Category Archives: કાવ્ય

કાવ્ય

ઊજવું વિલાયતમાં હોલી…

♥ પંચમ શુક્લ વિલાયતમાં હોલી… ઊજવું વિલાયતમાં હોલી! સ્મૃતિમંજૂષા ખોલી ચૂંટું પલાશ, કિંશુક, કેસૂ, કેસર; સીંચું શ્વાસ તણું જલ સરર સરર સર, પલ પલ આંખ-મિચૌલી ખીલે રોમ રોમ રંગોલી! વિલાયતમાં હોલી…. ઊજવું વિલાયતમાં હોલી! ડૅફૉડિલનું પીત-વસન ને ચેરીની ચારુ લજ્જાને હિમસંપુટમાં ઘોલી, વિલાયતમાં હોલી… ઊજવું વિલાયતમાં હોલી! તાપું અંગરેજ શી તડતડ બોલી; રંગું રંગરેજ થઈ વાચા-ચોલી, […]

ગતિશીલ વિશ્વ

♥ પંચમ શુક્લ   પડ્યા પડ્યા પથ્થર પ્રસરે! બુંદ બુંદ કાસાર છલે!   ચડે ઊતરે તાડ વધે, સ્થિર ઊભા વડલા વિસ્તરે!   ક્ષણે ક્ષણે જલ મીન સરે, અહર પ્રહર બગલા ઝડપે!   રંગ રંગ બસ પીઠ પરે, ગાય ગગનની સાંજ ચરે!   એક ઠરે ને એક તપે, ધરતીના બેઉ ગાલ ગમે!   15/4/2013

મિચ્છામિ દુક્કડમ

♥ પંચમ શુક્લ ઓણ સાલની પૂરી થઈ છે બાઝાબાઝી, આવ પતાવટમાં કરી લઈએ માફામાફી. બે’ક ઘડીની ઊજવી લઈએ સારાસારી, મન છટકે કે પાછા કરીએ મારામારી. મૌન રહીને થૂંક ગળીને અપવાસી થઈ, અઠ્ઠઈ ઊતરે વહોરી લઈએ ચાખાચાખી. ગાયની ફરતે ગૌરવ ગાને ગરબા લેતા, ક્રમણ-ભ્રમણમાં ખેલી લઈએ લાતાલાતી. દસે દિશાના અંબર વીંટી પરવરીએ ને, ભરી બજારે મચવી દઈએ […]

માને માથે શોકય આણે

♥ પંચમ શુક્લ એક મૂઠી જોડણી, ખાંડી એક એના ધણી. આમ પંપાળે હળુ, આમ લે ચૂંટી ખણી. ખેડમાં ખાતર ભરે, ખાલી રાખે ઓરણી. ગામને વહેંચે ગરથ, ગાંઠ વાળી ને ગણી. મા-ને માથે શોકય આણે, પારકી મા-એ જણી. જૂન ૨૦૦૭ – નેટ પર ચગેલા ઊંઝા-જોડણી-પ્રચારના અતિરેકની સામે એક હળવી  કૃતિ.

ગામ આખું ગઝલના ચાળે છે!

♥ પંચમ શુક્લ ડોઢડાહ્યો બસ એજ ન્યાળે છે, ગાંડપણ કોના કોના ફાળે છે? શબ્દ ચટકે હરેક રુંવાડે, મૌન સંપૂર્ણ આમ એ પાળે છે! હાથ એક એનો ટંકશાળે છે, થોડો નવરો બીજો કપાળે છે.  નાની નાગણ શી વાધરી પગમાં, દંશ દીધા વિનાય ઢાળે છે. થઈ ગયાં ખેતરો ખળાં જંગલ, ગામ આખું ગઝલના ચાળે છે! 21/3/2013

જીન ઉવાચ …

♥ પંચમ શુક્લ ઢોર વિચારે ઢાંખર એટલે શું? કંકર પણ ક્યે શંકર એટલે શું? ગર્દભ ઘોડું ને ઘોડુ ગધેડું- સમજાણું; પણ ખચ્ચર એટલે શું? પડ્યો પવન ફુગ્ગા ને પાંદડાને- પૂછે છે કે અધ્ધર એટલે શું? એક હાકોટે શબ્દ બેલડી થઈ- મૂંગી; પણ ક્યેઃ મંતર એટલે શું? ણવકાર ભણી કાઉસગ્ગને ક્ષણ- જીન ઉવાચઃ પુષ્કર એટલે શું? […]

બંધન

♥ પંચમ શુક્લ  ગરજવાનને અક્ક્લ સાથે બાંધી દીધો, ગાંધીવાદીને ખદ્દર સાથે બાંધી દીધો! ‘અણુ અણુમાં વ્યાપ્ત’ કહી ઉઘાડે છોગ, વિશ્વંભરને પથ્થર સાથે બાંધી દીધો! આંગળીઓએ રમત રમીને કેવો લપેટ્યો? અંગૂઠાને ચપ્પલ સાથે બાંધી દીધો! ચપરાસી શો ચાંપ દબાવી ફરતો રાખ્યો,  પવન-જનકને છપ્પર સાથે બાંધી દીધો! વરસો સુધી  ભટકાયાનું યાદ અપાવે, ઘોબો કેવો ટક્કર સાથે બાંધી દીધો !? ૧૦/૫/૨૦૧૦  

કેટલામું દિલ્હી?

♥ પંચમ શુક્લ સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો! ગિલેટ જેમ જ ગરી ગયાં સોનેરી નામો જોઈ લો! ભીમનું ભાણું હળવું કરતો શકુનિ-મામો જોઈ લો!  તેડું તમાશાનું છે – મૂકી પડતાં કામો – જોઈ લો! બૂંધિયાળ આડો ઊતરેલો બિલ્લો-ઓબામો જોઈ લો! “રઘુપતિ રાઘવ…” રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!  ખૂલ્લી ચકલી બંધ થશે શું ભડભડ […]

એ અદીઠ કશું

♥ પંચમ શુક્લ અદીઠ રૂપ એનું એવું રણઝણાવી જતું, અમીટ દૃષ્ય, પલક જેમ પટપટાવી જતું. ઉઘાડાં હોય દિવસ, રાત, બારેમાસ છતાં, હવાનું ઝોકું બધાં દ્વાર ખટખટાવી જતું. ધરાને રંધ્ર ટપકતાં ગગનનું વ્હાલ સ્વયં, આ રોમ રોમ લીલા સ્પંદ લસલસાવી જતું. હસાવી જાય ઘડીમાં રડાવી જાય વળી, લઈને ખોળે એનાં એજ થપથપાવી જતું. કસોટી પણ કરે […]

પંડને ચડાવી કાંધ

♥ પંચમ શુક્લ પગ-પછાડ ઘુરઘુરાટ ને છીંકોટ છીંક, આંખ ઝીણી, પુચ્છ ઊંચું, ધારદાર ઢીંક. ભૂત-પ્રેત, ચંડ-મુંડ ઊંધ-મૂંધ ઝીંક, ત્રાડ પાડ ને ભગાડ બાર ગાઉ બીક. ફરફરે શિખા, ખભે જનેઉ, હોઠ જાપ, આ બધાં અમોઘ અસ્ત્ર કે ફકત પ્રતીક? કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ, આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક! ડગડગે ડગર, પસીને ન્હાય રેબઝેબ, પંડને ચડાવી કાંધ ચાલતો […]