પંડને ચડાવી કાંધ

♥ પંચમ શુક્લ

પગ-પછાડ ઘુરઘુરાટ ને છીંકોટ છીંક,
આંખ ઝીણી, પુચ્છ ઊંચું, ધારદાર ઢીંક.

ભૂત-પ્રેત, ચંડ-મુંડ ઊંધ-મૂંધ ઝીંક,
ત્રાડ પાડ ને ભગાડ બાર ગાઉ બીક.

ફરફરે શિખા, ખભે જનેઉ, હોઠ જાપ,
આ બધાં અમોઘ અસ્ત્ર કે ફકત પ્રતીક?

કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ,
આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!

ડગડગે ડગર, પસીને ન્હાય રેબઝેબ,
પંડને ચડાવી કાંધ ચાલતો પથિક!

માર્ચ/એપ્રિલ ૨૦૦૯

છંદોવિધાનઃ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ ગાલ

Advertisements

22 Comments

 1. Posted ઓગસ્ટ 18, 2014 at 8:17 પી એમ(pm) | Permalink

  આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!

  દીપક

 2. pragnaju
  Posted ઓગસ્ટ 19, 2014 at 12:57 એ એમ (am) | Permalink

  પૂજા-પાઠ, કર્મકાંડ આ બાબતો જેટલી દૈહિક છે તેનાથી વધારે મનોભાવાત્મક છે અને આ કારણે તેના એક પ્રકારના પવિત્ર વાઈબ્રેટિંગ વેવ્સ ઉભા કરવા માટે આવા રિવાજો અસ્તીત્વમાં રખાયા છે ત્યારે દરેક ક્ષેત્રમા ઉંટવૈદ્ય હોય છે તેમ
  કર્મકાંડીઓમા પણ
  ફરફરે શિખા, ખભે જનેઉ, હોઠ જાપ,
  આ બધાં અમોઘ અસ્ત્ર કે ફકત પ્રતીક? વાળા ધનવાન થવા ધંધા માટે
  કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ,
  આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!
  અને કેટલીવાર તો
  ડગેડગે ડગર, પસીને ન્હાય રેબઝેબ,
  પંડને ચડાવી કાંધ ચાલતો પથિક! જેવા જોવામાં આવે છે
  છેલ્લી પંક્તી યાદ આપે
  હુએ મરકે હમ જો રુસવા, હુએ ક્યું ના ગરકે દરિયા
  ન કભી જનાજા ઊઠતા, ન કહી મજાર હોતા…’
  એક કવિએ તો
  કંધા તક નહીં કોઇ હમારી લાશકો
  ખુદાકે દરબારમેંભી ચલતે જાયે ક્યા ?
  ન સમજાય તેવી સારવારને કેટલાક આત્મરાગે રત થવાનો માર્ગ ન ગણે ત્યારે અમારા કવિવર રાજેન્દ્ર શુક્લના દિકરા ધૈવત અને જાજ્વલ્ય પ્રાણિક હિલિંગના હિલર અને ટ્રેનર છે.

 3. sapana53
  Posted ઓગસ્ટ 19, 2014 at 6:00 એ એમ (am) | Permalink

  કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ,
  આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!wahhh saras ghana samy pachhi panchamda!!

 4. Posted ઓગસ્ટ 19, 2014 at 6:47 એ એમ (am) | Permalink

  સુંદર !

 5. Posted ઓગસ્ટ 19, 2014 at 8:34 એ એમ (am) | Permalink

  શુકલ માંથી લીલા થયા તોય બ્રાહ્મણના બ્રાહ્મણ રહ્યા .
  અમદાવાદ પોલીસમાં એક ઉમિયાશંકર ભાઈ હતા .
  તેમને એક વખત નાઈટ રોન ની નોકરી આવી .
  શિયાળાના દિવસો હતા .ઉમિયાશંકર અને એક બે બીજા પોલીસ વાળા રાતના બે એક વાગે પાલડી ચાર રસ્તા પાસે ઉભા હતા .ટામેટાની સીઝન એટલે ગામડેથી ખેડૂતો બળદ ગાડામાં ટામેટાના ટોપલા ભરી ભરીને મોટી માર્કેટમાં વેચવા આવે ,તેઓ પાસે પોલીસ વાળા ટામેટા માગવા જાય એટલે તૂટલાં ટામેટા થોડાક આપે . ઉમિયાશંકર થોડા વધુ ટામેટા માગવા ગયા .ખેડૂત બોલ્યો ભિખારી છો સરકાર પગાર નથી આપતી ? ઉમિયા શંકરને ગુસ્સો આવ્યો પણ તેઓ ચુપ રહ્યા .
  એક હિંમતલાલ પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા . હિંમત લાલને પ્રમાણિક કહી શકાય એવા હતા તેની વહુ બકરીયું ચરાવે તેજસ્વી કોલેજીયન દીકરા પાસે ઝાડ ઉપર ચડાવી સુકા લાકડા પડાવે પણ કોઈને વાંકમાં લઈને પાંચ રૂપિયા પડાવીને ખીસામાં નોમુકે .
  ઉમિયા શંકરે હિંમત લાલને ટામેટાના કડવા અનુભવની વાત કરી . હિંમત લાલને ખેડૂત નાં અપમાન જનક શબ્દો માટે ખેડૂત ઉપર ગુસ્સો આવ્યો અને ભિખાર વેળા માટે ઉમીયાશંકર ઉપર ગુસ્સો આવ્યો . હિંમત લાલે ઉમિયા શંકરને કીધું કાલે રાતના હું સુત બુટ લગાવીને આવીશ મને જોઇને તમે મને સલામ કરજો પછી શું કરવું એ ઉમિયા શંકરને અને સાથી પોલીસને સમજાવી દીધું .
  મેં મનમાં વિચાર કર્યો કે આજે મારે ઉમિયા શંકર નાં ભિખારી વેળા છોડાવવા માટે થોડું પાપ કરવું પડશે .મેં ઉમિયા શંકરને કીધું કે જે ખેડૂત તમને ભિખારી કહેતો હતો એ ખેડૂતને મને દુરથી ઓળખાવજો .
  હું રાતના બે વાગ્યે પાલડી ચાર રસ્તે પહોંચ્યો ગાડાં દેખાણા એટલે હું પોલીસો પાસે ગયો। એક પોલીસે મને સલામ કરી હું બધા પોલીસો લઈને ગાડા વાળા પાસે ગયો .ગાડાં ઉભા રખાવી બળદો જોવા માંડ્યો ઉમિયા શંકરને ભિખારી કહેનાર ખેડૂતને જોઇને પોલીસને કીધું આ ખેડૂતને બળદ સાથે પોલીસ સ્ટેશને લઇ આવો કેમકે બળદ ચોરીની જે ફરિયાદ આવી છે એ બળદના જેવો આ બળદ લાગે છે .એટલી સુચના કરી હિંમત લાલ સાહેબ તો જતા રહ્યા ખેડૂત કરગર્યો અને સાહેબ માટે પોતાની પછેડીમાં બાંધી આપ્યા અને જે હાજર હતા એ બધાને થોડા થોડા ટમેટા આપ્યા એક પોલીસે ખેડૂતને કીધું તમ તમારે જાઓ એતો હું સાહેબને ઉઠા ભણાવી દઈશ . મેં ઉમિયા શંકરને કીધું જે ખેડૂતે તમને ભિખારી કહ્યા હતા તે કેવો ઢીલો ઢફ થઇ ગયો .

 6. Jawahar Baxi
  Posted ઓગસ્ટ 20, 2014 at 5:36 એ એમ (am) | Permalink

  Dear Pancham , Vipul and Pravinbhai

  I am coming to Uk from 3rd to 15 September 2014.I do hope to meet you all sometime during my visit.

  It is too short a notice to organize my Gazal Mehfil Baithak , but if materializes, do let me know

  kind regards
  jawahar baxi
  0091 9833 687 620

  Date: Mon, 18 Aug 2014 17:50:43 +0000
  To: baxi_jawahar@hotmail.com

 7. અશોક જાની 'આનંદ'
  Posted ઓગસ્ટ 20, 2014 at 7:21 એ એમ (am) | Permalink

  ફરફરે શિખા, ખભે જનેઉ, હોઠ જાપ,
  આ બધાં અમોઘ અસ્ત્ર કે ફકત પ્રતીક?….
  વાહ..! પંચમભાઇ

  ઘણા સમયના અંતરાલ પછી તમારી રચના વાંચવા મળી.. અદભૂત…!! કાફિયાનું ચયન અને પ્રયોજન બન્ને..

 8. Rutul
  Posted ઓગસ્ટ 20, 2014 at 10:04 એ એમ (am) | Permalink

  વાહ કવિ, ક્યા બાત હૈ! આખી કવિતા સુંદર છે પણ મારી ફેવરીટ પંક્તિઓ આ છે –

  કર્મકાંડ, ધર્મધાડ, વેવલો વદાડ,
  આત્મરાગે રત થવાનો માર્ગ ક્યાં છે ઠીક!

  પંડને ચડાવ કાંધ – વાહ. પોતાનું માનવપણું-જાનવરપણું, શ્રદ્ધા-અંધશ્રધ્ધા-દેખાડા, ચિંતા-ફિકર-તાણ વધુ બાંધીને પોતાના જ ખભે ઉઠાવીને ફરતા લોકોનું દ્રશ્ય મજબૂત રીતે ઉપસે છે. આ પરથી એવું લાગે છે કે ‘પંડને કાંધે’ ચઢાવેલા લોકોનું સરનામું હોય છે શહેર. શું કહો છો?

  • Posted ઓગસ્ટ 20, 2014 at 10:58 એ એમ (am) | Permalink

   આભાર ઋતુલ.
   ‘પંડને કાંધે’ ચઢાવેલા લોકોનું સરનામું હોય છે શહેર. ક્યા બાત હે!

 9. Sudhir Patel
  Posted ઓગસ્ટ 20, 2014 at 7:37 પી એમ(pm) | Permalink

  નવીનતા સભર સુંદર ગઝલ!

  છંદ પણ ઓછો વપરાશમાં હોય એ છે, પરંતુ આખરી શે’રના ઉલા મિસરામાં ‘ગાલ’ ને બદલે ‘લગા’ થાય છે.

  જોકે મારું માનવું છે કે ‘ડગેડગે’ ને બદલે ‘ડગડગે’ હશે, જે મિસરાને છંદબધ્ધ રાખે છે!

  અભિનંદન!

  સુધીર પટેલ

 10. Kirtikant Purohit
  Posted ઓગસ્ટ 21, 2014 at 6:57 એ એમ (am) | Permalink

  વાહ્. પંચમ્ભાઇૢ તમારી ગઝલોનો મિઝાજ જ ઑર છે.બહુ જ મઝા આવી વાંચવાની.

 11. Posted ઓગસ્ટ 30, 2014 at 7:13 એ એમ (am) | Permalink

  ખુબ જ સરસ રજૂઆત

 12. Posted સપ્ટેમ્બર 3, 2014 at 1:43 એ એમ (am) | Permalink

  વ્યંગ, આક્રોષ ને સંદેશ સરસ રીતે પ્રગટ થયા છે..શ્રી પંચમભાઈ.

  કર્મકાંડ એક સામાજિક જરૂરીયાત હતી ને ક્રમશઃ ચોપડવાની દવા પી જતાં , જેમ અજુગતું બને એવી દશા થઈ ગઈ. અત્યારે જે મનોરંજન માટેના રસ્તા છે..તે પણ નિરંકુશ રીતે ,પ્રજાને અધોગતિ તરફ લઈ

  જઈ રહ્યા છે..કોઈક વૈચારિક મનોમંથન કરવું જ રહ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: