________

  3. Dr. Dilip Modi
    Posted એપ્રિલ 25, 2018 at 9:29 એ એમ (am) | Permalink

    વાહ..અતિસુંદર…આનંદ…અભિનંદન…

  4. Posted મે 19, 2019 at 3:57 એ એમ (am) | Permalink

    2018 પછી એપ્રિલ 2019 માં ‘જન્મદિન શુભેચ્છાઓ’ પાઠવાની તક આપે ન આપી, પંચમભાઈ!

    આમ કેમ? આપની કલમથી સર્જન વહેતું રહે તેવી અપેક્ષા છે. હમણાથી આપ અનિયમિત છો, તે કઠે તો ખરું ને, મારા મિત્ર! ક્ષેમ ચાહું છું અને આપ પ્રવૃત્ત રહો તે પ્રાર્થના પણ કરું છું.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: