વિધુરની તંદ્રા

♥ પંચમ શુક્લ

હસી-ખુશીની યાદ સતત સંભારું!
વરસોના સરવૈયા અંતે નકરું છે ઉજિયારું!
કદીકદીની વડછડ વીસરી મૌન મગન મલ્હારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે મૂકો ઍલાર્મ અને હું પહેલા રણકે જાગું;
દાતણ પાણી સંજવારીને ચા’ નો પ્યાલો માગું,
પણ એ પહેલાં બાથમાં લઈ લઉં ભીનું પાણિયારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે બનાવો રસોઈ ને હું વાસણ ધોઈ નાખું;
કદીક જો કંઈ ખારું લાગે, સાકર થઈને ચાખું,
છણકાઓની છીલ કરીને જન્મારો શણગારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે દેવના દીધેલ માગો અને હું આખર માનું;
રમ..કડાથી હોય છલોછલ ઘરનું ખાને ખાનું,
તમે અડાડો કદીક ટપલી, હું હેતે પસવારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે મગાવો ગુલાબ ને હું વેણી પણ લઈ આવું;
પાઈપાઈનો હિસાબ ગણતી વખતે એ ગુપચાવું,
એકમેકમાં ભળી જવાનું ઉજવણું સહિયારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

તમે અચાનક ચાલી નીકળો ઘરને રાખી રેઢું;
વગર કૂંચીના જીવતર ઉપર દઈને તાળું ટેઢું,
રાતદિવસ થઈ ઉંદર ખોદું નિજ-ઉર દર પરબારું!
હસી-ખુશીની યાદ સતત સંભારું!

૪/૯/૨૦૧૧

29 Comments

 1. Posted જૂન 4, 2013 at 9:41 એ એમ (am) | Permalink

  From Perpoto:

  beautiful poem,i do not know how you have perceived without going through the situation….
  i have written a haiga on this subject..Vidhur

  a dot puzzle
  everyday night
  i play with stars.

  i have not attached the picture part.

  Perpoto on Carbonmade (http://perpoto.carbonmade.com)

 2. Posted જૂન 4, 2013 at 9:44 એ એમ (am) | Permalink

  અલગ અલગ ભાવને તથા ચિત્રોને કુશળતા પૂર્વક સચોટ શૈલીમાં વણી લેતી કલાત્મક અભિવ્યક્તિ

  આ વાત ખાસ ગમી,
  તમે અચાનક ચાલી નીકળો ઘરને રાખી રેઢું;
  વગર કૂંચીના જીવતર ઉપર દઈને તાળું ટેઢું,

 3. Posted જૂન 4, 2013 at 11:01 એ એમ (am) | Permalink

  ‘પણ એ પહેલાં બાથમાં લઈ લઉં ભીનું પાણિયારું!’ અમે જે હમજ્યા શીંએ, ઈં તમારા હમજવા હારે હરખું ઉતરે; તો ભઈલા મજો જ મજો ! વોરાજી શિક્ષક સોકરાં ભણાવતાં ટલવારનો ‘ટ’ બોલે, પણ ઈંયોને કે’ કે મારા મનમાં સે ઈ ‘ટ’ બોલો. પંચમભાઈ, આ લીટીમાં અમે ટમારા મનનો ‘ટ'(ટમારા મનનો ભાવ) જાણવા માજીએ સીએ. એ જાંણ્યા પસ અમારે મેઢવણી કરવી સે કે આપણ બેઉના મનના ‘ટ’ હરખા ઉતર સ કે નથ ઉતરતા!

  • Posted જૂન 4, 2013 at 11:49 એ એમ (am) | Permalink

   વલીભાવ, મને વાચકના મનોભાવ પણ જાણવા ગમે જ. ભલેને એ ભિન્ન કેમ ન હોય. કવિતાની આ મઝા કેમ ગુમાવાય?

   • Posted જુલાઇ 23, 2013 at 6:55 એ એમ (am) | Permalink

    “વલીભાવ, મને વાચકના મનોભાવ પણ જાણવા ગમે જ. ભલેને એ ભિન્ન કેમ ન હોય. કવિતાની આ મઝા કેમ ગુમાવાય?” એમ કહીને ચાલાકીપૂર્વક મારી/અમારી ‘પણ એ પહેલાં બાથમાં લઈ લઉં ભીનું પાણિયારું!’વિષેના તમારા મંતવ્યને જણાવવાની વાત તમે ઊડાડી દીધી ! મેં તળપદી ભાષામાં મારો પ્રતિભાવ આપ્યો હોઈ તમે જન્મે અને કર્મે (યુકેનિવાસી એવા) શહેરીજીવ હોઈ કદાચ એ તમારાથી સમજી શકાયું ન પણ હોય! તમે તમારા મનનો ‘ટ’ કહો કે ન કહો, પણ હું મારા મનનો ‘ટ’ નીચે આપી દઉં છું અને દીપકભાઈ ધોળકીઆજી પાસે પણ અપેક્ષા રાખું છું કે તેઓશ્રી પણ પોતાના મનનો ‘ટ’ અહીં રજૂ કરે !

    ‘ભીના પાણિયારાને બાથમાં લઈ લેવું’નો મતલબ હું એવો તારવું છું કે કાવ્યનાયક દાતણપાણી કરી લે છે અને પત્નીને ચા બનાવી આપવાનું કહે છે. હવે એ પહેલાં કાવ્યનાયક પાણી પીવા પાણિયારે જાય છે, પણ ફરસ ભીની હોઈ તેઓ લપસી પડે છે અને પાણિયારું બાથમાં (જમીન ઉપર પડી જવાની ક્રિયાને ‘જમીન માપવી’ રૂઢિપ્રયોગના અર્થમાં) લઈ લે છે. વિધુર થયા પહેલાંનાં દાપત્યજીવનનાં ખાટાંમીઠાં સ્મરણો પૈકીની આ પાણિયારે લપસી પડવાની ઘટના અહીં હાસ્યપ્રેરક બની રહે છે.

    હવે પંચમભાઈ, પહેલાં દીપકભાઈ અને પછી તમારો વારો, આ પંક્તિને સમજાવવાનો ! તમને છોડવામાં નહિ આવે ! મારી આ માગણી પાછળનો આશય માત્ર કવિ અને ભાવકમાં વિચારસામ્ય હોવા-ન હોવાનું જાણવાનો છે. ધન્યવાદ.

    આજે ‘વેબગુર્જરી’ ઉપર તમારા ‘ખેચરી’ કાવ્યનું મેં મારા બ્લોગ ઉપર આપેલું રસદર્શન ‘Reblog’ થયું છે તે જાણ સારુ. ધન્યવાદ.

    • Posted જુલાઇ 23, 2013 at 9:46 એ એમ (am) | Permalink

     આભાર વલીભાઈ. દીપકના પ્રતિભાવની રાહ જોઉં છું. પછી મારે જે કહેવાનું છે તે કહીશ.

 4. vijay joshi
  Posted જૂન 4, 2013 at 11:30 એ એમ (am) | Permalink

  Reminds me part of the lyrics of a song Bob Hope made famous…. Thanks for the memoriry of centimental verse Nothing in my purse and chuckles When the preacher said For better or for worse! How lovely it was. Or a Paul Anka song- Memories left behind, You remember the times of your life!

 5. Posted જૂન 4, 2013 at 12:54 પી એમ(pm) | Permalink

  પંચમ, દોસ્ત…વિધુરની વાત ખુબ જ સરસ રીતે આમ, સરસ મજાના ગીત સ્વરૂપે વહેતી મુકવા બદલ અભિનંદન…ગીત ખુબ જ ગમ્યું.

 6. Posted જૂન 4, 2013 at 1:12 પી એમ(pm) | Permalink

  તમે મગાવો ગુલાબ ને હું વેણી પણ લઈ આવું;
  પાઈપાઈનો હિસાબ ગણતી વખતે એ ગુપચાવું,
  એકમેકમાં ભળી જવાનું ઉજવણું સહિયારું!
  હસી-ખુશીની યાદ સતત સંભારું!

 7. Kirtikant Purohit
  Posted જૂન 4, 2013 at 3:01 પી એમ(pm) | Permalink

  સરસ ‘પંચમ શુકલીય’ અનોખી તરાહની રચના.ઢબ તો બાપુ તમારી જ.

  અને આખરી સ્તબક તો શિરમોર.

 8. Posted જૂન 4, 2013 at 3:35 પી એમ(pm) | Permalink

  વાહ ઘણું સરસ!

 9. Posted જૂન 4, 2013 at 3:39 પી એમ(pm) | Permalink

  ગજબ કરી છે. પાણિયારું મને પણ ગમ્યું વલીભાઈના મનનો ટ મારે મોઢેથી પણ નીકળ્યો.

 10. pragnaju
  Posted જૂન 4, 2013 at 4:49 પી એમ(pm) | Permalink

  ‘વિધુરની તંદ્રા’ શિર્ષક વાંચી થયું…
  સ્ત્રી ન હોય તો થઇ શું ગયું? શું તમને ખાવા નથી મળતું?
  પહેરવા નથી મળતું? પૈસા નથી મળતા?
  શું નિરાધાર થઇ ગયા? તમને શી ખોટ છે?
  ઊલટું વિધુર એટલે થોડા વખત ધુરા — ધોંસરી નીકળી ગઇ!’
  મને લાગે છે કે પુરુષને ધોંસરી ઉપાડવાની એટલી બધી ટેવ પડી ગઇ છે
  કે ધોંસરી વિના તેને અડવું લાગે છે. આવું કાંઇ હશે પરંતુ
  સરસ મઝાના ગીતની આ પંક્તીઓ
  તમે મગાવો ગુલાબ ને હું વેણી પણ લઈ આવું;
  પાઈપાઈનો હિસાબ ગણતી વખતે એ ગુપચાવું,
  એકમેકમાં ભળી જવાનું ઉજવણું સહિયારું!
  હસી-ખુશીની યાદ સતત સંભારું!
  એક ક સ ક અનુભવાઇ !
  લગભગ રોજની થઈ ગયેલી હૈયા-હોળી તો જન સામાન્યના માનસમાં સતત પ્રગટેલી જ રહે છે ત્યારે,બધું ભૂલીને વિવિધ રંગોથી સભર સંભારણાનું ઉજવણું, ભલે થોડો સમય પણ માણસને નખશિખ ઉલ્લાસમય બનાવે છે.
  એકમેકમાં ભળી જવાનું ઉજવણું સહિયારું!

  • Posted જૂન 4, 2013 at 11:59 પી એમ(pm) | Permalink

   વાહ ! પ્રજ્ઞાબેને ‘વિધુર’નો શાસ્ત્રીય રીતે સરસ અર્થ કરી બતાવ્યો ! ‘વિધવા’ શબ્દનો વિગ્રહ આમ થાય છે કે ‘જેનો ધવ (પતિ) અવસાન પામ્યો છે તેવી સ્ત્રી.બહેનજી, આપ આશ્રમજીવનથી પરિચિત છો એટલે કૃષિવિષયક જ્ઞાન ધરાવતાં હશો જ. અમારે પણ ખેતીવાડી છે. સુરેશભાઈને મારા ખેતરે લઈ ગયો હતો. આપણે ‘બળદ’ પ્રાણી ઉપર વિચાર કરીએ તો અનેક રીતે કામમાં આવતો બળદ જો ઘાણીએ જોતરાય તો ગયો કામસે ! ઘાણીએથી ઊતરેલો બળદ ક્યાંય કામે લાગે નહિ ! પરણ્યા પછી પતિ ઘાણીએ જોતરાઈ જાય છે. હવે તેને હાંકનાર પત્ની અવસાન પામે, પછી તો સાવ નિવૃત; બેઠો ખાય, નહિ તો પાંજરાપોળે જાય !

 11. Posted જૂન 4, 2013 at 9:23 પી એમ(pm) | Permalink

  ગુજરાતી બ્લોગજગતમાં આ પ્રતિભાવ સુધી આપને આવકારનારા મોટા ભાગના પ્રત્યક્ષ અને બાકીના પરોક્ષ રીતે મારા મિત્રો છે. આ બધાયના ભેળો આપને આવકારવામાં હુંય ભળું છું. આપ આર્કિટેક્ચર હોઈ સૌ વાચકોને એ વિષયે ઘણું નવું જાણવા મળશે તેવી હું આશા સેવું છું. આપની ભાળ મારા બ્લોગ ઉપરના આપના પ્રતિભાવ થકી મળી છે.

 12. himanshupatel555
  Posted જૂન 5, 2013 at 2:45 એ એમ (am) | Permalink

  મુડ વૈવિધ્ય અને એ દ્વારા સબંધોનું ચિત્ર વૈવિધ્ય દરેક ત્રિજી પંક્તિમાં આલેખાયુ છે,જ્યાં પશ્ચિમનો પતિ સંભળાય છે અને સાથે મસ્તી પણ,સુવાળપ પણ.

 13. Posted જૂન 5, 2013 at 9:49 એ એમ (am) | Permalink

  excellent

  ________________________________

 14. Posted જૂન 5, 2013 at 12:19 પી એમ(pm) | Permalink

  kya BAATR HAI PACHAMBHAI

  MAJA AAVI GAI…. GHANA SAMAY PACHHI KOI SARI KAVITA VANCHYANO ANUBHAV THAYO….

 15. Posted જૂન 5, 2013 at 12:32 પી એમ(pm) | Permalink

  વિધુરના મનોભાવો અભિનવ રીતે સરસ વ્યક્ત થયા છે.

 16. Rutul
  Posted જૂન 5, 2013 at 12:58 પી એમ(pm) | Permalink

  વાહ, શું સુંદર વાત કરી છે. romantic melody blended with melancholy – deadly combination! Sollid work!

 17. Rutul
  Posted જૂન 5, 2013 at 12:59 પી એમ(pm) | Permalink

  વાહ, શું સુંદર વાત કરી છે. romantic melody blended with melancholy – deadly combination! Sollid work!

 18. Posted જૂન 7, 2013 at 12:19 એ એમ (am) | Permalink

  જીવન એટલે અનેક સહયોગીઓનો સથવારો. ગૃહિણી એટલે અડધું અંગ જ. જીંદગીના આ ઝૂરાપાને , મીઠી ભાષા વડે વાચા આપી, આપે સૌના હૃયમાં છૂપો ડૂમો ભરી દીધો છે. આ કવિતામાં જીવન દર્શન મનમૂકીને મહાલ્યું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 19. Posted જૂન 30, 2013 at 1:31 પી એમ(pm) | Permalink

  बहुत सुन्दर

 20. Posted જુલાઇ 7, 2013 at 5:24 એ એમ (am) | Permalink

  પ્રસન્ન અને મધુર દાંપત્યજીવન સારસ અને સારસીની બેલડી જેવું હોય છે. લાંબા સમયના સથવારા પછી એ બેલડી તૂટે ત્યારે જે ખાલીપો અનુભવાય તે તો જે અનુભવે તે જ જાણે. ગુજરાતી સાહિત્યમાં આને લગતા ગીતો હશે પણ જૂજ .. પંચમભાઈ, કવિ તરીકે તમે એ પ્રૌઢ અને પ્રગલ્લભ દાંપત્યજીવનના સૂક્ષ્મ સંવેદનોને આબેહૂબ રીતે ઝીલ્યાં છે. સવારની ચા થી શરૂ થતો ક્રમ, રસોડામાં મદદ કરવી, ટપલી અડાડવી, વેણી લઈ આવવી .. બધું જ સરસ રીતે વ્યક્ત થયું છે. સૌથી અદભૂત છેલ્લો અંતરો લાગ્યો. વગર કૂંચીના જીવતર ઉપર દઈને તાળું ટેઢું ..ધર્મપત્ની ચાલી જાય પછી .. રાતદિવસ થઈ ઉંદર ખોજું નિજ-ઉર દર પરબારું .. એક કસકનો અનુભવ કરાવી જાય છે. આપણા જ કુટુંબમાં/સમાજમાં આવી પરિસ્થિતિમાંથી પસાર થતાં પાત્રો નજર સમક્ષ આવી જાય છે અને એમના દર્દમાં જાણ્યે અજાણ્યે સહભાગી બનાવી જાય છે ..

 21. readsetu
  Posted સપ્ટેમ્બર 4, 2013 at 10:32 પી એમ(pm) | Permalink

  તમે અચાનક ચાલી નીકળો ઘરને રાખી રેઢું;
  વગર કૂંચીના જીવતર ઉપર દઈને તાળું ટેઢું,

  bahu gamyu… saras kavita

 22. readsetu
  Posted સપ્ટેમ્બર 4, 2013 at 10:33 પી એમ(pm) | Permalink

  તમે અચાનક ચાલી નીકળો ઘરને રાખી રેઢું;
  વગર કૂંચીના જીવતર ઉપર દઈને તાળું ટેઢું,

  bahu gamyu..

 23. Renuka Dave
  Posted ઓક્ટોબર 9, 2013 at 11:43 એ એમ (am) | Permalink

  Panchambhai,

  Namskar..!

  Aanand ma hasho. Aapni “Vidhur ni Tandra” kavita vanchi. Khub Khub gami. Hradaypurvak abhinandan..! Mara pita na tadrashya manobhav na pratibimb sami lagi. Kharekhar hradaysprshi..! ! Tathagat ma lai shaku ?


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: