કૃતક ગતકડાઓમાં

♥ પંચમ શુક્લ

નિત્ય કૃતક ગતકડાઓમાં સમય બગાડ મા,
માણ રમત, રમકડાઓમાં સમય બગાડ મા.

શ્વાસ ઊંડા લઈ અને તું ફેફસાને તર કરી દે,
કાગઝી આ ફરકડાઓમાં સમય બગાડ મા.

કાં હસી લે ખડખડાટ, કાં મૂકી દે પોક તું,
હોઠ-બીડ્યાં-મરકડાઓમાં સમય બગાડ મા.

રોજ રચે છે સમાજ એક નવી વિટંબણા,
શીખ લઈ લે, સબકડાઓમાં સમય બગાડ મા.

છે જ સુખનવર ભલા તું વ્યર્થ ના ઉડાડ થૂંક,
તર્ક પીતા તરકડાઓમાં સમય બગાડ મા.

૧૭/૭/૨૦૦૯

છંદોવિધાનઃ ગાલલગા ગાલગાલ ગાલગાલ  ગાલગા

Advertisements

29 Comments

 1. sapana53
  Posted માર્ચ 24, 2014 at 9:08 પી એમ(pm) | Permalink

  wahhhh saras gazal ..kafiya gamya

 2. pragnaju
  Posted માર્ચ 24, 2014 at 11:27 પી એમ(pm) | Permalink

  સર સર કરતો સમય ક્યારે હાથમાંથી સરી જશે એનું ભાન નહીં રહે અને પસ્તાવાનો વારો આવશે. સમય તો અમૂલ્ય છે. એને જેમ-તેમ વેડફી વ્યર્થ ન બનાવો. તમારી એક-એક પળ કીમતી છે. તેથી સમયનો સદુપયોગ કરી જ્યારે જે કંઈ કરવાનું મન થાય ત્યારે તત્કાળ કરી લો. ઘણા માણસો ગપ્પાં મારવામાં, નકામી ટીવી સિરિયલો જોવામાં, ઊંઘવામાં, પારકી પંચાતમાં નવરાધૂપ થઈ સમય વેડફે છે.
  આ વાત આદિકાળથી સાંભળતા આવ્યા છે જે કવિશ્રી અહીં મત્લામા સચોટ રીતે કહે છે
  નિત્ય કૃતક ગતકડાઓમાં સમય બગાડ મા,
  માણ રમત, રમકડાઓમાં સમય બગાડ મા.
  એને બદલે જીવનમાં સક્રિય બનીએ. કંઈક સારું કામ કરીશું કે કોઈને ઉપયોગી થઈશું તો જીવનમાં સંતોષ મળશે. તેથી જીવનની પળ-પળને માણો.બધી જ ગતિ અને સલામતી આપણા હાથમાં છે તેવું માનવાની ભૂલ ન કરવી. જિંદગી જીવવા માટે છે. તેને બરોબર જીવો, માણીને જીવો.
  આ વાતની અસરકારક રીત
  કાં હસી લે ખડખડાટ, કાં મૂકી દે પોક તું,
  હોઠ-બીડ્યાં-મરકડાઓમાં સમય બગાડ મા.
  ઘણા લોકો કામકાજમાં ખૂબ સમય બચાવે છે અને પછી બચેલા સમયનો બગાડ કરે છે ! પચાસ મિનિટ દોડે છે અને કલાક સુધી થાક ઉતારે છે. સમયને સારી રીતે વાપરતાં આવડતું નથી. આજે આપણે એવી કેટલીક વાતોનો વિચાર કરવાનો છે જેનો જાણે-અજાણે બગાડકરતા રહીએ છીએ
  न कालस्य प्रियः कश्चिन्न द्वेष्योऽपि कपीश्वर।
  कालः कालयते सर्वान्सर्वः कालेन बध्यते॥
  તે વાત કહેવાનો અંદાજ
  શ્વાસ ઊંડા લઈ અને તું ફેફસાને તર કરી દે,
  કાગઝી આ ફરકડાઓમાં સમય બગાડ મા.

  છે જ સુખનવર ભલા તું વ્યર્થ ના ઉડાડ થૂંક,
  તર્ક પીતા તરકડાઓમાં સમય બગાડ મા.
  મક્તાએ તો ગાલીબસાહેબની યાદ આપી
  ‘હૈ ઔર ભી દુનિયામેં સુખનવર બહોત અચ્છે,
  કહતે હૈં કિ ગાલિબકા હૈ અંદાજે બયાં ઔર…’
  આ લખતી વખતે મનમા ગુંજતુ હતું
  સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા

 3. Posted માર્ચ 25, 2014 at 12:13 એ એમ (am) | Permalink

  મજા આવી. વાત તો સાવ સાચી કહી છે !

 4. Sudhir Patel
  Posted માર્ચ 25, 2014 at 1:22 એ એમ (am) | Permalink

  Enjoyed your very unique gazal!
  Sudhir Patel.

 5. Posted માર્ચ 25, 2014 at 3:45 એ એમ (am) | Permalink

  વાહ પંચમભાઇ,
  આદેશાત્મક રદિફ લઇને સરસ વાત મૂકી…
  કાં હસી લે ખડખડાટ, કાં મૂકી દે પોક તું,
  હોઠ-બીડ્યાં-મરકડાઓમાં સમય બગાડ મા.
  – આ બહુ ગમ્યું.

 6. Posted માર્ચ 25, 2014 at 5:14 એ એમ (am) | Permalink

  Good one

  Sent from Samsung tablet

 7. Kirtikant Purohit
  Posted માર્ચ 25, 2014 at 6:45 એ એમ (am) | Permalink

  વાહ પંચમભાઇ. નવો જ ઉન્મેષ અને સાવ નવા કાફિયા સાથે તાજગીભરી ગઝલ. મઝા આવી ગઇ.

 8. Posted માર્ચ 25, 2014 at 7:17 એ એમ (am) | Permalink

  IT IS NOW HIGH TIME FOR YOU TO PUBLISH YOUR BOOK.NAHAK SAMAY BAGAD MA

  • Posted માર્ચ 26, 2014 at 10:35 એ એમ (am) | Permalink

   વાત સાચી છે સુભાષભાઈ. પહેલા બધું ભેગું કરવા જેવું છે. સૂચન ધ્યાનમાં લઈશ.

 9. અશોક જાની 'આનંદ'
  Posted માર્ચ 25, 2014 at 10:59 એ એમ (am) | Permalink

  નવતર કાફિયાનો સુંદર વિનિયોગ…!! સરસ ગઝલ…

 10. krushna dave
  Posted માર્ચ 25, 2014 at 12:15 પી એમ(pm) | Permalink

  sachi vat aapne  ghano samay bagadie chhie .

  krushna dave

 11. sunilshah
  Posted માર્ચ 25, 2014 at 5:35 પી એમ(pm) | Permalink

  ખૂબ સુંદર ગઝલ. કાફિયાની નાવિન્યતા અને વિચારોની તાજગી સ્પર્શી ગઈ.

 12. Posted માર્ચ 27, 2014 at 6:31 પી એમ(pm) | Permalink

  વાતમાં જ વાત એવી કહી દીધી

  પંચમ પ્રમાણી જાત જ સુખ સજી.

  સરસ વાત ,આપના અંદાજમાં શ્રી પંચમભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)
  welcome to..
  કાવ્ય સંગ્રહ-’ઉપવન’…રમેશ પટેલ(આકાશદીપ)

  March 26, 2014 by Ramesh Patel

 13. Posted એપ્રિલ 16, 2014 at 2:47 પી એમ(pm) | Permalink

  કાં હસી લે ખડખડાટ, કાં પોક મૂકી દે તું,
  હોઠ-બીડ્યાં-મરકડાઓમાં સમય બગાડ મા.શિરમોર શે’ર લાગ્યો.
  અાખી ગઝલ નવી અભિવ્યક્તિસભર ખૂબ ગમી.

 14. himanshupatel555
  Posted જૂન 16, 2014 at 2:47 એ એમ (am) | Permalink

  હું બહુ સમયે આવ્યો પણ તમે ય માર્ચ પછી કશું મુક્યું નથી,આશ્ચર્ય થ્યું.
  સ….ર…..સ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: