એ અદીઠ કશું

♥ પંચમ શુક્લ

અદીઠ રૂપ એનું એવું રણઝણાવી જતું,
અમીટ દૃષ્ય, પલક જેમ પટપટાવી જતું.

ઉઘાડાં હોય દિવસ, રાત, બારેમાસ છતાં,
હવાનું ઝોકું બધાં દ્વાર ખટખટાવી જતું.

ધરાને રંધ્ર ટપકતાં ગગનનું વ્હાલ સ્વયં,
આ રોમ રોમ લીલા સ્પંદ લસલસાવી જતું.

હસાવી જાય ઘડીમાં રડાવી જાય વળી,
લઈને ખોળે એનાં એજ થપથપાવી જતું.

કસોટી પણ કરે એ એટલી જ ટાઢકથી,
શરીરે દાહ દઈ દાંત કડકડાવી જતું.

૨/૮/૨૦૦૯

છંદોલય – લગાલ ગાલલગા ગાલગાલ ગાલલગા

Advertisements

9 Comments

 1. pragnaju
  Posted જાન્યુઆરી 12, 2015 at 3:42 પી એમ(pm) | Permalink

  અદીઠ રૂપ એનું એવું રણઝણાવી જતું,
  મત્લા ને માણતા જ મગજમાં ગૂંજી રહેલો રણકાર , ચેતા તંત્રના આ સર્વોચ્ચ શિખરને રણઝણાવી નાંખતો અનુભવી શકાયો.મનોમંથનના એક નવા તારને રણઝણાવાયો…! લલ્લા ની દીવ્યવાણી ગૂંજી…
  नाथा पाना ना पर्जाना
  साधित् बाधिम् एह् कुदेह ॥
  चि मु चू मि मिलो ना जाना
  चू कु मु कु क्यों सन्देह् ॥

  અને સાવ અદીઠ ખૂણે ખૂણો પણ… એકાદ નાનકડો કણ..
  એની ગંધ માત્રથી.. ખોળી કાઢતી થઇ ગઇ કીડી હું
  જેવો ભાવ થયો તેવો ચીતરી કાઢ્યો !

 2. Posted જાન્યુઆરી 12, 2015 at 4:02 પી એમ(pm) | Permalink

  અદીઠ એ રૂપ ….નજરે ઊભરે પછી?
  શબદની તાકાત સૌ ઓસરાવી જતું.

 3. Posted જાન્યુઆરી 12, 2015 at 5:23 પી એમ(pm) | Permalink

  સુંદર કાવ્ય -ગઝલ રચના

 4. mehta
  Posted જાન્યુઆરી 12, 2015 at 5:38 પી એમ(pm) | Permalink

  superb creator,s (bhagawan) archana.

 5. કીર્તિકાન્ત પુરોહિત્
  Posted જાન્યુઆરી 13, 2015 at 7:01 એ એમ (am) | Permalink

  ધરાને રંધ્ર ટપકતાં ગગનનું વ્હાલ સ્વયં,
  આ રોમ રોમ લીલા સ્પંદ લસલસાવી જતું.

  શબ્દ શણગાર અને શરારત બધામાં ચડિયાતી ગઝલ. વાહ…

 6. Posted જાન્યુઆરી 23, 2015 at 12:42 એ એમ (am) | Permalink

  સુંદર મક્તા! દરેક શેર ગમી જાય એવાં છે.

 7. Sudhir Patel
  Posted જાન્યુઆરી 24, 2015 at 1:37 એ એમ (am) | Permalink

  Vaah! Khub sundar Gazal!!

 8. Posted જાન્યુઆરી 31, 2015 at 5:59 પી એમ(pm) | Permalink

  ષોડશી શી ચેતના ઝાંઝર ઝણકારતી ચાલી જતી હોય એમ અા ગીત-ગઝલ મનભાવનરૂપે મારા અંતરને મૃદુ કરથી સ્પર્શી ગઇ છે.અાનંદ+ અાભાર.

 9. Posted મે 28, 2015 at 10:53 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  તમે શબ્દ દ્વારા ચિત્ર ઊભું કરી શકો છો!
  આ વધુ એક ઉદાહરણ મૂક્યું તમે.
  -’પ્રમથ’


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: