અગ્ગિખંધ (બારૂદ)

♥ પંચમ શુક્લ 

જેને કલરવનો પિંડ,
જેને રોશનીની છાયા,
જેના મધુરા હો મીંડ,
જેની કંચનવરણી કાયા,
જેના જ્યોતિ ધ્વનિ જાયા,
એવા ફટકડા લઈ હીંડ!

30/10/2010

ફટાકડાની સામાન્ય લાક્ષણિકતાઓ: અવાજ, પ્રકાશ/દાહ, સામાન્ય અનુભવથી સહેજ અલગ પડી વધુ રોચક/લાલિત્યભર્યાં સંસ્કરણ દ્વારા પ્રકટે છે. પ્રાકૃત ‘અગ્ગિખંધ’ કે ફારસી ‘બારૂદ’ સંજ્ઞા તળે સ્ફોટક શૃંખલાના કોઈ ઋજુ રૂપ દ્વારા આપણી આગામી કાર્યપ્રણાલીના નૂતન સ્ફોટને તાકવાની ગતિવિધિ અભિપ્રેત છે.

10 Comments

 1. munira
  Posted નવેમ્બર 9, 2012 at 9:41 એ એમ (am) | Permalink

  પંચમજી ઘણા વખતે વાંચવાનું થયું . દિવાળીના ઉમંગભર્યા માહોલમાં ફટાકડાની આ ઓળખ ગમી

  • anil chavda
   Posted નવેમ્બર 9, 2012 at 11:33 એ એમ (am) | Permalink

   FATAKADA JEVI J KAVITA !!!

   HAPPY DIWALI & HAPPY NEW YEAR

 2. jjkishor
  Posted નવેમ્બર 9, 2012 at 10:54 એ એમ (am) | Permalink

  “ સ્ફોટક શૃંખલાના કોઈ ઋજુ રૂપ દ્વારા આપણી આગામી કાર્યપ્રણાલીના નૂતન સ્ફોટને તાકવાની ગતિવિધિ અભિપ્રેત છે.”

  ૠજુ રૂપને પ્રગટાવવા માટેના શબ્દોની સરસ પસંદગી થઈ છે. ખાસ કરીને છેવટે હીંડ શબ્દથી આખો ખ્યાલ, કહું કે જે અભિપ્રેત છે તે રમત સરસ રીતે પ્રગટ થાય છે. આખી રચનામાં હીંડ શબ્દ બહુ સાર્થક થયો છે.એ પંક્તિ દિવાળીના ઉત્સાહની ઉતાવળને તાકાતથી રજૂ કરે છે.

  પણ બે વાત, એક તો સ્ફોટકતાની વાતે કલરવ શબ્દ નબળો છે. સ્ફોટકતા અભિપ્રેત ન ગણાવી હોત તો કલરવ બહુ મજાનો હતો. કારણ કે દૂરથી ટોટલ જે સંભળાય તેને માટે તે ચાલે પણ સમીપે તેની સ્ફોટકતા માટે કલરવસ્થાને કશુંક બીજું હોત !

  બે, જયોતિધ્વનિનો પાંચમી પંક્તિવાળો ઉલ્લેખ બેવડાય છે…તે જો સહેતુક હોય તો હું જાણી શક્યો નથી.

  જોકે આ પ્રયોગ તમારી શૈલીને બહુ સાચવે છે. બકઠાની એક શૈલી હતી જેને ખરબચડી શૈલી કહેવાઈ છે. મને તમારી શૈલી માટે શબ્દ મળવો બાકી છે. મળશે ત્યારે હું તમને પૂરા પામીશ. ગામઠી ભાષામાં જ ક્યાંક શોધવાનો છે એ શબ્દ.

 3. manharmody
  Posted નવેમ્બર 9, 2012 at 2:12 પી એમ(pm) | Permalink

  SHORT AND SWEET LIKE DIWALI’S MITHAI.

 4. pragnaju
  Posted નવેમ્બર 9, 2012 at 3:30 પી એમ(pm) | Permalink

  નૂત્તન વર્ષાભિનંદન અને દીપાવલીની અઢળક શુભેચ્છાઓ..
  બે વર્ષ પહેલા આ રચના હાદમા રજુ થઇ હતી
  જુ’ભાઇ એ રસાસ્વાદ કરાવ્યો તે વધુ ગમ્યો
  અગ્ગિખંધ વાંચતા RDx યાદ આવે અને તેમા નાઇટ્રાઈટ આવે અને તેના શોધકને નોબલ ઇનામ મળે
  અને તેને હાર્ટ એટેક આવતા આ સ્ફોટક નાઇટ્રેટ આપવામા આવેલ ! ત્યારે
  જેને રોશનીની છાયા,
  જેના મધુરા હો મીંડ,
  હ્રદયરોગના દર્દીઓને નાઇટ્રેટ દવા લેવાથી રકતવાહિનીઓના સ્નાયુઓ હળવાશ અનુભવે છે અને પરિણામે રકતવાહિનીઓ પહોળી થાય છે. ધમનીઓ કરતાં વધુ અસર શિરાઓ પર થાય છે આને કારણે શિરાઓમાં વધુ લોહી જમા થાય છે અને હ્રદયમાં આવતો લોહીનો જથ્થો ઘટે છે, પરિણામે હ્રદય પર લોહીના પંપીંગનું ભારણ ઘટે છે – હ્રદયની ઓકિસજનની જરૂરિયાત ઘટે છે અને હ્રદયને મળતો લોહીનો પ્રવાહ વધે છે. આ બધી અસરોનો સરવાળો દર્દીને એન્જાઇનાના દુ:ખાવાથી દૂર રાખે છે.અમારા સ્નેહીને કહેતા કે તેઓને ગભરામણ થાય તો કોઇ પણ ઘરમા માંગતા ટીકડી મળે…તુરત જીભ નીચે મૂકે અને
  જેની કંચનવરણી કાયા,
  જેના જ્યોતિ ધ્વનિ જાયા,

 5. himanshupatel555
  Posted નવેમ્બર 10, 2012 at 1:56 એ એમ (am) | Permalink

  સરસ ફટાકડા વાણી…

 6. nabhakashdeep
  Posted નવેમ્બર 10, 2012 at 7:08 એ એમ (am) | Permalink

  Nice fireworks…જેના જ્યોતિ ધ્વનિ જાયા,
  એવા ફટકડા લઈ હીંડ!
  A special introduction…enjoyed.

  Happy Divali and prosporous New Year…Shri Panchambhai.

  Ramesh Patel(Aakashdeep)

 7. Ramesh Patel
  Posted નવેમ્બર 11, 2012 at 8:17 પી એમ(pm) | Permalink

  With own style.”..enjoyed.

  Happy Divali.

  Ramesh Patel(Aakashdep)

 8. પરાર્થે સમર્પણ
  Posted નવેમ્બર 14, 2012 at 1:11 એ એમ (am) | Permalink

  સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
  આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન

 9. વિવેક
  Posted નવેમ્બર 28, 2012 at 5:38 એ એમ (am) | Permalink

  ફટાકડા વિશે ભાગ્યે જ કોઈએ કવિતા લખી હશે અને એ પણ આ રીત તો નહીં જ…

  જુગલભાઈની “કલરવ”વાળી વાત સાથે સહમત છું…


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: