માયાવી સાંઢણીયું

♥ પંચમ શુક્લ

માયાવી સાંઢણીયું ઊડતી નિર્જન રણને ગામ,
અચકણ ઓઢ્યા ઓળાઓને વેંઢારી સરિયામ !
સાંઢણીયું નિર્જન રણને ગામ!

મૂકી ‘મા’ની માયા સઘળી, નામ, ઠામ, મુકામ;
અનાથને ઓશિંગણ ઊભી પુનર્વસનની હામ,
પવનવેગીલી પૂરણ ઠેકે ઠેકાણું ગુમનામ!

સાંઢણીયું નિર્જન રણને ગામ!

કાળા અક્ષરની બાંધીને બુકાનીઓ બેજાન;
લૂ વીંઝાતી રેતે શેકે વાણીની પહેચાન,
રૂંવે રૂંવે આગ સીંચતી આતપમાં અવિરામ!

સાંઢણીયું નિર્જન રણને ગામ!

મૃગજળ વચ્ચે લૂગડાં ધોતી આઠ પદમણી નાર;
હેરી હેરી હાથ હિલોળે ચોંત્રીસે નર-જાર,
ધૂળધોયાની રજોટ પળમાં પૂગે બારે ધામ!

સાંઢણીયું નિર્જન રણને ગામ!

૧૨/૫/૨૦૦૯

22 Comments

  1. bharat trivedi
    Posted જૂન 15, 2011 at 1:11 એ એમ (am) | Permalink

    વાત તો તમારી સાચી છે પણ બળ્યું આ કામ જ એવું છે કે આઠ જ નહીં ઇઠ્ઠાસી પદમણી નાર કામે લગાડો તો પણ મેળ ના પડે! મને તો સાંઢણીની જેમ ભારે વજન નહીં પણ કીડીની જેમ કણ કણ લઈ જવું વિશેષ ફાવ્યું છે!

  2. Kirtikaant purohit
    Posted જૂન 15, 2011 at 5:50 એ એમ (am) | Permalink

    વાહ્.. આકાશે ઉડતું કલ્પન સાંઢણિયૂની પાંખે… અદ્ભૂત્..અદ્ભૂત્…

  3. Posted જૂન 15, 2011 at 5:59 એ એમ (am) | Permalink

    સુંદર ગીત!
    કાળા અક્ષરની બાંધીને બુકાનીઓ બેજાન;
    લૂ વીંઝાતી રેતે શેકે વાણીની પહેચાન,
    રૂંવે રૂંવે આગ સીંચતી આતપમાં અવિરામ!
    સાંઢણીયું નિર્જન રણને ગામ!

  4. readsetu
    Posted જૂન 15, 2011 at 6:30 એ એમ (am) | Permalink

    ભાગ્યે જ સાંભળવા મળતા શબ્દોનો ફાલ લંડનના વાતાવરણમાં કેવી રીતે ઊગી જાય છે ? અહો આશ્ચર્યમ !!
    લતા જ. હિરાણી

  5. Posted જૂન 15, 2011 at 8:08 એ એમ (am) | Permalink

    “માયાવી સાંઢણીયું” એકદમ ઉપયુક્ત શીર્ષક શોધ્યું છે…

  6. Posted જૂન 15, 2011 at 1:07 પી એમ(pm) | Permalink

    બહુ જ સરસ રચના..

  7. chintran shelat
    Posted જૂન 15, 2011 at 4:05 પી એમ(pm) | Permalink

    hello, it really gives space to think…. vicharava ni maja aave che…. awesome…

  8. Posted જૂન 15, 2011 at 9:37 પી એમ(pm) | Permalink

    કાળા અક્ષરની બાંધીને બુકાનીઓ બેજાન;
    લૂ વીંઝાતી રેતે શેકે વાણીની પહેચાન,
    રૂંવે રૂંવે આગ સીંચતી આતપમાં અવિરામ!
    સાંઢણીયું નિર્જન રણને ગામ!

    વાહ … આવી સાંઢણિયું ફરતી હોય તે ગામ કે રણ નિર્જન શાનું રહે. કાળા અક્ષરની બુકાની અને રૂંવે રૂવે આગ સીંચતી આતપમાં અવિરામ-માં અભિવ્યક્તિ શિખર પર પહોંચે છે. અલગ ભાત પાડતી મજેદાર રચના.

  9. Sudhir Patel
    Posted જૂન 15, 2011 at 11:30 પી એમ(pm) | Permalink

    Wonderful ‘Geet’ with wonderful images and beautiful ‘Laya’!!
    Sudhir Patel.

  10. Posted જૂન 16, 2011 at 3:31 એ એમ (am) | Permalink

    ભાષાકર્મ અને વિષય નાવિન્યથી અભિવ્યક્તિને કવિતા સુધી લઈ જતી આ રચના અને અન્ય રચનાઓ એના મેટાફોરિક બંધારણ માટૅ
    તપાસવા જેવી છે-અચકણ ઓઢ્યા ઓળાઓને વેંઢારી સરિયામ !
    અથવા–કાળા અક્ષરની બાંધીને બુકાનીઓ બેજાન-ઉત્તમ ઉદાહરણ છે.

  11. Posted જૂન 16, 2011 at 4:08 એ એમ (am) | Permalink

    અદભુત અને મજબૂત કલ્પનો મઢી એક આબેહૂબ રચના !
    કવિત-સાહિત્યમાં ભાગ્યે જ વાંચવા કે સાંભળવા મળતા શબ્દોના સહજ પ્રયોજનથી સુંદર કૃતિ સર્જાઈ છે.
    આપના કવિકર્મને સલામ, પંચમભાઈ !

  12. યશવંત ઠક્કર
    Posted જૂન 16, 2011 at 6:45 એ એમ (am) | Permalink

    પંચમભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.
    જેટલાં અને જેવાં ગીતો મૂકવાની છૂટ હોવા છતાં તમારો સંયમ દાદને પાત્ર છે. જ્યારે આવો છો ત્યારે એવું લઈને આવો છો કે જે બીજે ક્યાંય ન હોય!
    એવું લાગે છે કે તમે અમુક શબ્દો જતનથી સાચવી રાખ્યા છે. બાકી આજના આ સમયમાં.. અચકણ … ઓશિંગણ … લૂગડાં.. ધૂળધોયા… ક્યાથી?
    ને એનો પણ યોગ્ય વિનિયોગ!!
    આનંદ ભયો.

  13. Posted જૂન 17, 2011 at 4:42 પી એમ(pm) | Permalink

    વાહ પંચમભાઇ…
    ભાષાની સધ્ધરતા અને કવિકર્મની કાબેલિયતના સુભગ સમન્વયથી શું શું ઉપલબ્ધ થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ અહીં માણવા/જાણવા મળ્યું.
    અભિનંદન.

  14. aniruddhsinh gohil
    Posted જૂન 17, 2011 at 7:13 પી એમ(pm) | Permalink

    દેશ્ય ભાષાના રંગમાં રંગાયેલી સુંદર ગીત રચના, જાણે લોકગીતના તાનમાં તરબોળ થતાં હોય એવો ઢાળ..અભિનંદન પંચમદા.

  15. DHRUTI MODI
    Posted જૂન 17, 2011 at 8:49 પી એમ(pm) | Permalink

    સરસ કલ્પના.શબ્દોની માયા પણ અનોખી છે. કાવ્યનું શીર્ષક પણ અનોખું છે. ગીત ખરેખર લયને જાળવીને એક અાગવી Image ઊભી કરે છે.

  16. Posted જૂન 18, 2011 at 2:22 એ એમ (am) | Permalink

    આપના વિશાળ વાંચન અને કવિત્ત્વ શક્તિના સુભગ પરિપાક રૂપે નવલી કવિતાઓ કલેવર
    ધરે છે. ભારતની ધરાના ઐતિહાસિક વાતોનો મર્મ અને અગમના એંધાણને વણવાની
    કલા એજ રણ અને સાંઢણીઓ અને સ્વ નું જોડાણ.
    શ્રી પંચમભાઈ બુકાની બાંધી રણે ચડ્યા…જોમવંતા થઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  17. kishoremodi
    Posted જૂન 18, 2011 at 1:50 પી એમ(pm) | Permalink

    બિલ્કુલ નવી અભિવ્યક્તિવાળી રચના વાંચી અાનંદ થયો.અાવી અદ્ભૂત સ્ફૂરણા કેવી રીતે અાવે છે ?અભિનન્દન

  18. Posted જૂન 22, 2011 at 1:23 એ એમ (am) | Permalink

    ધન્ય ધરા ગુજરાતી !!

  19. Ankur Desai
    Posted જૂન 23, 2011 at 2:30 પી એમ(pm) | Permalink

    maza padi,Panchambhai!

  20. devikadhruva
    Posted જૂન 23, 2011 at 8:24 પી એમ(pm) | Permalink

    છલોછલ કાવ્યત્વથી ભરપૂર આ રચના કેટલું બધુ ગૌરવ જન્માવે છે ! વાહ..અદ્વિતિય.અદ્‍ભૂત..

  21. Posted જૂન 27, 2011 at 5:14 પી એમ(pm) | Permalink

    આદરણીયશ્રી. પંચમ શુકલા સાહેબ

    આપે તો સાચે જ કોકિલ શબ્દો દ્વારા ગુજરાતીઓને લંડનમાં

    મહેક પાથરી દીધી.

    આપ તો સાહેબ ગુજરાતીઓનું ગૌરવ છો. ખુબ ખુબ લખી

    સમાજને વધુ આગળ લઈ જાવ અને અમોને માર્ગદર્શન આપતા રહો.

    ડૉ.કિશોરભાઈ એમ.પટેલ

  22. ભરત ચૌહાણ
    Posted જૂન 28, 2011 at 2:41 એ એમ (am) | Permalink

    કાળા અક્ષરની બાંધીને બુકાનીઓ બેજાન;
    લૂ વીંઝાતી રેતે શેકે વાણીની પહેચાન,
    રૂંવે રૂંવે આગ સીંચતી આતપમાં અવિરામ!
    સાંઢણીયું નિર્જન રણને ગામ!

    સરસ રચના


Post a Comment to Daxesh Contractor

Required fields are marked *
*
*