ધૂણો ધખધખે દિગંતનો

♥ પંચમ શુક્લ

ધૂણો ધખધખે દિગંતનો;
કિયા રે આકાશી મહંતનો?
ધૂણો ધખધખે દિગંતનો!

ધૂણો ભમ્મર ગોટા કાઢે;
ધૂણો ડમ્મર ગોટા કાઢે;
ઢાંકે અંબર રાખ રાખોડી..

વાદળનું દળકટક ખાંગું;
એક ફલાંગે લે પલાણી;
વીજ હાવળતી ઘોડી..

વરસે તડતડાટ અનંતનો!
ધૂણો ધખધખે દિગંતનો !

ફેબ્રુઆરી ૨૦૧૦

11 Comments

 1. Posted જુલાઇ 7, 2013 at 9:28 એ એમ (am) | Permalink

  Good poem…

  વરસે તડતડાટ અનંતનો!
  ધૂણો ધખધખે દિગંતનો !

 2. Posted જુલાઇ 7, 2013 at 9:31 એ એમ (am) | Permalink

  ધૂણો ભમ્મર ગોટા કાઢે; ….વીજ હાવળતી ઘોડી..

  ઘોડી નદીની જેમ સરપટ ભાગે છે, વાચકને સાથે લઈને!

  એ જોતાં ‘તડતડાટ’ લાંબું પડ્યું..ગતિ તૂટી.

 3. pragnaju
  Posted જુલાઇ 7, 2013 at 12:16 પી એમ(pm) | Permalink

  ધૂણો ભમ્મર ગોટા કાઢે;
  ધૂણો ડમ્મર ગોટા કાઢે;
  ઢાંકે અંબર રાખ રાખોડી..
  અ દ ભૂ ત
  આ નામને હોમતા રહેવું ઘટે,
  તો જ ધૂણો ધખે ધખતો રહે.
  જે સ્વ. નામને હોમી જાણે એનો ધૂણો જ ધખી જાણે.
  પછી એ ધૂણાનું ચમત્કારી ફળ સહુને મળે.
  ધૂણો ધખાવનાર પોતે એમાંથી ફળ મેળળીને પેટ ન ભરે.
  ધૂણાનું ફળ તો અન્ય સહુને મળે.
  વરસે તડતડાટ અનંતનો!
  ધૂણો ધખધખે દિગંતનો !
  મા કવિવર રાજેન્દ્રભાઇ નો ધૂણો
  નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
  ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !
  છે આવરણ અંગાર માથે રાખનુંભીતર,
  ધધખતો યાદનો ધૂણો હતો !

 4. Posted જુલાઇ 7, 2013 at 12:16 પી એમ(pm) | Permalink

  પ્રિય પંચમભાઈ

  ધૂણે ધખધખે દિગંતનો ..દરેક જણ આ અનુભૂતિ કરે છે ,જુદી જુદી રીતે ..
  ચિત્રકાર , છબીકાર ,કલાકાર ,સાધુ ,સાધક ,વૈજ્ઞાનિક (બધુંજ આવી જાય -ડાર્ક
  એનર્જી /ડાર્ક મેટર /મેટર )…
  તમે કવિ રુદયથી સાધ્યુ છે …અભિનંદન
  આજ ઉત્સાહમાં ફોટોકું જોડું છું .

  પરપોટો

  તાક :આ ટીપ્પણી તમારા બ્લોગમાં મુકશો તો આભારી થઈશ .

 5. sudhir patel
  Posted જુલાઇ 7, 2013 at 4:21 પી એમ(pm) | Permalink

  Very nice and energetic feelings in the poem!
  Sudhir Patel.

 6. Kirtikant Purohit
  Posted જુલાઇ 8, 2013 at 7:14 એ એમ (am) | Permalink

  અધ્યાત્મનું પ્રકૃતિમા સરસ નિરૂપણ

 7. Posted જુલાઇ 8, 2013 at 3:59 પી એમ(pm) | Permalink

  ધૂણો ધખધખે દિગંતનો;
  કિયા રે આકાશી મહંતનો?
  પંચમભાઈ, સરસ કલ્પના. જો કે બે અંતરાથી ધરવ ના થયો. વરસાદનો વિષય હોય તો આટલામાં થોડું પૂરું થાય .. વરસાદ તો ધોધમાર જ જામે …

 8. Posted જુલાઇ 10, 2013 at 12:11 એ એમ (am) | Permalink

  વાહ! ધખાવ્યો ધૂણો પંચમભાઈએ. એક અલગારી જગ્યાના આ દર્શન કેટલા વિસ્તરી શકે તે આપે ઝીલી બતાવ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. Posted જુલાઇ 13, 2013 at 7:09 એ એમ (am) | Permalink

  ધૂણો ધખધખે દિગંતનો;
  કિયા રે આકાશી મહંતનો?
  ધૂણો ધખધખે દિગંતનો!

  ધૂણો ભમ્મર ગોટા કાઢે;
  ધૂણો ડમ્મર ગોટા કાઢે;

  ખૂબજ સુંદર ! ભતૃહરી નું ભજન ની યાદ આપાવી… ધૂણી રે ધખાવી બેલી, હરિ તારા નામની !

 10. Posted જુલાઇ 25, 2013 at 7:41 એ એમ (am) | Permalink

  સુંદર શબ્દચિત્ર! કલાત્મક વર્ણન!

 11. Posted સપ્ટેમ્બર 13, 2013 at 1:28 એ એમ (am) | Permalink

  અલખનું શબ્દરૂપે અદ્ભૂત વર્ણન.અનોખા પ્રકારની રચના માટે પંચમભાઇ જાણીતા છે જ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: