કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!

♥ પંચમ શુક્લ

(શિખરિણી)

નિહાળીને વૃક્ષો હરિતવરણાં, લાલ કુસુમો;
તમારે, મ્હારે ને સહુ જન વિશે જે ઊઘડતાં,
વિચારું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

ભૂરાં આકાશો ‘ને અતિ ધવલ કૈં વાદલ દલો;
નિહાળી કોડીલા દિવસ, ઘન રાત્રિ પુનિત ને,
વિલોકું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

અહો! રૂડા રંગો નભ સકલમાં ઈન્દ્રધનુના;
વળી પાછા ભાળું મુખ ઉપર સર્વે મનુજનાં,
વિમાસું હું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

મળે મિત્રો સ્નેહે, કર-ધૂનનથી હાલ પૂછતા;
કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ  વહતા,
શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;
શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને,
અને થાતું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

૨૧-૧૨-૨૦૧૧

ઋણસ્વીકારઃ What a Wonderful World [written by Bob Thiele (as George Douglas) and George David Weiss and sung by Louis Armstrong] નો ભાવાનુવાદ.
પ્રકાશિતઃ ઓપિનિયન (જાન્યુઆરી, ૨૦૧૨); નવનીત સમર્પણ (ફેબ્રુઆરી, ૨૦૧૨)

What a wonderful world:
I see trees of green, red roses too
I see them bloom for me and you
And I think to myself what a wonderful world.
I see skies of blue and clouds of white
The bright blessed day, the dark sacred night
And I think to myself what a wonderful world.
The colors of the rainbow so pretty in the sky
Are also on the faces of people going by
I see friends shaking hands saying how do you do
They’re really saying I love you.
I hear babies crying, I watch them grow
They’ll learn much more than I’ll never know
And I think to myself what a wonderful world
Yes I think to myself what a wonderful world.

http://www.youtube.com/watch?v=2nGKqH26xlg

David Attenborough has performed a version of What A Wonderful World to soundtrack the BBC’s nature coverage. Why did it take so long for this song to become a standard, and does it have a political message?
http://www.bbc.co.uk/news/magazine-16118157

24 Comments

 1. Rutul
  Posted ઓગસ્ટ 1, 2012 at 1:13 એ એમ (am) | Permalink

  Very nice!!! Very beautifully translated.

 2. pragnaju
  Posted ઓગસ્ટ 1, 2012 at 1:23 એ એમ (am) | Permalink

  અદભૂત ગીત
  મધુરી ગાયકી
  સુંદર ભાષાંતર
  તેમા આ પંક્તીઓ
  મળે મિત્રો સ્નેહે, કર-ધૂનનથી હાલ પૂછતા;
  કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ વહતા,
  શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;
  શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને,
  અને થાતું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’
  આફ્રીન
  આ ગીત સ્વરબધ્ધ ક્યારે ?

 3. sahaj
  Posted ઓગસ્ટ 1, 2012 at 4:16 એ એમ (am) | Permalink

  Waah ! Bhaavaanuvaad, ane tey chand maaN. Mazaa padi gai.

 4. અશ્વિન-મીનાક્ષી
  Posted ઓગસ્ટ 1, 2012 at 8:30 એ એમ (am) | Permalink

  વિચારી, વિલોકી, વિમાસીને કેવું સરસ થયું પંચમ ભાઇ!

 5. Tejas Shah
  Posted ઓગસ્ટ 1, 2012 at 9:12 એ એમ (am) | Permalink

  “શિખરિણી” શબ્દ શરુઆતમાં વાંચતા જ એક અનોખા ઉત્સાહ સાથે આખી રચનાનું ગાન સાથે વાંચન આપમેળે થઇ ગયું !

  “શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને” – ને છંદમાં ગાતી વખતે થોડાક ગોથા ખાધા પરંતુ ૩-૪ પ્રયાસ પછી એ પણ છાંદસ ગવાયું. સ્કૂલનાં દિવસો પછી(ઘણાં લાંબા સમય પછી) શિખરિણીમાં કંઇક મઝા આવે એવી રચના માણી. આ બ્લોગ ઉપર એક લાંબા અંતરાલ પછી ઘણી જ સરસ રચનાની પ્રસ્તુતિ!

  ભાષાનુવાદમાં ભાવાનુવાદ જાળવીને છંદબધ્ધ રીતે રજુ કરવું એ દાદ માંગી લે એવું કામ છે.

 6. sapana53
  Posted ઓગસ્ટ 1, 2012 at 9:35 એ એમ (am) | Permalink

  વાહ સરસ પ્રકૃતી પ્રેમની રચના..

 7. Dhrutimodi
  Posted ઓગસ્ટ 1, 2012 at 7:10 પી એમ(pm) | Permalink

  શિખરીણી છંદમાં સુંદર રચના.

 8. nabhakashdeep
  Posted ઓગસ્ટ 1, 2012 at 11:51 પી એમ(pm) | Permalink

  વાહ! પંચમભાઈ..કેટલું માધુર્ય છલકતી કવિતા આપે રચી દીધી , ભાવો ઝીલી. સુંદર છંદ અને કવિતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. વિવેક
  Posted ઓગસ્ટ 2, 2012 at 4:52 એ એમ (am) | Permalink

  મજાનો છાંદસ અનુવાદ… છંદ અને ભાવ બંને જાળવીંને અનુવાદ કરવાનું કામ દોરડા પર ચાલવા જેવું વિકટ છે… વાહ ! મજા આવી…

 10. Valibhai Musa
  Posted ઓગસ્ટ 2, 2012 at 12:46 પી એમ(pm) | Permalink

  ધન્યવાદ.

  ઈચ્છા તો થઈ આવે છે કે હાલ તરત જ વિમાને ચઢી, યુ.કે. જઈ, મારા-અમારા આ ભાણાભાઈ પંચમજીને ઊંચકીને ફેરફૂંદડી ફેરવી લઉં! અંગ્રેજી કાવ્યનો આવો ઉમદા કાવ્યમય અનુવાદ વાંચીને મૂળ કાવ્યના શીર્ષક ‘What a Wonderful World!’માંના શબ્દો જેવા જ આ મુજબના અનુધ્વનિત શબ્દો મનમાં ઉદભવે છે ‘What a Wonderful Translation!’

  મારા એક લેખમાંની મારી અનુવાદમીમાંસાની કેટલીક વાતો કંઈક આવી હતી:

  -કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે.

  -ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’

  -કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે.

  -કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે.

  -અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને’Fair flowers in the valley’(વનરામાં ગલ રાતાં ફૂલડાં).

  ભાઈશ્રી પંચમ શુક્લે મૂળ કાવ્યના અનુવાદમાં સર્વ પ્રથમ તો શીર્ષકમાંના ‘Wonderful’ શબ્દ માટે ‘અનુપમ’ શબ્દ પ્રયોજીને અન્ય સમાનાર્થી સંભવિત શબ્દોને કોરાણે મૂકી દઈને આશ્ચર્ય (Wonder) સર્જ્યું છે. આ શબ્દની જ એવી તાસીર રહી છે કે આખું શીર્ષક ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ કાવ્યભાલે બિંદી સમાન શોભી ઊઠે છે.

  કાવ્યના સફળ અનુવાદ માટેની મારી ઉપરોક્ત મીમાંસાની પ્રત્યેક હકારાત્મક આવશ્યકતાનું ભાઈશ્રી પંચમે અનુસરણ કર્યું છે અને તેથી જ તો ‘મેઘાણી’ જેવાનાં અનુવાદિત કાવ્યોની પંગતમાં શોભી શકે તેવું સરસ મજાના શિખરિણી ગેય છંદમાં લખાએલું આ કાવ્ય વારંવાર ગાઈએ તોય ધરપત ન થાય તેવું ઉત્તમોત્તમ છે. કાવ્યની પ્રથમ નવ પંક્તિઓમાંની દર ત્રીજા ક્રમે આવતી શીર્ષકની પુનરાવૃત્તિ કરતી પંક્તિઓમાંના પ્રથમ શબ્દો ‘વિચારું હું’, ‘વિલોકું હું’ અને ‘વિમાસું હું’ ની પસંદગી સરસ મજાના લયવૈવિધ્યને પ્રદર્શિત કરે છે.

  કાવ્યની ચૌદ પંક્તિઓ હોઈ તેટલા માત્રથી તેને સોનેટ ગણી શકાય નહિ. વળી મૂળ કાવ્યમાં પંદર પંક્તિઓ છે અને તેમાં સોનેટના મૂળભૂત લક્ષણનો અભાવ વર્તાય છે. વળી તેટલું જ નહિ તે શેક્સપિઅર, મિલ્ટન કે પેટ્રાર્કની ઢબો સાથે પણ મેળ ખાતું નથી. આ તો મૂળ અંગ્રેજી કાવ્યને અનુલક્ષીને આ બધું લખ્યું, પણ પંચમજીના આ અનુવાદિત કાવ્યને પણ એ બધું સરખી રીતે લાગુ એટલા માટે પડી શકે છે કે તેઓશ્રી પોતાના અનુવાદકાર્યમાં મૂળ રચનાને ચુસ્ત રીતે વફાદાર રહ્યા છે. સોનેટના અર્ક રૂપે છેલ્લે આવતી વાત અહીં વચ્ચે વચ્ચે આવતી જાય છે. ‘આમ અને તેમ’ એવી સઘળી વાતોને પડતી મૂકીને આપણે આ કાવ્ય સોનેટ હોવા ન હોવાની વાતનો નિર્ણય પંચમભાઈ ઉપર છોડીએ.

  ફરી એક વાર ભાઈશ્રી પંચમને ધન્યવાદ.

  • Posted ઓગસ્ટ 2, 2012 at 1:46 પી એમ(pm) | Permalink

   પૂરક માહિતી અને ઉત્સાહ પ્રેરક પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર વલીભાઈ.
   સોનેટ સંદર્ભે તમારી રજૂઆત સાથે હું સહમત છું.

 11. હિમ્મતાસ્ય
  Posted ઓગસ્ટ 2, 2012 at 1:04 પી એમ(pm) | Permalink

  વાહ વાહ

 12. હિમ્મતાસ્ય
  Posted ઓગસ્ટ 2, 2012 at 1:05 પી એમ(pm) | Permalink

  કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ વહતા,
  શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;

 13. kishoremodi
  Posted ઓગસ્ટ 2, 2012 at 3:36 પી એમ(pm) | Permalink

  શિખરિણીમાં અનુપમ અનુવાદ મનભાવન રહ્યો.ખૂબ સુંદર

 14. Dipak Dholakia
  Posted ઓગસ્ટ 2, 2012 at 6:26 પી એમ(pm) | Permalink

  ગજબનો અનુવાદ છે અને વલીભાઇનું વિવેચન તો લાજવાબ છે. શિખરિણીમાં ગણગણવા કર્યું તો ભાઈ તેજસની જેમ જ ગોથું ખાધું, પણ એ ‘કોડીલા દિવસો’ પર. પણ બીજા પ્રયાસે બરાબર થઈ ગયું.પંચમભાઇએ અનુવાદ દ્વારા રસાસ્વાદ કરાવવાનું બીડું ઝડપ્યું છે તે આપણા સૌ માટે સારી વાત છે.

 15. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
  Posted ઓગસ્ટ 4, 2012 at 10:59 એ એમ (am) | Permalink

  સુંદર પ્રકૃતિપ્રેમ રચનામાં દેખાય આવે છે.

 16. manharmody
  Posted ઓગસ્ટ 5, 2012 at 5:19 પી એમ(pm) | Permalink

  સુંદર છંદોબધ્ધ ભાવાનુવાદ. મજા આવી.

 17. અક્ષયપાત્ર/Axaypatra
  Posted ઓગસ્ટ 5, 2012 at 7:50 પી એમ(pm) | Permalink

  Wonderful Translation!

 18. sneha patel - akshitarak
  Posted ઓગસ્ટ 7, 2012 at 9:37 એ એમ (am) | Permalink

  very nice.

 19. Anil Chavda
  Posted ઓગસ્ટ 13, 2012 at 4:38 એ એમ (am) | Permalink

  sundar bhavanuvaad…. panchambhai….

 20. Daxesh Contractor
  Posted ઓગસ્ટ 16, 2012 at 5:16 એ એમ (am) | Permalink

  મળે મિત્રો સ્નેહે, કર-ધૂનનથી હાલ પૂછતા;
  કિંવા બાહુપાશે જકડી લઈને પ્રેમ વહતા,
  શિશુઓને જોઉં રુદન કરતાં ને વિકસતાં;
  શીખી લેતાં તૂર્તે નવતર ઘણું – દુર્લભ મ્હને,
  અને થાતું: ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’

  વાહ પંચમભાઈ .. અદભુત ભાષાંતર .. આવું ભાષાંતર કરવા માટે શબ્દની ફેક્ટરી અને ભાવની ખાણ જોઈએ .. તમે બંનેના માલિક છો.

 21. Kishnani Mukesh
  Posted ઓગસ્ટ 25, 2012 at 1:56 એ એમ (am) | Permalink

  મળે મિત્રો સ્નેહે, કર-
  ધૂનનથી હાલ પૂછતા;
  Wah Panchamji….

 22. vimal agravat
  Posted સપ્ટેમ્બર 15, 2012 at 7:25 પી એમ(pm) | Permalink

  sonet na dukal vachhe aa rachana vadal bani bhinjavi gai

 23. vijay joshi
  Posted ફેબ્રુવારી 27, 2013 at 10:16 પી એમ(pm) | Permalink

  Wow! Bravo! What a wonderful treat this is.
  Luis Armstrong is one of my most favorite singers. What a voice. I could have not envisioned in a million years that what a wonderful world could be translated so beautifully and imaginatively in Gujarati or any other language for that matter (I read and enjoy Hindi and Marathi poetry too so I think I am qualified to make this statement)
  I also enjoyed the varieties of interpretations and take on phrase- “And I think to myself”
  The interpretative translation is wonderful because while maintaining the integrity of the original poem, it does it as beautifully as the original poem.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: