Category Archives: અંગત

અંગત

પરસાદી પેડા

♥ પંચમ શુક્લ સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા, મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા. શરીર જેમજ મગજ ઊપરનો મેદ જશે શું? વિદ્યાપન ને વિજ્ઞાપનનો ભેદ જશે શું? પથ્યાપથ્ય વિચારી કરવા આસન વાંકાં-ટેડાં! સતર્ક રહીને ખાવા એ પરસાદી પેડા, મધુપ્રમેહને વકરાવે એવા ના કરવા ચેડા. નીચાજોણું ભક્તોની શું આંખો વેઠે? મળે ગગનમાં વિહરવાનું પાંખો પેઠે? […]

ગઝલને ‘સ્વસ્તિ’ દેનારા

♥ પંચમ શુક્લ ગઝલને ‘સ્વસ્તિ’ દેનારા, ગઝલ જેવું કહી તો જો ! બદી શોધ્યા કરે સૌની, બદી તારી કદી તો જો! પીગળતાં મીણને અડકી સફેદીથી ન આઘો જા,  બરફનું ચોસલું આપું, જરા એને અડી તો જો! ભયંકર ભીડમાં ભીંસાય છે એ જણને ખાતર પણ, ધકેલી જાતને તારી, તરફ એની ધસી તો જો! ધમણની જેમ હાંફે […]

૪૩મી વર્ષગાંઠે

♥ પંચમ શુક્લ તમે પાઠવેલી શુભેચ્છા મળી છે, અસર લાગણીની હૃદયમાં ભળી છે. ગણતરી ગણિતની મજા છે ઓ મિત્રો! જીવન જીવવાની મહેચ્છા ફળી છે. અકાળે ઢળ્યાં છે અકડ ડેન્ડેલાયન, વિનત રહી ટકી ડેફોડિલની કળી છે. હવે ચશ્મે-બુલબુલ બની નગ્મ ગાશું, ઝીણું ઝાંખવાને આ નજરો ઢળી છે. તમે મીણબત્તી ધરો હું લખી લઉં, ગઝલ કેકથી પણ […]

ઊજવું વિલાયતમાં હોલી…

♥ પંચમ શુક્લ વિલાયતમાં હોલી… ઊજવું વિલાયતમાં હોલી! સ્મૃતિમંજૂષા ખોલી ચૂંટું પલાશ, કિંશુક, કેસૂ, કેસર; સીંચું શ્વાસ તણું જલ સરર સરર સર, પલ પલ આંખ-મિચૌલી ખીલે રોમ રોમ રંગોલી! વિલાયતમાં હોલી…. ઊજવું વિલાયતમાં હોલી! ડૅફૉડિલનું પીત-વસન ને ચેરીની ચારુ લજ્જાને હિમસંપુટમાં ઘોલી, વિલાયતમાં હોલી… ઊજવું વિલાયતમાં હોલી! તાપું અંગરેજ શી તડતડ બોલી; રંગું રંગરેજ થઈ વાચા-ચોલી, […]

અગમનિગમ કૈં ઝળકે રે!

♥ પંચમ શુક્લ લખતર, લખપત કે હો લંડન, અલખ-લખણ કૈં ઝળકે રે! ફજરફાળકે રીડિયારમણે ગવન કવન કૈં ઝળકે રે! સહજ, સરળ સહુ સૂણીસૂણીને ચીકટ રસાનુભવમાં રસબસ, સાક્ષર એવમ્ સ્વાંત નિરક્ષર ઇસમ કિસમ કૈં ઝળકે રે! ભાવકોષથી ભર્યાંભાદર્યાં વિશ્વનિવાસીને કોઠે, ભોજન, જલસા અને ડાયરા પળ પ્રતિપળ કૈં ઝળકે રે! શુકરાય, ધરમસુર, મુસાભાઈના ઉરમાં અપરંપાર કરુણા, પંચકોટિનું […]

લોચન કરીને બંધ

♥ પંચમ શુક્લ લોચન કરીને બંધ એ જ્યાં લાલ થઈ ગયાં, દરિયો આલિંગતી નદીનું વ્હાલ થઈ ગયાં. એ ચોતરફથી એવા માલામાલ થઈ ગયાં, જાણે કે ગુલમહોર તણો ફાલ થઈ ગયાં. શ્વાસોનાં પૂરને અધરથી ખાળવાં છતાં, અત્તરથી તરબતર કોઈ રૂમાલ થઈ ગયાં. ધબકારા હૃદયના વધીને એટલા વધ્યા, તોખાર અંગેઅંગના રેવાલ થઈ ગયા. સંકોરી લઈને સઘળું ભીતર […]

છાયા

♥ પંચમ શુક્લ કોઈ દેખે હિજાબની છાયા, કોઈ પેખે શબાબની છાયા! રાખીને ફૂલછાબે ધંતૂરો, માણવાની ગુલાબની છાયા! જાગૃતિની જ રમ્ય તંદ્રાનું, નામ બીજું શરાબની છાયા! જાગવા પણ ન દે ન સૂવા દે, પુષ્ટ વક્ષાળી ખ્વાબની છાયા! શિર ઉપર આસમાની ચામર ને, કોણી હેઠળ તુરાબની છાયા! એક નળિયું ને એક ચાંદરણું, રાતભર બસ જનાબની છાયા! એક […]

બંદિશ ગીતિ

♥ પંચમ શુક્લ લીલું લીલું-લીલું, લીલું લીલું-લીલું! લીલું લીલું બગીચાનું ઘાસ ગમે, પતંગિયા ઊડે ઊડાઊડ કરે, ઓસ ઓસરી ભાત પાંખ ભરે, વાયુ ગેલ કરી સાથ સાથ રમે! ૪ – ૨ – ૨૦૧૭

ગતિશીલ વિશ્વ

♥ પંચમ શુક્લ   પડ્યા પડ્યા પથ્થર પ્રસરે! બુંદ બુંદ કાસાર છલે!   ચડે ઊતરે તાડ વધે, સ્થિર ઊભા વડલા વિસ્તરે!   ક્ષણે ક્ષણે જલ મીન સરે, અહર પ્રહર બગલા ઝડપે!   રંગ રંગ બસ પીઠ પરે, ગાય ગગનની સાંજ ચરે!   એક ઠરે ને એક તપે, ધરતીના બેઉ ગાલ ગમે!   15/4/2013

મિચ્છામિ દુક્કડમ

♥ પંચમ શુક્લ ઓણ સાલની પૂરી થઈ છે બાઝાબાઝી, આવ પતાવટમાં કરી લઈએ માફામાફી. બે’ક ઘડીની ઊજવી લઈએ સારાસારી, મન છટકે કે પાછા કરીએ મારામારી. મૌન રહીને થૂંક ગળીને અપવાસી થઈ, અઠ્ઠઈ ઊતરે વહોરી લઈએ ચાખાચાખી. ગાયની ફરતે ગૌરવ ગાને ગરબા લેતા, ક્રમણ-ભ્રમણમાં ખેલી લઈએ લાતાલાતી. દસે દિશાના અંબર વીંટી પરવરીએ ને, ભરી બજારે મચવી દઈએ […]