વાત કરું શું?

♥ પંચમ શુક્લ 

કણ થઈ મણની વાત કરું શું?
મહેરામણની વાત કરું શું?  

 મકર સૂર્યને ગ્રસી રહ્યો છે,
ઉત્તરાયણની વાત કરું શું?

વાત, પિત્ત ને કફના નભમાં,
વાતાવરણની વાત કરું શું? 

કાર્ય અને કારણનો બંદી,
નિષ્કારણની વાત કરું શું? 

ટીપે ટીપે ભરાઉં છું જ્યાં,
ઉત્સારણની વાત કરું શું? 

પાંચ આંગળીઓ ને છ અક્ષર ,
હસ્તાયણની વાત કરું શું? 

અંગ ચડ્યો નથી હજી અનુષ્ટુપ,
રામાયણની વાત કરું શું? 

પલકારાનો પાર ન પામું,
પારાયણની વાત કરું શું? 

દધીચિના હું નગરનો વાસી,
નિજ અર્પણની વાત કરું શું? 

અનન્યતાનો અપૂર્વ ઉદ્ભવ,
ઉદાહરણની વાત કરું શું? 

16/2/2013
 

Advertisements

15 Comments

 1. Posted સપ્ટેમ્બર 11, 2013 at 11:10 એ એમ (am) | Permalink

  Nice one Panchambhai…Keep it up..

 2. Posted સપ્ટેમ્બર 11, 2013 at 12:05 પી એમ(pm) | Permalink

  ઘણા વખતથી રાહ જોવાતી હતી ને ગણેશપર્વના અવસરે મોદક સમી સુંદર કવિતા
  આવી મળી,
  વાત ન કરતાં કરતાં ઘણી અદ્દ્ભૂત વાતો થઈ .
  અભિનંદન ….પંચમભાઈ .

  સરાહનામાં ફોટોકું જોડું છું .

  પરપોટો

 3. Posted સપ્ટેમ્બર 11, 2013 at 12:20 પી એમ(pm) | Permalink

  કણ થઈ મણની વાત કરું શું?
  મહેરામણની વાત કરું શું?

  vaah !

 4. pragnaju
  Posted સપ્ટેમ્બર 11, 2013 at 2:41 પી એમ(pm) | Permalink

  ખૂબ સુંદર ગઝલ

  કણ થઈ મણની વાત કરું શું?
  મહેરામણની વાત કરું શું?

  સુંદર

  યાદ ઈશ્વરીય કણ

  બ્રહ્માંડનાં અનેક રહસ્યોનો ઉકેલ મેળવવા ભૌતિકશાસ્ત્રને હિગ્સ બોસોનના પ્રયોગમાં સફળતા સાંપડી અને ‘ગોડ પાર્ટિકલ’ શોધાયો.ઈશ્વરીય કણ મળવાથી થશે આ ફાયદા ઈન્ટરનેટની સ્પીડ તેજ થઈ જશે સંચાર જગતમાં ક્રાંતિ આવી જશે નેનો ટેક્નોલોજીમાં ક્રાંતિ આવી જશે મોબાઈલમાં સુપર કોમ્પ્યુટર ક્રાંતિ યુગ આવશે ઉર્જાનો ભંડાર વધી જશે અંતરીક્ષના અનેક રહસ્યો ઉકેલી શકાશે!

  કાર્ય અને કારણનો બંદી,
  નિષ્કારણની વાત કરું શું?
  વાસ્તવિકતા એક સાપેક્ષ ચીજ છે, અને માણસ બહુ નબળુ પ્રાણી છે. હા, ભલે આપણે વાસ્તવિકતામાં જીવતા હોઈએ, પણ આપણે એની કિંમતરૂપ ‘ડાહપણની ઘંટીનું પડ’ ઊંચકીંને ફરવું પડે છે.

 5. sapana53
  Posted સપ્ટેમ્બર 11, 2013 at 8:23 પી એમ(pm) | Permalink

  સરસ ગઝલ મત્લા ખૂબ સરસ…
  સપના

 6. Posted સપ્ટેમ્બર 12, 2013 at 7:03 પી એમ(pm) | Permalink

  શ્રી પંચમભાઈ

  વાહ! મહેરામણ જ ધરી દીધો…સુંદર મનનીય ને અનુસંધાનોમાં ડૂબીએ તો કહેવું જ પડે..ક્યા બાત હૈ. જેમ એક પછી એક પછી શેર વાંચીએ ને થાય કે હવે શું કહેશે..અને ભાવતું ભોજન જેવી મજા પડે.

  રમેશ પટેલ(આકાશ દીપ)

 7. Posted સપ્ટેમ્બર 13, 2013 at 1:23 એ એમ (am) | Permalink

  વાત કરું શું રદીફ વાપરીને કવિશ્રીએ ખૂબ જ ઓછા શબ્દોમાં ઘણી બધી વાતો સહજતાથી સરળ રીતે રજૂ કરી છે, જે કાબિલેદાદ છે.

 8. અશોક જાની 'આનંદ'
  Posted સપ્ટેમ્બર 13, 2013 at 6:41 એ એમ (am) | Permalink

  ટુંકી બહેર અને નવા કાફિયાની સુંદર ગઝલ…ગમી.

  પલકારાનો પાર ન પામું,
  પારાયણની વાત કરું શું? …વાહ…..

 9. Kirtikant Purohit
  Posted સપ્ટેમ્બર 13, 2013 at 11:16 એ એમ (am) | Permalink

  આખીયે ગઝલ નવા પરિવેશમાં છે,હમેશ મુજબ. અભિનંદન.

  ….કીર્તિકાન્ત પુરોહિત.

 10. sudhir patel
  Posted સપ્ટેમ્બર 13, 2013 at 2:55 પી એમ(pm) | Permalink

  Wonderful Ghazal!
  Congratulations, Panchambhai!!
  Sudhir Patel.

 11. Posted સપ્ટેમ્બર 20, 2013 at 7:14 એ એમ (am) | Permalink

  જુદા જુદા મિથનો સુંદર ઉપયોગ કર્યો છે પંચમભાઈ…

  અભિનંદન… તમારી કલમ હંમેશાં કંઈક જુદું કરવા મથે છે, તે વિશેષ આનંદની વાત છે…

 12. Posted ઓક્ટોબર 29, 2013 at 12:30 એ એમ (am) | Permalink

  વાંચતા વાંચતા રાજેન્દ્ર શુક્લની ગઝલના શબ્દો “પાપણના પલકારા જેવું…” યાદ આવી ગયા. શક્ય છે કે આ ગઝલ એ જ છંદમાં હોવાને કારણે.

  સુંદર ગઝલ અને અદ્ભુત ચિંતન

 13. Posted નવેમ્બર 5, 2013 at 3:04 એ એમ (am) | Permalink

  Wish you Very Happy new year.

  Ramesh patel(Aakashdeep)

 14. readsetu
  Posted ફેબ્રુવારી 13, 2014 at 11:00 એ એમ (am) | Permalink

  કણ થઈ મણની વાત કરું શું?
  મહેરામણની વાત કરું શું?

  vaah bahu saras… still i m not getting your post intimation.. pl do something…
  lata

 15. chandravadan
  Posted માર્ચ 12, 2014 at 6:18 પી એમ(pm) | Permalink

  અનન્યતાનો અપૂર્વ ઉદ્ભવ,
  ઉદાહરણની વાત કરું શું?
  2013….now 2014
  Hope to see MORE RACHANA on your Blog.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: