Monthly Archives: નવેમ્બર 2012

અગ્ગિખંધ (બારૂદ)

♥ પંચમ શુક્લ  જેને કલરવનો પિંડ, જેને રોશનીની છાયા, જેના મધુરા હો મીંડ, જેની કંચનવરણી કાયા, જેના જ્યોતિ ધ્વનિ જાયા, એવા ફટકડા લઈ હીંડ! 30/10/2010 ફટાકડાની સામાન્ય લાક્ષણિકતાઓ: અવાજ, પ્રકાશ/દાહ, સામાન્ય અનુભવથી સહેજ અલગ પડી વધુ રોચક/લાલિત્યભર્યાં સંસ્કરણ દ્વારા પ્રકટે છે. પ્રાકૃત ‘અગ્ગિખંધ’ કે ફારસી ‘બારૂદ’ સંજ્ઞા તળે સ્ફોટક શૃંખલાના કોઈ ઋજુ રૂપ દ્વારા આપણી આગામી […]

કુંડલિનીને કારણે

♥ પંચમ શુક્લ રોજ ફરું છું ગોળ ગોળ ને ચકરાઉં છું સર્પાકારે, શ્વાસે શ્વાસે કોક નિસરણી રોજ ચડું છું સર્પાકારે. સૂર્ય-કિરણના અવિકલ પથ પર દોડી દોડી મુશકદોડમાં, રાત કરંડિયે કળતર વીંટી અમળાઉં છું સર્પાકારે. રાડો, ગાળો, બૂમરાણ ને કાગારોળે કચવાતો રહી, કાન વગરના કર્કશ ચાઠા થઈ ઊપસું છું સર્પાકારે. રોડવતો રહું ધંધાપાણી કે ઘૂમરડું ઘરની ઘાણી, કડવા […]