AAA Rating

♥ પંચમ શુક્લ

ટપકાંનો રંગ ટપકાંથી જુદો થઈ ગયો,
ઇતિહાસ આખો રુક્કાથી જુદો થઈ ગયો.

ચહેરો એ ધોળી શાહીનો ભૂખરો થતો રહ્યો,
ડોલર પણ અમેરિકાથી જુદો થઈ ગયો.

કોલટારના કૂલા ઉપર બાવળિયો વાવીને,
સૂબો પ્રસંશા-ટીકાથી જુદો થઈ ગયો.

પી પી ને તેલ ઓકતો એરંડિયાનું ઓજ,
ચિરાગ અંધ આકાથી જુદો થઈ ગયો.

દાઢીમાં હાથ ઘાલતાં જ દાંત પણ તૂટ્યા,
તુક્કો આ ફેર તરીકાથી જુદો થઈ ગયો.

એક ઘા ને ત્રણે કાંગરા કોઠે ઢળી પડ્યા,
શિર સાથે મુગટ ડોકાથી જુદો થઈ ગયો.

૧૬/૮/૨૦૧૧

Advertisements

15 Comments

 1. nilam doshi
  Posted August 15, 2012 at 12:10 am | Permalink

  Are vah. Kuhn saras as usual.panchambhai

  Sent from my iPhone http://www.paramujas.wordpress.com

 2. pragnaju
  Posted August 15, 2012 at 1:34 am | Permalink

  ટપકાંનો રંગ ટપકાંથી જુદો થઈ ગયો,
  ઇતિહાસ આખો રુક્કાથી જુદો થઈ ગયો.
  સરસ
  રુક્કાનો એક અર્થ કાગળના ટૂકડા અને ઇતિહાસ એટલે
  ‘ફતેહ સરકારકી હોતી હૈ કબજા ઉનકા હોતા હૈ’
  આમ દસ્તાવેજ કાગળના ટુકડા થાય!
  સૌથી સુંદર
  પી પી ને તેલ ઓકતો એરંડિયાનું ઓજ,
  ચિરાગ અંધ આકાથી જુદો થઈ ગયો
  ટેક્નોલૉજી એક એવો જિન છે જેને માણસે બોટલમાંથી બહાર કાઢ્યો પોતાના હુકમની તામિર કરવા માટે પરંતુ થયું છે એનાથી ઊલટું, લગભગ લગભગ થયું છે એવું કે ‘આકા’ જ આજે આ જિનનો ગુલામ થઈ બેઠો છે!

 3. Rekha shukla(Chicago)
  Posted August 15, 2012 at 2:51 am | Permalink

  waah very nice one….shuklaji

 4. sapana53
  Posted August 15, 2012 at 3:47 am | Permalink

  Very nice gazal

 5. sapana53
  Posted August 15, 2012 at 3:48 am | Permalink

  Nice

 6. Anil Chavda
  Posted August 16, 2012 at 4:01 pm | Permalink

  એક ઘા ને ત્રણે કાંગરા કોઠે ઢળી પડ્યા,
  શિર સાથે મુગટ ડોકાથી જુદો થઈ ગયો.

  ye achha ser hai PANCHAMBHAI…. JIYO…

 7. Dhrutimodi
  Posted August 16, 2012 at 8:58 pm | Permalink

  સરસ રચના.

 8. Kishore Modi.
  Posted August 16, 2012 at 9:03 pm | Permalink

  નવા કાફિયા સંયોજીને કહેવાયેલી એક નાવિન્યસભર સક્ષમ ગઝલ.

 9. pramath
  Posted August 17, 2012 at 6:17 am | Permalink

  અર્થકારણ પર ગઝલ!

  તેલ પીને એરંડિયાનો પ્રકાશ આપતો અલ્લાઉદ્દીનનો જાદુઈ ડૉલરિયો ચિરાગ ધીમું હસાવી ગયો.
  મને યાદ આવે છે ૧૯૯૯-૨૦૦૦ની સિલિકોન વેલી. અરે ભાઈ! જપાની કારમાં બેઠેલા અમને ડ્રાઇવ-વેમાં પણ કોઈ પૂછે નહીં. બધાં પાસે યુરોપિયન કારો – અને તે પણ z3 કે ફ઼ેરારી! મારી પત્ની મને પૂછે: “આ બધા આટલું કમાય છે ક્યાંથી? આપણે તો બેવડ વળી જ‍ઇએ છીએ!”
  ૨૦૦૮નો ફુગ્ગો ફૂટ્યો ત્યારે અમને જવાબ મળ્યો. એ લોકો પાસે કમાઈ હતી જ નહીં. એ તો ફતંગ દેવાળિયાનો રસ્તો હતો. પોતાનાં મકાનોની કિમત વધવા પરના પૈસા લોન તરીકે વપરાતા હતા.
  सब कुछ सीखा हमने न सीखी होशियारी
  सच है दुनिया वालों कि हम हैं अनाड़ी
  असली-नकली चेहरे देखे, दिल पे सौ-सौ पहरे देखे
  मेरे दुःखते दिल से पूछो, क्या-क्या ख़्वाब सुनहरे देखे
  ख़ुद ही मर मिटने की यह ज़ीद है हमारी …
  दिल का चमन ऊजड़ते देखा, प्यार का रंग ऊतरते देखा
  हमने हर जीने वाले को धन-दौलत पे मरते देखा
  दिल पे मरने वाले मरेंगे भिखारी …

  સોનાના આધારથી ડૉલરને જુદો પાડવાનો તુક્કો બહુ ભારે પડ્યો. દાંત જરૂર તૂટ્યા – આટલાના તો ખરા જ – આઇસલૅન્ડ, પાકિસ્તાન, યુક્રેઇન, આયર્લૅન્ડ, ગ્રીસ, ઇટલી, સ્પેઇન, પોર્ચુગલ. આડકતરી રીતે ટ્યુનિશિયા, ઇજિપ્ત, સુદાન, સિરિયા પણ ફસાયા. હજી હંગેરી અને પૉલૅન્ડનું સંભળાય છે.

  અલબત્ત, અમને અહીં રંગના ઉલ્લેખો બહુ ગમ્યા નથી. સફ઼ેદ રંગનું ભૂખરા થવાનું (અમેરિકાનું ધીમે-ધીમે મેક્સિકન બહુમતી તરફ઼નું પ્રયાણ) કે સૂબાનું કોલટારનાં કૂલે બાવળિયો વાવવાનું (અમેરિકા દ્વારા આફ઼્રિકન/અવિકસિત દેશોને હોળીનું નાળિયેર બનાવવાનું) પ્રતીક અમને કઠે છે.

  કવિરાજ! રંગના ઉલ્લેખો બદલજો. ભાતમાં કાંકરા સારા નહીં!

  • પંચમ શુક્લ
   Posted August 17, 2012 at 9:07 am | Permalink

   પ્રમથભાઈ, ભાતમાંના કાંકરા દેખાડતા રહેજો. મિત્રો પાસે આ અપેક્ષા રહે જ.

   સર્જકને મન રંગના ઉલ્લેખો જાતિને ધ્યાનમાં રાખીને નહીં પણ અર્થકારણને ધ્યાનમાં રાખીને રજૂ થયેલા છે. આ ઉલ્લેખોને કદાચ આમ પણ જોઈ શકાય …
   1. સફ઼ેદ રંગનું ભૂખરા થવાનું: દૂધમાં પાણી તારવી શકવાનું અસામર્થ્ય અને એમાંથી થતું આત્મગૌરવ હનન. self-pride પર કૂચડો.
   2. કોલટારનાં કૂલે બાવળિયો વાવવાનું: પેટ્રોલ આધારિત ઈકોનોમી સાથે સંકળાયેલા મુદાઓ પર આપખુદ રહેવાનું વલણ. યુદ્ધો-વિરોધો-UNO etc.

 10. Pravin Shah
  Posted August 17, 2012 at 2:27 pm | Permalink

  ચિરાગ અંધ આકાથી જુદો થઈ ગયો…..
  રાબેતા મુજબ એક નવી જ ભાત પાડતી રચના !
  નાવિન્યસભર કાફિયા સુંદર રીતે પ્રયોજાયા છે.
  પંચમભાઈએ આપેલ અર્થઘટન વ્યાજબી લાગે છે.
  અભિનંદન !

 11. nabhakashdeep
  Posted August 22, 2012 at 12:01 am | Permalink

  મર્મથી ભરી ગઝલ અનેક તાણાવાણાથી રંગી બની છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 12. વિવેક
  Posted November 28, 2012 at 5:56 am | Permalink

  મારા માટે ખૂબ જ અઘરી રચના…

  પંચમભાઈ અથવા જે મિત્રોને સમજ પડી છે એ મિત્રોને વિનંતી…

  આપ પોતે બધા શેર પર પ્રકાશ પાડો તો સારું, નહિતર મારા માટે તો ‘વરસોના વરસ લાગે’ જેવી વાત છે…

  • પંચમ શુક્લ
   Posted January 4, 2013 at 12:57 am | Permalink

   અમુક મિત્રોએ ઉપર ચર્ચા કરી છે. વધુમાં તો તમારો આ શેર ટાંકવાની ધૃષ્ટતા કરું છું.

   ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
   કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.
   -વિવેક મનહર ટેલર

 13. vijay joshi
  Posted February 27, 2013 at 8:51 pm | Permalink

  Hello Panchambhai,

  I do most of my writing in English, regretfully I read and write Gujarati well enough, but due to paucity of Gujarati vocabulary range, I am not able to totally enjoy your poems to the extent that I like to.

  I teach English creating writing to adults, high school seniors and community college students as a hobby and I must say it is not often that I come across such lofty vernacular that you seem to have mastered so effortlessly.

  I am glad that I found your blog.
  vijay joshi- USA


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: