અન્યથા યમુના તટે

♥ પંચમ શુક્લ

રાત આખી પાણી આડે પાળ બાંધીએ,
ને સવારે મોજથી હોડી તરાવીએ!

પેટછૂટી વાત હો તો પેટ ખોલીએ,
પેટ સહુનું પાળીએ- ક્યાં પેટ ચોળીએ?

કોણી મારીને ભલે કુલડી બનાવીએ,
ઘી ના ઠામે ઘી ઢળે એવું જ ઢોળીએ!

ખપ પડે, શબ્દોય ઉછીના લાવી બોલીએ,
કોને કોને આપણી ભાષા ભણાવીએ?

સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ!

૧૮/૫/૨૦૦૯

છંદ-વિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગા લ/(ગા) ગાAdvertisements

48 Comments

 1. Posted જૂન 15, 2009 at 8:25 એ એમ (am) | Permalink

  કોણી મારીને ભલે કુલડી બનાવીએ,
  ઘી ના ઠામે ઘી ઢળે એવું જ ઢોળીએ!

  શું વાત છે! મઝા પડી ગઇ.

  એક સવાલ પણ થયો. તમે ગાયો ચરાવવુ એ મજબુરી દર્શાવી છે કે વિકલ્પ?

  ————

  બીજું આનંદદાયક કામ!
  — (પંચમ)

 2. Posted જૂન 15, 2009 at 10:37 એ એમ (am) | Permalink

  ખપ પડે, શબ્દોય ઉછીનાં લાવી બોલીએ,
  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

  sooo generous ppl ….!!

 3. Posted જૂન 15, 2009 at 1:48 પી એમ(pm) | Permalink

  સુંદર રચના…

  છંદવિધાન ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા નથી?

 4. Posted જૂન 15, 2009 at 1:49 પી એમ(pm) | Permalink

  bahu sarase

 5. Posted જૂન 15, 2009 at 2:59 પી એમ(pm) | Permalink

  ખપ પડે, શબ્દોય ઉછીનાં લાવી બોલીએ,
  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

  Nice lines in a nice Gazal !
  Chandavadan ( CHandrapukar )

 6. kishoremodi
  Posted જૂન 15, 2009 at 3:07 પી એમ(pm) | Permalink

  nice ghazal

 7. Posted જૂન 15, 2009 at 6:24 પી એમ(pm) | Permalink

  What an impressive culmination!… સાંભરે! તો… if one pauses here and reflects on all that brings back the memories…only to get so involved as to …પ્રેમથી બંસી બજાવીએ

  and if not, અન્યથા… a seemingly uninvolved task, ગાયો ચરાવીએ!.. a spiritual context, but hold on… by adding યમુના તટે,(Not Thames, not Tapi not Nramada nor Sabarmati!) you have taken this ghazal to a new stratosphere!

  Thank you Pancham.

 8. pragnaju
  Posted જૂન 15, 2009 at 6:32 પી એમ(pm) | Permalink

  સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
  અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ!

  સુંદર

 9. sudhir patel
  Posted જૂન 15, 2009 at 10:39 પી એમ(pm) | Permalink

  Enjoyed very nice and unique Gazal!
  Sudhir Patel.

 10. Posted જૂન 16, 2009 at 12:06 એ એમ (am) | Permalink

  રાત આખી પાણી આડે પાળ બાંધીએ,
  ને સવારે મોજથી હોડી તરાવીએ!

  આમ જોઈએ તો સાવ સીધીસાદી વાત છે, પણ આ રીતે જોઈએ તો …
  કલ્પનાજગતમાં વિચારો વડે રાત્રે પાણી આડે પાળ બાંધીએ અને સવારે હકીકતની દુનિયામાં એમાં મોજથી હોડી તરાવીએ, એમ કરીએ તો .. સ્વપનાંને હકીકતમાં પલટાવવાનો સુંદર સંદેશ નીકળે છે.

 11. Posted જૂન 16, 2009 at 1:49 એ એમ (am) | Permalink

  મક્તા અને મત્લાના શેર મઝાના થયા છે. સરસ ગઝલ. અભિનંદન

 12. Posted જૂન 16, 2009 at 4:17 એ એમ (am) | Permalink

  રાત આખી પાણી આડે પાળ બાંધીએ,
  ને સવારે મોજથી હોડી તરાવીએ!

  ખપ પડે, શબ્દોય ઉછીનાં લાવી બોલીએ,
  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

  બહુ જ સરસ. સવાર સુધરી ગઈ…..

 13. deepak parmar
  Posted જૂન 16, 2009 at 4:23 એ એમ (am) | Permalink

  ખપ પડે, શબ્દોય ઉછીનાં લાવી બોલીએ,
  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

  khub saras…

 14. kirankumar7
  Posted જૂન 16, 2009 at 4:27 એ એમ (am) | Permalink

  મઝા પડી.

 15. Dr Nishith N Dhruv
  Posted જૂન 16, 2009 at 8:22 એ એમ (am) | Permalink

  निरन्तर कर्मयोगीनी वात छे आ तो. गीताना कर्मयोगमां कहेलो लोकसङ्ग्रहनो सरळ भाषामां अपायेलो उपदेश ज जोई लो. सर्वभूतात्मभूतात्मा थयेलो जीव आवो होय. सतत अन्योनां सुखदुःख जोडे समरस थतो अने छतां यमुना तटे गायो चराववामां पण आनन्द लेतो ए कोण छे? सर्वस्य साहं हृदि सन्निविष्टः कहेनारो ज ने!
  सुन्दर रचना. शब्दो उछीनां नहि पण उछीना जोईए – शब्द नरजाति छे माटे एना बहुवचनी रूप पर अनुस्वार न आवे.

 16. dilip
  Posted જૂન 16, 2009 at 11:44 એ એમ (am) | Permalink

  સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
  અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ!
  Sunder Gazal Pancham saheb, maja aavi gai

 17. Posted જૂન 17, 2009 at 3:06 એ એમ (am) | Permalink

  આખી ગઝલ ગમી..સુન્દર થઇ છે. પરંતુ છેલ્લો શેર..વાહ..વાહ..નીકળી જાય એવો..અભિનંદન,પંચમભાઇ

 18. Posted જૂન 17, 2009 at 3:08 એ એમ (am) | Permalink

  આ શેરનો કયારેક મારા કોઇ ગધ્યમાં ઉપયોગ કરું એવું બને..છૂટ છે ને ? અલબત્ત આપના નામ સાથે..એ સ્પષ્ટતા કરવાની જરૂર ખરી ?

 19. Posted જૂન 17, 2009 at 11:21 એ એમ (am) | Permalink

  શ્રી પંચમભાઇ,

  આપના એકદમ તાજા કલ્પનો પર વારી જવાય છે.મ્હેક ભરી ગઝલ બની છે.ફ્ક્ત રદીફ-કાફિયામાં ચોળીએ?

  ઢોળીએ!થોડ કઠતા લાગે અને ગઝલને અણિશુધ્ધ થતાં અટકાવે.અન્ય મિત્રો શું કહે છે?

 20. Posted જૂન 17, 2009 at 1:42 પી એમ(pm) | Permalink

  ચોળીએ, ઢોળીએ તો બરાબર છે પણ આ ગઝલમાં જે ખટકે છે એ છે નજીવો કાફિયાદોષ.

  મત્લાના શેરમાં કાફિયાનો જે આધાર હોય એ જ પછીના શેરમાં જળવાવો જોઈએ. અહીં મત્લાના શેરમાં

  બાં-ધી-એ
  (ત) રા-વી-એ

  વપરાયા છે એ અંતર્ગત કાફિયાનો આધાર આ-ઈ-એ થાય. ચોળીએ, ઢોળીએમાં ઓ-ઈ-એ થઈ જાય છે…
  મત્લાના શેરમાં જો બાંધીએની સાથે ઢોળીએ વપરાયું હોત તો કાફિયાનો આધાર માત્ર ઈ-એ સ્પષ્ટ થઈ જાત…

  ખેર, આ મારી માન્યતા છે. જાણકારમિત્રો વધુ પ્રકાશ પાડી શકે.

  • Makarand Musale
   Posted જૂન 20, 2009 at 5:11 એ એમ (am) | Permalink

   વાંચવાની સરળતા માટે મૂળ રોમન લિપિની ટિપ્પ્ણીને આ મુજબ લખું છું:

   પંચમભાઈ, મિત્રભાવે આટલું સૂચન્…
   મત્લા સારો છે !!!
   મક્તાના ઉલા મિસરામાં કંઈક આમ કરી શકાય તો જ સાની મિસરા નો ભાવ જળવાશે (મિસરો સાફ થઈ જશે)

   ” શક્ય હો તો પ્રેમની બંસી બજાવીએ ”
   અન્યથા….

   મલ્તા અને મક્તા સામે બાકીના શેર ટકી શક્યા નથી, માટે ઉચિત એજ છે કે બાકીના શેર રિપ્લેસ કરવા.

   ” ખપ પડે……” મિસરામાં તો છંદ અને મિટર બન્ને સચવાયા નથી માટે એ મિસરો તમે જાતે જ ના ચલાવો એ ઈચ્છનીય છે.

   ==========

   Panchm bhai, miTra bhaave aatluN suchan…

   MaTl_a saaro chhe!!

   MakT_a no oola misra kaiNk aam kari shakaay,To j saani misraa no bhaav jaLvaashe (Misro saaf Thaii jashe)

   “Shakya ho To prem Nii bansii bajaavie”
   AnyaThaa……

   MaTl_a ane makTa saame baakii naa sher takii shakTaa naThii, maate UchiT ej chhe ke baakina sher replace karvaa.

   “Khap pade……” misra maaN To chhanD and meter banne sachvaayaa naThii maate
   E misro Tame jaaTe j naa chalaavo e Iichhaniiya chhe.

  • Posted જૂન 20, 2009 at 10:17 એ એમ (am) | Permalink

   પંચમભાઇ

   મારી જ વાતને વિવેકભાઇએ બહુ જ સરસ રીતે સમજાવી.એમનો આભાર.

   Kirtikant Purohit

  • Sudhir Patel
   Posted જૂન 20, 2009 at 10:21 એ એમ (am) | Permalink

   I learned exactly the same fact that just mentioned below by Dr. Vivek Tailor and agree with his view.

  • ગૌરાંગ ઠાકર
   Posted જૂન 20, 2009 at 10:23 એ એમ (am) | Permalink

   કાફિયા દોષ સિવાય ગઝલ સારી છે.વિવેકભાઈની વાત સાચી છે.

  • Dr.Mahesh Rawal
   Posted જૂન 20, 2009 at 10:24 એ એમ (am) | Permalink

   નમસ્કાર,
   શ્રી પંચમભાઈ
   પહેલાં તો કદાચ નાના મોઢે મોટી વાત ન ગણાય તો સારૂં એ ભયવચ્ચે જણાવવાનું મન થાય છે કે,કલ્પનો બાબતે કોઈ શંકાને સ્થાન નથી-ઘડાયેલ અને કસાયેલ કલમનો પ્રભાવ
   ઊડીને આંખે વળગે જ/અને વળગે ય છે.
   (શ્રી વિવેકભાઈની સાથે સહમત થઈને…)
   આ, જો મારી અભિવ્યક્તિ હોત તો,મેં ચોળીએ,ઢોળીએ,-ને બદલે
   ચોળીશું,ઢોળીશું,-એમ લખ્યું હોત!

  • Posted જૂન 26, 2009 at 9:59 એ એમ (am) | Permalink

   પ્રિય પંચમભાઇ

   ઈપાપા (રાજેન્દ્ર શુક્લ)ને ચર્ચા બતાવતા તે જણાવે છે –

   મત્લાથી કાફિયાની જે યોજના સમજાય તેમા તરત પછીના મત્લા કે શેરમાં ઇષત્ પરિવર્તિત યોજના હોય તો ભાવકની પ્રાથમિક સમજણમાં સ્વાભાવિક પણે થતા ફેરફારને અવશ્ય અવકાશ છે.

   પણ તેમાં જો પ્રથમની જ પ્રાસયોજનાને અનુસરવામાં આવી હોય અને પછી જો પરિવર્તન થાય તો ભાવકનો અપેક્ષાભંગ થવાની સંભાવના છે અને તે સામાન્ય રીતે નિર્વાહ્ય નથી.

   શાસ્ત્રમાં જે કોઈ નિયમો રચાયા છે તે ભાવનપ્રક્રિયાને જ અનુસરીને રચાયા છે એટલે આવા સ્થળે ભાવનની પ્રક્રિયાને જ પ્રમાણભૂત ગણવી જોઈયે.

   મોટા ભાગના ભાવક પ્રાસયોજના વિશે સર્જક જેટલા સભાન નથી હોતા એટલે એમને ભાવનમાં વિઘ્ન પણ ઓછું નડે છે. એમનો આસ્વાદ પાત્રના ઘાટઘૂટ કરતા પાત્રમાં રહેલાં પેય પર વિશેષ આધાર રાખે છે.

   ગુજરાતી ભાષાની પદાવલી સ્વભાવતઃ પ્રાસબહુલ નથી તેથી આ પ્રકારની અને અન્ય છૂટછાટ પણ સહજ અને સ્વાભાવિક બની રહેવાની.

   અને છતાં જેમની શબ્દસંપત્તિ મર્યાદિત નથી તેવા ગુજરાતી ગઝલકારોમાં પ્રાસનાં તત્ત્વની ગવેષણા સતત સક્રિય જોવા મળે છે અને પરિણામે અનેક અપ્રયુક્ત શબ્દો ગઝલમા પ્રયોજાઈ રહ્યા છે તે જોતાં રહેવું પણ ઓછું આહ્લાદ્ક નથી !

   જો કે ગુજરાતી ગઝલકાર પ્રાસસામર્થ્યના પ્રદર્શનથી સંતુષ્ટ નથી અને તેનું લક્ષ્ય ગઝલના અંતસ્ત્ત્ત્વ પ્રત્યે વિશેષ કેન્દ્રિત છે તે પણ આનંદપ્રદ અને ઉપકારક છે.

   ગઝલમાં પ્રાસ તેમ જ છંદનું માહાત્મ્ય જેટલું કરીએ તેટલું ઓછું છે છતાં એટલું જ સામર્થ્ય ગઝલસિદ્ધિ માટે પર્યાપ્ત નથી. તે તરફ
   દુર્લક્ષ્ય કરવા જેવું નથી. બાકી તો वादे वादे जायते तत्त्वबोध: …

   Rajendra Shukla (typed by Dhaivat Shukla)

 21. Posted જૂન 17, 2009 at 2:39 પી એમ(pm) | Permalink

  ગઝલની છેલ્લી બે પંક્તિ બહુ ગમી.

 22. Posted જૂન 17, 2009 at 4:04 પી એમ(pm) | Permalink

  સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
  અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ

  very nice …

 23. Posted જૂન 19, 2009 at 3:57 એ એમ (am) | Permalink

  રચના તો સુંદર છે જ પણ પ્રતિભાવોમાંથી પણ ઘણું જ જાણવાનું અને શીખવાનું મળે છે. સૌને ધન્યવાદ.

 24. Posted જૂન 22, 2009 at 10:45 એ એમ (am) | Permalink

  ખપ પડે, શબ્દોય ઉછીના લાવી બોલીએ,
  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

 25. દાળવાળા જીતેશ
  Posted જૂન 22, 2009 at 1:43 પી એમ(pm) | Permalink

  thnक्ष् 4 visiting my blog

 26. Posted જૂન 22, 2009 at 7:53 પી એમ(pm) | Permalink

  સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
  અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 27. Posted જૂન 23, 2009 at 1:37 પી એમ(pm) | Permalink

  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

  સાવ સાચી વાત કરી, પંચમદા… 🙂

  મકરંદભાઈનાં સૂચન પ્રમાણે ઉલા મિસરાને “ખપ પડે, શબ્દોને પણ ઉધાર લાવીએ” જેવું કરી શકાય.. અને મત્લાનાં દોષનિવારણ માટે કદાચ આમ કરી શકાય – “ને સવારે એમાં પછી હોડી છોડીએ!”….. of course, અંતે તો કવિનો શબ્દ જ આખરી શબ્દ…!!

  ગઝલ તો સુંદર જ છે… દોષનિવારણ થશે એટલે વધુ નિખરશે જ.
  ખાસ તો ગઝલની તંદુરસ્ત ચર્ચા માણવી ઘણી ગમી… આભાર.

 28. Posted જૂન 27, 2009 at 8:38 એ એમ (am) | Permalink

  સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
  અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ!
  very nice Gazal Pancham, Enjoyed

 29. Posted જૂન 29, 2009 at 7:08 પી એમ(pm) | Permalink

  Good Gazal. Enjoyed.

 30. Posted જૂન 30, 2009 at 3:23 એ એમ (am) | Permalink

  પ્રિય પંચમદા,

  તમારી ગઝલ ખૂબ ગમી.આ પંકતિ સૌથી વધારે ગમી.

  ખપ પડે, શબ્દોય ઉછીના લાવી બોલીએ,
  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

  મારે માટે સાચું છે.

  સપના

 31. Posted જૂન 30, 2009 at 10:14 એ એમ (am) | Permalink

  સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
  અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ!

  સુંદર શબ્દો છે. સુંદર રચના

 32. Posted જુલાઇ 12, 2009 at 10:32 એ એમ (am) | Permalink

  કોણી મારીને ભલે કુલડી બનાવીએ,
  ઘી ના ઠામે ઘી ઢળે એવું જ ઢોળીએ!

  ખપ પડે, શબ્દોય ઉછીના લાવી બોલીએ,
  કોને કોને આપણી ભાષા ભણાવીએ?

  સાવ સાચી વાત સાહેબ!

 33. Vivek Kane 'Sahaj
  Posted ઓગસ્ટ 24, 2009 at 8:00 એ એમ (am) | Permalink

  Priya Pancham,

  1. Gazal maaN chnd-vidhan ucchaar pramaaNe nakki thaay, jodNi ke lakhaaN pramaaNe nahiN. Svaabhaavik pathan reeti pramaane ucchaar karsho to jaNaashe ke chand-vidhan kharekhar aam che :-

  GaaLaGaaGaa GaaLaGaaGaa GaaLaGaaLaGaa.

  Tame aapelaa chand-vidhan pramaaNe ek paN misro chand maaN nathi. Luckiely, aakhi gazal matlaa gazal hovaathi, meiN oopar darshavel chand-vidhan aakhi gazal ne lagoo padi jaay che, maate aakhi gazal chand maaN gaNaay.

  4th sher no ulaa misro banne maaNthi ek paN chand-vidhan pramaaNe baraabar nathi. Ene aam kari shakay :-

  Khap padye, shabdo ucheenaa laavi bolie.

  2. Uttam gazalkaaro e badha j kafia kriyaapado naaN hoy, enaathi bachvuN.

  3. Kafiya vishe Rajendrabhai ni vaat saathe huN sahamat chuN.

  Trust you will see the points I have made.

  All the best…Vivek Kane ‘Sahaj’

 34. Posted ઓગસ્ટ 25, 2009 at 9:25 એ એમ (am) | Permalink

  Learned something interesting. Thanks to Mr. Vivek Kane.

 35. Posted ઓક્ટોબર 21, 2009 at 12:44 પી એમ(pm) | Permalink

  પંચમભાઇ…ખૂબ સરસ ……વ્યવસ્થિત કરેલી મહેનત તમારી જમાવટ કરે છે..

 36. Posted ડિસેમ્બર 11, 2010 at 6:21 પી એમ(pm) | Permalink

  સાંભરે! તો પ્રેમથી બંસી બજાવીએ,
  અન્યથા યમુના તટે ગાયો ચરાવીએ!

  ગઝલમાં મસ્તી ના હોય તો મજા ના આવે. સરસ લાગી તમારી આ ગઝલ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: