Category Archives: ગીત

પરસાદી પેડા

♥ પંચમ શુક્લ સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા, મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા. શરીર જેમજ મગજ ઊપરનો મેદ જશે શું? વિદ્યાપન ને વિજ્ઞાપનનો ભેદ જશે શું? પથ્યાપથ્ય વિચારી કરવા આસન વાંકાં-ટેડાં! સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા, મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા. નીચાજોણું ભક્તોની શું આંખો વેઠે? મળે ગગનમાં વિહરવાનું પાંખો પેઠે? […]

વિધુરની તંદ્રા

♥ પંચમ શુક્લ હસી-ખુશીની યાદ સતત સંભારું! વરસોના સરવૈયા અંતે નકરું છે ઉજિયારું! કદીકદીની વડછડ વીસરી મૌન મગન મલ્હારું! હસી-ખુશીની યાદ સતત સંભારું! તમે મૂકો ઍલાર્મ અને હું પહેલા રણકે જાગું; દાતણ પાણી સંજવારીને ચા’ નો પ્યાલો માગું, પણ એ પહેલાં બાથમાં લઈ લઉં ભીનું પાણિયારું! હસી-ખુશીની યાદ સતત સંભારું! તમે બનાવો રસોઈ ને હું વાસણ ધોઈ નાખું; કદીક […]

ટૂંકો પડે છે આજ ઢોલિયો!

♥ પંચમ શુક્લ લૂઆની જેમ મને લાંબો કરે છે મારા ભીતરની ખેંચ અને ટૂંકો પડે છે આજ ઢોલિયો! પહોર પછી પહોર જેમ લંબાતા જાય એમ લંબાતો જાય મારી આંખને ખૂણે ઉગેલ પિયો…. સિંદૂરિયો વાર અને વહેલી સવાર વળી  અન્નપૂર્ણા સંચરી છે કામ પર, સગડી પર ઊકળતું રાખીને દૂધ અને રાખી ભરોસો પૂરો રામ પર; ડાબે ને જમણેથી નાણે […]

મિડલ-ઈસ્ટ ક્રાઈસિસ

♥ પંચમ શુક્લ ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે, આ કોયડો છે એટલો કાતિલ કે એનો ના સહેલો ઉકેલ છે!  રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી; પડછાયા ચાવે છે ઊંટના અઢાર જેવી વાયરાને વળગેલી ઘૂરી, એકીટશે જોઈ રહી નિર્જળ આંખોમાં મરૂભૂમિનું શોણ રેલમછેલ છે! ઢાંકણીમાં પાણી કે પાણીમાં […]

યુનિકૉડ ઉદ્યોગ

♥ પંચમ શુક્લ અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! બિલાડીના ટોપ સમાં અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે ખાદ્ય-અખાદ્ય બ્લોગ. અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને, ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી- બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ. અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! સેલ્ફ-પઝેસ્ડ સંચાર […]

જાત જરા ઢંઢોળો જદુપતિ

♥ પંચમ શુક્લ જાત જરા ઢંઢોળો જદુપતિ, જરાક ખુદને પૂછો: જાગો છો કે ઊંઘો છો કે મૂર્છામાં શું છો? ખોફનાક આ વળાંક ઊપર વાટ નીરખતી ઊભી છે રકઝક; ડુંગરની પાછળ ડૂબ્યા છે રંગકેસરી વરતારા અણથક, વટેમારગુ શોધે કોને? બધા ભોમિયા પડછાયાનાં સૂતક ઓઢીને ગયા ક્યાંક લંબાઈ મૂંડાવી મૂછો. જાત જરા ઢંઢોળો જદુપતિ, જરાક ખુદને પૂછો: જાગો […]

માયાવી સાંઢણીયું

♥ પંચમ શુક્લ માયાવી સાંઢણીયું ઊડતી નિર્જન રણને ગામ, અચકણ ઓઢ્યા ઓળાઓને વેંઢારી સરિયામ ! સાંઢણીયું નિર્જન રણને ગામ! મૂકી ‘મા’ની માયા સઘળી, નામ, ઠામ, મુકામ; અનાથને ઓશિંગણ ઊભી પુનર્વસનની હામ, પવનવેગીલી પૂરણ ઠેકે ઠેકાણું ગુમનામ! સાંઢણીયું નિર્જન રણને ગામ! કાળા અક્ષરની બાંધીને બુકાનીઓ બેજાન; લૂ વીંઝાતી રેતે શેકે વાણીની પહેચાન, રૂંવે રૂંવે આગ સીંચતી આતપમાં અવિરામ! સાંઢણીયું નિર્જન […]

અરણ્ય માચડે

♥ પંચમ શુક્લ ઊંદરની ડાકલીઓ આઘી ઓરી સળવળે, ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે. દેડકાનું ડ્રાઉં ડ્રાઉં બંધ થાય- સોપો પડે; ખડખડતા ખાખરામાં ખડચીતળો આથડે, તમરાંની ત્રમત્રમતી આંગળીએ સ્વેદ વળે. ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે. આગિયાના ઝબકારે ચિત્તો હરણાંને ઝાલે; ઝબકી ઝબકીને ઊંઘ વાંદરોય કેટલી ખાળે? સાવજની ત્રાડ બધીર પડઘાઓ સાંભળે. ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે. વજ્ર, ખડગ, સાંગ, મુશળ- […]

દાદાજી એવું ગાતા

♥ પંચમ શુક્લ ‘કૃષ્ણ કરે તે ઠીક કરે છે’: દાદાજી એવું ગાતા. હજીય જ્યારે સુનમુન થાઉં, મનમાં આવી પડઘાતા. હજીય મારી છીંક મહીં હા, ……………………….. એ છીંકણીની ગંધ તરે; હજીય પોચી કરચલિયાળી …………………………. રોજ હથેળી શીશ ફરે, પગથી માથા સુધી ઓઢી સૂઉં ત્યાં શ્વાસે વાતા. ‘કૃષ્ણ કરે તે ઠીક કરે છે’: દાદાજી એવું ગાતા. ઉભડક […]

NRG સંક્રાંત

♥ પંચમ શુક્લ સોય ઝાટકે, નાકાંમાંથી પ્રકટે વિશ્વપ્રવાસી! રણ, વાદળ ને સાગર ‘રણ્યો  શ્વાસ શ્વાસ ઉચ્છવાસી. મરુ માયાવી છલનાઓનો ચારુ ચાકળો ચીતરવા; તૃષિત આભલાં ટાંકી ટાંકી ત્રાહિત ચખ જઈ અંજાવા, ગર્તાઓમાં ગુણનિધિ રચતો ભાસે અધિક બિભાસી. સોય ઝાટકે નાકાંમાંથી પ્રકટે વિશ્વપ્રવાસી! પવન ઓઢીને દેશાવરથી અંબર ચરખો લાવે; જલધર કરથી મૃણ્મય કોષે નભ અંબાતું વાવે, પછી […]