પન્નગ

♥ પંચમ શુક્લ

એ ઉપરથી સ્નિગ્ધ, સાલસ, સંત ને સંમોહી લાગે,
શબ્દ પણ એવા પ્રયોજે  કે નગદ નિર્મોહી લાગે.

એ નમે, વંદે, વખાણે- સ્પર્શ પણ કોમળ કરે,
ભોણમાં સરકે કે એનું ભૂરું થાતું લોહી લાગે.

મે ૨૦૧૦

પન્નગ: સર્પ –> પદ્ ( પગ ) + ન ( નહિ/વગર ) + ગ (ગમન કરનાર )

Advertisements

8 Comments

 1. pragnaju
  Posted નવેમ્બર 4, 2014 at 2:54 પી એમ(pm) | Permalink

  ખૂબ સુંદર
  ભોણમાં સરકે કે એનું ભૂરું થાતું લોહી લાગે. સહજ સમજાય કે બહારથી ભલો લાગે પણ ગમે ત્યારે દગાબાજ નીવડી શકે તેવા દુષ્ટની વાત છે પરંતુ હંમેશ જેમ શ્રી પંચમભભાઇ ના શબ્દ પ્રયોગો આપણામા અનેક વિચાર તરંગ જન્માવે યાદ આવે પ્રાર્થના
  પન્નગ ભુષણ સદા શિવા
  પન્નગ શયના નારાયણા હર ઓમ..
  દગ દ્ધગ દ્ધગ ધગધગ દીવ્યતિ સતિ ભૂષા પન્નગ રત્ન પ્રકરે દ્યુતિમતિ
  ક્રમ ક્રમં ત્વથ મુહુર્મુહુઃ કિલ મયિ સુષુમ્ન નાડી સમગ્ર દીપ્તા વુદ્યતિ
  પન્નગ અસ્ત્રઃ- મંત્ર બોલીને આ બાણ દ્વારા સાંપ પૈદા કરવામાં આવતા હતા, જે નક્કી કરેલા લક્ષ્યને ઝેરના પ્રભાવથી નિશ્ચેત કરી દેતા હતા. તેની કાટ ગરુડઅસ્ત્રથી જ શક્ય હતી. રામાયણમાં ભગવાન રામ અને લક્ષ્મણ પણ આના જ રૂપ નાગપાશના પ્રભાવથી મૂર્છિત થયા હતા અને ગરુડદેવે આવીને તેમને મુક્તિ અપાવી હતી.
  ભોણ વાંચી મેઘાણીની ’માણસાઇના દીવા’ ની વાત ‘આટલા ભોરીયુ ભેગા હોય પછી કીડીનું ભોણ સું કામ ગોતવું પડે ? પ્રશ્ન હતો આ વ્યંગ.મર્મ,વક્રોક્તિ, વિપરીતતા, મહેણું. ઠીઠીયારો. રમુજ કે શબ્દશ્લેષ ?

 2. himanshupatel555
  Posted નવેમ્બર 5, 2014 at 12:40 એ એમ (am) | Permalink

  સરસ સરળ અને રસળતા શબ્દમાં સાપ અનુભવાડ્યો.

 3. riteshmokasana
  Posted નવેમ્બર 5, 2014 at 8:31 એ એમ (am) | Permalink

  khub saras !

 4. અશોક જાની 'આનંદ'
  Posted નવેમ્બર 5, 2014 at 10:07 એ એમ (am) | Permalink

  વાહ, સુંદર મુક્તક… સર્પને મજાનો વ્યાખ્યાયિત કર્યો છે પન્નગ નો અર્થ સ6પ કે નાગ થતો એ ખબર હતી,
  પન્નગ ની સંધિ છુટી પાડી સરસ રીતે સમજાવ્યું… !!

 5. Posted નવેમ્બર 6, 2014 at 10:06 પી એમ(pm) | Permalink

  મનભાવન મુક્તક. सत्यम् शिवम् सुंदरम् ।

 6. Kirtikant Purohit
  Posted નવેમ્બર 7, 2014 at 6:51 એ એમ (am) | Permalink

  વાહ્..પંચમભાઇ. એક નવા શબ્દની જાણ સાથે તમે એનો અદ્વિતિય પરિચય દીધો અને તે પણ કાવ્યમય.અદ્ભૂત…

 7. Sudhir Patel
  Posted નવેમ્બર 8, 2014 at 6:20 પી એમ(pm) | Permalink

  Khub sundar!

  • કીર્તિકાન્ત પુરોહિત્
   Posted જાન્યુઆરી 13, 2015 at 7:04 એ એમ (am) | Permalink

   Wah…Wah…


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: