ગઝલનો બડીકો

પંચમ શુક્લ

અદબથી ઉપાડ્યો ગઝલનો બડીકો,
પીઠે ખુદ પછાડ્યો ગઝલનો બડીકો!

હતી સાવ બંજર ધરા જ્યાં હૃદયની,
લીલો ત્યાં ઉગાડ્યો ગઝલનો બડીકો!

ભલે જાત સામે ઊભી ત્રાડ પાડે,
નથી બીક, કાઢ્યો ગઝલનો બડીકો!

બીજું તો હતું શું કે તડપનને ચૂકવું?
તડપતાં બતાડ્યો ગઝલનો બડીકો!

લહૂમાં લસોટેલ સીંચી દરદ બસ,
અગન-ઝાળ ઝાલ્યો ગઝલનો બડીકો!

હવે ભેટમાં એ જ બાંધો બહાદુર,
ગણી તેગ તાણ્યો ગઝલનો બડીકો!

૨૨//૨૦૦૯

બડીકોઃ લાકડીનો ટૂંકો પણ મજબૂત કટકો

છંદ-વિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા

21 Comments

  1. Posted જૂન 1, 2009 at 7:10 એ એમ (am) | Permalink

    હવે ભેટમાં એ જ બાંધો બહાદુર,
    ગણી તેગ તાણ્યો ગઝલનો બડીકો!
    ક્ષણે ક્ષણે સમાધાન કરી જીવતા જીવો ની અસરકારક પ્રસ્તુતિ

  2. Posted જૂન 1, 2009 at 7:37 એ એમ (am) | Permalink

    Aha! ‘badika’ jevo shabd, e pan radeef maa…kya baat hai! Sundar rachana ane ‘lahu maa lasotel…’ e husn-e-ghazal sher laagyo!

  3. Posted જૂન 1, 2009 at 12:21 પી એમ(pm) | Permalink

    લહૂમાં લસોટેલ સીંચી દરદ બસ,
    અગન-ઝાળ ઝાલ્યો ગઝલનો બડીકો!

    હવે ભેટમાં એ જ બાંધો બહાદુર,
    ગણી તેગ તાણ્યો ગઝલનો બડીકો!
    bahus under gazal

  4. Posted જૂન 1, 2009 at 6:01 પી એમ(pm) | Permalink

    લહૂમાં લસોટેલ સીંચી દરદ બસ,
    અગન-ઝાળ ઝાલ્યો ગઝલનો બડીકો!

    હવે ભેટમાં એ જ બાંધો બહાદુર,
    ગણી તેગ તાણ્યો ગઝલનો બડીકો!
    kyaa baat hai, Badiko..Wonderful radif with meaningful gazalbaani..
    maza aa gayaa..Pancham

  5. pragnaju
    Posted જૂન 1, 2009 at 8:41 પી એમ(pm) | Permalink

    હતી સાવ બંજર ધરા જ્યાં હૃદયની,
    લીલો ત્યાં ઉગાડ્યો ગઝલનો બડીકો!

    ભલે જાત સામે ઊભી ત્રાડ પાડે,
    નથી બીક, કાઢ્યો ગઝલનો બડીકો!
    ખૂબ સરસ
    સિતમ સાંખ્યા, ગઝબ સાંખ્યા,ખમાતી નાજ તનહાઈ,
    હૃદય ચીરાયલું મારૂં ક્યાં દિલની મઉઝત છે.
    છતાં કોઈ નિહાળું છું કે, કો મુજને જગાડે છે,
    શી અણપ્રીછી રતૂબત છે અને નાયાબ સૂરત છે.

  6. sudhir patel
    Posted જૂન 2, 2009 at 2:39 એ એમ (am) | Permalink

    Effectively and creatively used the word ‘Badiko’ as Radeef in Gazal for the first time!
    Congratulations, Panchambhai!
    Sudhir Patel.

  7. Posted જૂન 3, 2009 at 10:49 એ એમ (am) | Permalink

    One of the effective article.

    -Krunal Patel

  8. Posted જૂન 3, 2009 at 12:58 પી એમ(pm) | Permalink

    સાચુ કહુ તો ગઝલ સમજતા મને વાર લાગી, પણ સમજ પડ્યા બાદ મઝા પણ બહુ આવી! “વાહ વાહ” એની જાતે જ નીકળી જાય છે!

  9. Posted જૂન 3, 2009 at 11:07 પી એમ(pm) | Permalink

    sars. mane gamti lines
    .લહૂમાં લસોટેલ સીંચી દરદ બસ,
    અગન-ઝાળ ઝાલ્યો ગઝલનો બડીકો!
    ghanu chhikhu chu tamati pasethi.
    aabhaar
    sapana

  10. Posted જૂન 4, 2009 at 5:41 એ એમ (am) | Permalink

    લહૂમાં લસોટેલ સીંચી દરદ બસ,
    અગન-ઝાળ ઝાલ્યો ગઝલનો બડીકો!

    હતી સાવ બંજર ધરા જ્યાં હૃદયની,
    લીલો ત્યાં ઉગાડ્યો ગઝલનો બડીકો!

    waa….h !!

  11. Posted જૂન 4, 2009 at 6:27 એ એમ (am) | Permalink

    અરે ઓ સાત સુરોના સરતાજ પંચમ
    વારે વારે આમ ન પછાડો ગઝલનો બડીકો

  12. Posted જૂન 4, 2009 at 9:26 એ એમ (am) | Permalink

    પંચમજી તમે તો ખરેખર બડીકા વાળી કરી ! મજા પડી ગઇ..

  13. Posted જૂન 5, 2009 at 1:02 પી એમ(pm) | Permalink

    Enjoyed …Keep writing !
    See you on Chandrapukar !
    http://www.chandrapukar.wordpress.com

  14. Posted જૂન 8, 2009 at 3:28 પી એમ(pm) | Permalink

    હતી સાવ બંજર ધરા જ્યાં હૃદયની,
    લીલો ત્યાં ઉગાડ્યો ગઝલનો બડીકો!

    આપનો ગઝલનો બડીકો ગમ્યો.બડીકો રદીફ મને બિલકુલ નાવિન્ય ભર્યો લાગ્યો..ઉપલા શેરમાં બડીકાને લાકડીના મજબૂત ટૂકડાની જગ્યાએ વૃક્ષની હરિયાળી ડાળખી કહેવી પડ્શે.

    છંદની સુપેર માવજતથી શેરિયત દીપી ઉઠેછે. અને તગઝ્ઝુલ સૌરભ આપે છે.

  15. Posted જૂન 13, 2009 at 7:01 એ એમ (am) | Permalink

    બીજું તો હતું શું કે તડપનને ચૂકવું?
    તડપતાં બતાડ્યો ગઝલનો બડીકો!

    તેં જ્યારે વિટામણ માં અમને ફસાવ્યાં
    ને ત્યારે રમાડ્યો ગઝલ નો બડીકો!

  16. Posted જૂન 16, 2009 at 11:51 એ એમ (am) | Permalink

    વાહ.,.. વાહ…

    મજાની બડીકા-ગઝલ… ક્યા બાત હૈ, કવિ! આવા ભારઝલ્લા શબ્દ ક્યાંથી આમ અનાયાસ જ સરી આવે છે, દોસ્ત !!

  17. યશવંત ઠક્કર
    Posted જૂન 17, 2009 at 5:20 એ એમ (am) | Permalink

    પંચમભાઈ, મને તો આ ‘બડીકો’ એ જ ખુશ કરી દીધો! બહુ વખતે સાંભળ્યો.બાકી હતું તે સમગ્ર રચનાએ પૂરું કર્યું. એકે એક શેર ‘વાહ વાહ’ મેળવવાને પાત્ર લાગ્યા. અનોખું કે નવું તો ઘણી વખત હાથ આવતું હોય છે.પણ પછી જો યોગ્ય રીતે રજૂ ન થાય તો એ વેડફાઈ જતું હોય છે. તમારા હાથમાં આવી ગયેલ ‘બડીકો’ વેડફાયો નથી. એણે એનો ધરમ બરાબર બજાવ્યો છે. ભલે મોડો પણ મનેય એ વાગ્યો એનો મને આનંદ છે!!!
    ‘બડીકો’.. એવું લાગે છે તમે કોઈ જૂના ભેરુ સાથે મુલાકાત કરાવી દીધી! આજે આખો દિવસ અને કદાચ કાયમ માટે અમારા પરિવારમાં આ “બડીકો” સૌને હોઠવગો અને હૃદયવગો રહે તો નવાઈ નહીં!!!!

  18. Posted જૂન 17, 2009 at 7:01 એ એમ (am) | Permalink

    પંચમભાઈ !
    ખુબ જ સરસ ગઝલ. દાદ દેવી પડે, આપાં નવાં શબદ પ્રયોજન માટે!
    સુંદર અભિવ્યકિત!!

    આજે જ મેં મારી નવી જ રચના/કૃતિ પ્રગટ કરી છે તો આપ આજે અવશ્ય થી મારા
    બ્લોગો ની મુલાકાત લો અને હા, આપણાં અમુલ્ય સુચનો તથા અભિપ્રાયો જરુરથી
    મોકલશો.

    ૧. યુવા રોજગાર
    http://yuvarojagar.gujaratiblogs.com
    આ બ્લોગ કંઇક નવું જ પીરસ્સે જેવું કે નૌકરી, કેરિયર, અભ્યાસ,
    એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા
    આપવા ની સાથે સાથે ભરતી ના ફોર્મ પણ ખરાજ. યુવાનો ને નવી દિશા, નવો રાહ
    આપશે મારું યુવા રોજગાર .સાથે-સાથે યુવા રોજગાર એક યુવા ઝુંબેશ ચાલું કરી
    રહ્યું છે, જેમાં ભારત ના માત્ર યુવાનો જ નહીં પરંતુ દરેક નાગરિકે તેમાં
    સ્વેચ્છાએ જોડાવા નું છે. આ યુવા ઝુંબેશ શું છે ? એ તો આપ યુવા રોજગાર
    કલિક કરશો ત્યારે જ સમજાશે .સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો
    રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં
    માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
    યુવા રોજગાર યુવાનો નો આવાજ. ધ વોઈસ ઓફ યંગસ્ટરસ

    ૨. કલમ પ્રસાદી
    http://kalamprasadi.blogspot.com
    મારા સ્વરચિત કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નવલિકાઓ, લેખો તથા નવલક્થા – હપ્તા
    સ્વરુપે વિગેરે સાથે અન્ય કવિઓ ની શેરો-શાયરી નો ગુલદસ્તો એટલે “મહેફિલ”
    અને જોકસ તો ખરાજ

    – પ્રવિણ કે.શ્રીમાળી

  19. Posted જૂન 17, 2009 at 7:10 એ એમ (am) | Permalink

    Very very good!!

  20. Posted જૂન 23, 2009 at 1:50 પી એમ(pm) | Permalink

    ‘બડીકો’ શબ્દ મારા માટે સાવ નવો છે… વળી તમે રદીફ તરીકે લીધો છે એટલે ગઝલ વાંચતી વખતે મારા મગજમાં હજી બરાબર ક્લિક નથી થતો… (નવો શબ્દ મગજમાં ગોઠવાતા વાર તો લાગે જ ને વળી!) પરંતુ ગઝલ માણવા માટે મેં હાલ પૂરતો આ રદીફ લીધો – “ગઝલનો આ ડંડો” 🙂 એ માટે ક્ષમા કવિમિત્ર… પરંતુ તમારી આખી ગઝલ આ જ રદીફમાં માણવાની મને તો વધુ મજા પડી.. 🙂

  21. Posted જુલાઇ 13, 2009 at 2:41 પી એમ(pm) | Permalink

    ખૂબ જ સરસ રચના થઈ છે! વાહ!
    બડીકો શબ્દ મેં પણ પહેલી વાર જ સાંભળ્યો/વાંચ્યો. રદીફના અલગ અલગ રંગો ઉપસાવી તમે રચેલી આ રચના ખરેખર ખૂબ સરસ છે.


Post a Comment to Pinki

Required fields are marked *
*
*