કેટલામું દિલ્હી?

♥ પંચમ શુક્લ

સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
ગિલેટ જેમ જ ગરી ગયાં સોનેરી નામો જોઈ લો!
ભીમનું ભાણું હળવું કરતો શકુનિ-મામો જોઈ લો! 
તેડું તમાશાનું છે - મૂકી પડતાં કામો - જોઈ લો!
બૂંધિયાળ આડો ઊતરેલો બિલ્લો-ઓબામો જોઈ લો!
"રઘુપતિ રાઘવ..." રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો! 

ખૂલ્લી ચકલી બંધ થશે શું ભડભડ બંબો બૂઝશે? 
આખું કોળું શાક મહીં શું જતાં જતાં યે બચી જશે? 
મુનશી ને કોઠારી જેવો નિપુણ રામો જોઈ લો!
પાણીમાં પતાસાં તળતો ખાનસામો જોઈ લો!
સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
"રઘુપતિ રાઘવ..." રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!

સડસઠ ઉંબર ઠેક્યા કેડે અડસઠ તીરથ જાતરા,
ત્રણનું ત્રેખડ સૂન શિખરનાં રચે ચઢાણો આકરાં,
કાશીને કરવત મેલાવે એવો વિસામો જોઈ લો!
(શું) મફલર બુનનારો કેળવશે હાડચામો ? જોઈ લો! 
સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
"રઘુપતિ રાઘવ..." રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!

11/2/2015

* "નિરીક્ષક", 16 ફેબ્રુઆરી 2015માં પ્રકાશિત 

ps-feb-2015
Advertisements

7 Comments

 1. Posted February 14, 2015 at 9:52 pm | Permalink

  Khub j yatharth katsksh rachna..enjoyed.

 2. Posted February 15, 2015 at 4:03 pm | Permalink

  સાંપ્રત સમયને અનુલક્ષીને વક્રતાની ચરમ સીમાને અાંબતી ઉત્કૃષ્ટ રચના. મારા તમને દિલી અભિનંદન.

 3. કીર્તિકાન્ત પુરોહિત્
  Posted February 16, 2015 at 5:49 am | Permalink

  વાહ પંચમભાઇ. તમારી આગવી શૈલીમાં તમે દિલ્હી અનોખું ચિતરિયું શબ્દચિત્રમાં.

 4. અશોક જાની 'આનંદ'
  Posted February 16, 2015 at 1:46 pm | Permalink

  વાહ.. મજાની કટાક્ષથી ભરી ભરી રચના..

 5. Sudhir Patel.
  Posted February 24, 2015 at 7:57 pm | Permalink

  Enjoyed your poem with sharp satire!

  Sudhir Patel.

 6. pragnaju
  Posted June 24, 2015 at 5:41 pm | Permalink

  આગવી સૈલીમા રમુજી કટાક્ષ રચના માણી આનંદ
  સાવરણીએ ઝપટાયેલો જરકશી જામો જોઈ લો!
  “રઘુપતિ રાઘવ…” રાખ વડે ઊટકાતાં ઠામો જોઈ લો!
  આધાત લાગે તેવી વાત વિગલીત થઇ રમુજમા ફેરવાઇ ગઇ

 7. Posted July 10, 2015 at 5:47 am | Permalink

  અખાની અવળી વાણીનો સ્વાદ લીધો છે અને હવે પંચમની પસ્તાળ ઓંછી ઉતરે તેવી નથી. ભાષાનું તદ્દન નવું પોત અને સર્વ પરિમાણોમાં ખરી ઉતરતી કવિતા. ગમે છે.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: