મેટ્રોગર્લનું મૌગ્ધ્ય

♥ પંચમ શુક્લ

સૂડાને સોનેરી સાંકળે રાખી
……………………………… કરાવે ગેલ મકાઉને;
એવા ઘેલસા’ગરા દેશીને
………………………….. સખી ના હાર પે’રાવું રે!
એના પુષ્પકની પૂંઠે, અડવી ટૉબી-ટૉલ ઉલાળું રે!

મજેથી જિંદગી આખી;
જીન્સ-ને-ટોપ-ને-બોબ્ડે’રુંમાં ઝૂલતી-
……………………………… રૂડાં ગોરમા પૂજું રે!


સખી, આ મોળાકતમાં મીઠું વલખી;
…… પિસ્તા, કાજુ, દ્રાખની હારે ચેરી ચાખું રે!

સખી, કો દિ મન પડે તો…
શૌરસેનીની સાખે, કરતાં સાલસા-ટેંગો
….. ઝબકારાઓ લાલ, પીળા હું પંડમાં ઓરું રે!

૬/૧/૨૦૧૧

શબ્દ સંદર્ભઃ

મકાઉ/મકૉઉ (Macaw): લાંબી પૂંછડીવાળો ભાતીગળ પોપટ [ Link]

ટૉબી-ટૉલ: મધ્યમા (સૌથી ઊંચી આંગળી) [Nursery rhyme]

શૌરસેનીઃ શૂરસેનની પુત્રી- કુંતા

સાલસા, ટેંગોઃ ક્લબડાન્સના પ્રકારો [ Salsa, Tango]

પઠન/ગણગણાટ

Advertisements

18 Comments

 1. Tejas Shah
  Posted જાન્યુઆરી 4, 2013 at 1:33 એ એમ (am) | Permalink

  મઝાનું નાવીન્ય સભર કાવ્ય. સુંદર શબ્દોની અદ્ભુત ગુંથણી

 2. Tejas Shah
  Posted જાન્યુઆરી 4, 2013 at 1:35 એ એમ (am) | Permalink

  મઝાનું નાવીન્ય સભર કાવ્ય…સુંદર શબ્દોની અદ્ભુત ગુંથણી!

 3. perpoto
  Posted જાન્યુઆરી 4, 2013 at 2:32 એ એમ (am) | Permalink

  how to write in my mother tongue–MATRU JIWHA

 4. pragnaju
  Posted જાન્યુઆરી 4, 2013 at 4:17 એ એમ (am) | Permalink

  સાંપ્રત સમયે જોવા મળતી મેટ્રોગર્લનું મૌગ્ધ્ય…
  સુંદર રચના

  સખી, કો દિ મન પડે તો…
  શૌરસેનીની સાખે, કરતાં સાલસા-ટેંગો
  ….. ઝબકારાઓ લાલ, પીળા હું પંડમાં ઓરું રે!
  ટીવી પર ફૂટબોલ પછી ડાન્સીંગ વીથ ધ સ્ટાર અને એક્સ ફેકટર જોવાય. વિશ્વમા લેટિન ડાન્સમાં માત્ર સાલ્સા કે ટેંગોની જ બોલબાલા છે. લોકો સાંબા, કેસિનો રુએડા, સ્ટ્રીટ ચા-ચા-ચા, બચાટા, મેરેંગ્યુ, મામ્બો, પચંગા અને રુમ્બા ડાન્સ પણ શીખી રહ્યા છે.
  જીન્સ અને જય શ્રી કૃષ્ણ, મોબાઈલ ને મહેંદીનું મેચિંગ, કોઈકની સાથે કેપેચિનો, કોઈકની સાથે કટિંગ, ભાષા અમારી એવી મજાની, કે કોઈકના માટે રાખડી ને કોઈકની વેડિંગ રિંગ, ફ્રેન્ડશિપ બેલ્ટ કાંડે અમારા, ને ગળામાં છે માદિળયું, સાલસા, ટેંગો સાથે સાથે ફરી લીધુ આ દોઢિયું. રોઝ ડેનું ઈગ્લિંશ રોજ જાય ગુજરાતી હાથમાં. હું દિલથી રડ્યો છું ગુજરાતીમાં, મન દઈ હસ્યો છું ગુજરાતીમાં.

 5. Kavi Bharat Trivedi
  Posted જાન્યુઆરી 4, 2013 at 2:38 પી એમ(pm) | Permalink

  સૂડાને સોનેરી સાંકળે રાખી
  ……………………………… કરાવે ગેલ મકાઉને;
  એવા ઘેલસા’ગરા દેશીને
  ………………………….. સખી ના હાર પે’રાવું રે!
  એના પુષ્પકની પૂંઠે, અડવી ટૉબી-ટૉલ ઉલાળું રે!

  Jalsa thai gayaa ! I want to ask our Gujarati poets that : Can you touch these ? I don’t think so .

 6. nabhakashdeep
  Posted જાન્યુઆરી 4, 2013 at 10:59 પી એમ(pm) | Permalink

  આપણી પેઢી બદલાવો જોતી કહેતી’ જૂની આંખે નવા તમાશા’.

  મને કહેવાદો શ્રીપંચમ ભાઈ’ દેશી આંખે પરદેશી તમાશા. મજા આવી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. himanshupatel555
  Posted જાન્યુઆરી 5, 2013 at 4:16 એ એમ (am) | Permalink

  મકાઉ/મકૉઉ (Macaw)=આફ્રિકન પોપટ છે અને મારા ઘરમાં ગ્રિન માથાવાળો છે.૮ વરસનો અનુ આયુષ્ય ૨૦-૮૦ વરસ.
  ભાષા પ્રયોગ,પ્રયોજન અને સાયુજ્ય ધ્યાન ખેંચે છે.ગુજરતણનું વિદેશી- મેટ્રોગર્લ મૌગ્ધ્ય ખાસ કરી શબ્દ સાયુજ્યથી સુરેખ અને સંવેદ્ય બન્યું છે.

 8. kishoremodi
  Posted જાન્યુઆરી 5, 2013 at 5:33 પી એમ(pm) | Permalink

  નવીન અભિવ્યક્તિસભર સુંદર ગીતરચના

 9. anil chavda
  Posted જાન્યુઆરી 9, 2013 at 5:58 એ એમ (am) | Permalink

  ghana lamba samay pachhi aapni sundar rachana vanchava mali panchambhai

 10. perpoto
  Posted જાન્યુઆરી 11, 2013 at 3:47 પી એમ(pm) | Permalink

  ફોટોન કણ બજે શાળા બેલ શો ફુલે ભમરો

  my first trial,to write in gujarati as per your suggestion.

 11. munira
  Posted જાન્યુઆરી 11, 2013 at 4:38 પી એમ(pm) | Permalink

  humm… ghana lamba samay pachhi jane ek undo kavyamay shwas lidho evu lagyu; panchamji, aapni rachana sathe…

 12. Posted જાન્યુઆરી 17, 2013 at 11:28 પી એમ(pm) | Permalink

  Via email from poet સિતાંશુ યશશ્ચંદ્ર
  (Date: Saturday, January 8, 2011, 4:26 PM)

  Dear Pancham,

  Enjoyed listening to your recital of the song. The lilt is attractive. While you have presented the new world of combined (hybrid, in the right sense) culture of our new generation, your song does not trivialise it. The tone is sufficiently low, inward, for the song not be reduced to an over-smart and artificial construction now flooding the market place of Gujarati culture.

  Keep it up.

  Sitanshu.

  • Posted જાન્યુઆરી 31, 2013 at 10:12 એ એમ (am) | Permalink

   From Rutul Joshi (via Face Book)

   His comment is very apt. Even I don’t like ‘Krishnaradha.com’ type of blend of the modern and traditional symbols. That is very cliche. I liked that ‘your metrogirl’ does everything that is considered outrageous traditionally without loosing the soul of the language and without taking help of any cheap metaphors.

 13. Posted જાન્યુઆરી 31, 2013 at 10:11 એ એમ (am) | Permalink

  From Rutul Joshi (via Face Book)

  Kyaa baat hai! બહુ સરસ લખાયું છે અને બહુ સરસ બોલાયું છે (સાઉન્ડ કલાઉડમાં). અને ‘એના પુષ્પકની પૂંઠે, અડવી ટૉબી-ટૉલ ઉલાળું રે!’ તો ખરેખર અદભૂત છે. જૂના જમાનામાં ‘મારા રોયા’ કહેતી ડોશીઓ અને અત્યારે મધ્યમા ઉલાળતી યુવતીઓ બધી એકરૂપ થઇ ગઈ હોય તેવી લાગણી થાય છે મને! સરસ અભિવ્યક્તિ છે.

 14. Sudhir Patel
  Posted ફેબ્રુવારી 7, 2013 at 8:52 પી એમ(pm) | Permalink

  વાહ, પંચમભાઈ! અદભૂત ગીત!!
  આપની ‘મેટ્રો-ગર્લ’ તો અડવી ટબી-ટૉલ ઉલાળીને કમાલ કરે છે!!
  સુધીર પટેલ.

 15. vijay joshi
  Posted ફેબ્રુવારી 26, 2013 at 7:29 પી એમ(pm) | Permalink

  A refreshingly different path from the beaten path of main stream poetry-

  Salsa_tango reference reminded me of new dance fitness craze that has stirred up a storm here in USA fitness clubs by a new and clever dance variation of mostly Latin style called Zumba.

  Also reference to Macaw reminded me of my recent trip to Costa Rica (central America) where in the rain forest, had the pleasure of witnessing a whole variety of Macaws in its natural setting- The color are just breathtaking.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: