ડાબલા હટાવી

♥ પંચમ શુક્લ

રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી,
ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી.

થાય છે બધા જ વ્યથિત ક્ષુદ્ર રોગદોગથી,
મુક્ત પણ થઈ ન શકે વ્યર્થ રોણજોણથી.

સંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે,
પર સદાવ્રતોય કયાં છે સ્થૂળ મોલતોલથી?

સામ, દામ, દંડ કશું કારગર ન નીવડે,
કામ-કાજ કાઢી જ સૌ લે છે ઓટકોટથી.

સેળભેળ કેવી રગેરગમાં ઓગળી ગઈ?
દી’એ દાળભાતથી ને રાતે હૉચપૉચથી.

ડાબલા હટાવી કદી આજુબાજુ પણ જુઓ,
થઈ ન જાવ ગાડરિયા જોજો! ઓતપ્રોતથી!

૨૫-૧૨-૨૦૧૧

છંદોલય: ગાલગાલ ગાલલગા ગાલગાલ ગાલગા

શબ્દાર્થ:  રોણજોણ = રોણુંજોણું; હૉચપૉચ (hotch-potch)= ખીચડી; ઓટકોટ= યુક્તિ-પ્રયુક્તિ 

પ્રકાશિતઃ ઓપિનિયન (જાન્યુઆરી ૨૦૧૨)

22 Comments

 1. Amit Patel
  Posted જૂન 1, 2012 at 7:35 પી એમ(pm) | Permalink

  વાહ (કે પછી આહવાહ?) પંચમભાઈ! સમાસની આવી ઓરકોર એક ગઝલમાં ક્યારેય જોઈ નથી, શો લય ઉભો થાય છે! અને હોચપોચ કાફિયો તો આફરીન આફરીન! અને આખી ગઝલમાં એ શેર પણ મારો સૌથી માનીતો.

 2. pragnaju
  Posted જૂન 2, 2012 at 1:45 એ એમ (am) | Permalink

  આ પહેલા અન્ય બ્લોગ પર પ્રસિધ્ધ થયેલી આ
  લયબધ્ધ ગઝલના મક્તાએ મન હરી લીધુ હતું

  ડાબલા હટાવી કદી આજુબાજુ પણ જુઓ,
  થઈ ન જાવ ગાડરિયા જોજો! ઓતપ્રોતથી!

  ઘોડાની નાળ કે જે ઘોડાના ડાબલા પર ઘસાઇ હોય તેને ઘર ના
  મુખ્ય દ્વાર પર રાખવાથી મેલી વસ્તુ ઘરમાં પ્રવેશી શકે નહિ અને
  એક જ દિશામા નજર રહે તેથી આંખ પર પણ ડાબલા ચઢાવાય છે
  જે હટાવ્યા વગર ગાડરિયાપણું ન જાય!
  ………………………….
  રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી,
  ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી.

  ખૂબ સુંદર મત્લા
  યાદ આવે જાણીતી પંક્તીઓ

  બુધ્ધિ માત્ર સત્યને જુએ છે, હૃદય શિવમ સુન્દરમને પણ જુએ છે
  રીત કે રસમ ન ટકે ખાલી રોકટોકથી, ને રિવાજ પણ ન તૂટે.
  આ બુધ્ધિ અને હ્રુદય સમતોલ હોય તો ન તૂટે…

 3. sapana53
  Posted જૂન 2, 2012 at 3:19 એ એમ (am) | Permalink

  સેળભેળ કેવી રગેરગમાં ઓગળી ગઈ?
  દી’એ દાળભાતથી ને રાતે હૉચપૉચથી. વાહ નમ્સ્તે પંચમદા ..સરસ ગઝલ..

 4. Rutul
  Posted જૂન 2, 2012 at 3:42 એ એમ (am) | Permalink

  Very nice! ek alag mijaajni gazal.

 5. Rutul
  Posted જૂન 2, 2012 at 3:42 એ એમ (am) | Permalink

  very nice. Ek alag mijaajni gazal.

 6. nabhakashdeep
  Posted જૂન 2, 2012 at 5:47 એ એમ (am) | Permalink

  રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી,
  ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી.
  ……………..

  શેર જે કંઈ કહેવા માગે છે તેનું ઊડાણ સમજીએ એટલે વાહ૧ બોલિ જ
  જવાય.ગઝલ દ્વારા આપે વિચારોને ઝૂલે ઝૂલાવ્યા છે…અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. સુરેશ
  Posted જૂન 2, 2012 at 3:08 પી એમ(pm) | Permalink

  સરસ રચના.
  ન સમજાય એવા સંસ્કૃત શબ્દોનું વળગણ છૂટ્યું ; એ ગમ્યું.
  —–
  આપણને ડાબલા એક્ નહીં – અનેક વળગેલા છે.
  એ છોડવા અજ્ઞાની થવું પડે.
  ‘ હું કાંઈ નથી;મારું કશું નથી; મારે કાંઈ જોઈતું નથી.’…..
  એ ભાવ જેમ જેમ નિખરતો જાય તેમ તેમ એકે પછી ડાબલાછૂટવા માંડે.
  અને એ વળગણ સૌથી વધારે વ્યથા કારક હોય છે !

  • pramath
   Posted જૂન 4, 2012 at 3:45 પી એમ(pm) | Permalink

   “અને એ વળગણ સૌથી વધારે વ્યથા કારક હોય છે !” Five star part of the comment!

 8. Dhrutimodi
  Posted જૂન 3, 2012 at 12:57 એ એમ (am) | Permalink

  મઝાની રચના.

  રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી,
  ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી.
  વાહ…. સત્ય વાત.

 9. Anil Chavda
  Posted જૂન 3, 2012 at 9:21 એ એમ (am) | Permalink

  રીત કે રસમ ન ટકે માત્ર રોકટોકથી,
  ને રિવાજ પણ ન તૂટે ખાલી તોડફોડથી.

  kyaa baat hai… aa sher to koi pn gazal preminu hraday jiti le tevp chhe.

 10. himanshupatel555
  Posted જૂન 4, 2012 at 12:50 એ એમ (am) | Permalink

  ડાબલા હટાવી કદી આજુબાજુ પણ જુઓ,
  થઈ ન જાવ ગાડરિયા જોજો! ઓતપ્રોતથી!
  ગુજરાતી કાવ્ય સર્જનને આ સલાહની તાતી જરુર છે,હાશ મળિ છેવટે.

 11. Tejas Shah
  Posted જૂન 4, 2012 at 10:04 એ એમ (am) | Permalink

  Very nicely worded. The content of thought is excellent

 12. hemapatel
  Posted જૂન 4, 2012 at 12:41 પી એમ(pm) | Permalink

  બહુજ સરસ રચના !!!

 13. pramath
  Posted જૂન 4, 2012 at 3:49 પી એમ(pm) | Permalink

  નવી બહર.
  મને ગમ્યું:
  સંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે,
  પર સદાવ્રતોય કયાં છે સ્થૂળ મોલતોલથી?

 14. kishoremodi
  Posted જૂન 4, 2012 at 5:39 પી એમ(pm) | Permalink

  સરળ ભાષામાં મનોમંથન અાલેખતી સરસ રચના

 15. Daxesh Contractor
  Posted જૂન 4, 2012 at 7:42 પી એમ(pm) | Permalink

  સંત્રી, મંત્રી, સાધુ, ફકીર સૌ તુલા ઉપર ચડે,
  પર સદાવ્રતોય કયાં છે સ્થૂળ મોલતોલથી?
  સાંપ્રત પરિસ્થિતિનું પ્રતિબિંબ સરસ રીતે ઝીલાયું છે. દાળભાતથી હૉચપૉચ સુધી લઈ જતી ગઝલ ગમી.

 16. Pravin Shah
  Posted જૂન 9, 2012 at 4:38 એ એમ (am) | Permalink

  કામ-કાજ કાઢી જ સૌ લે છે ઓટકોટથી…
  સરસ !
  સુંદર મત્લા-મક્તાથી સજ્જ લાજવાબ ગઝલ !

 17. વિવેક ટેલર
  Posted જૂન 9, 2012 at 6:56 એ એમ (am) | Permalink

  સરસ ગઝલ… બધા જ શેર મજાના થયા છે…

  વાહ જનાબ !

 18. Sudhir Patel
  Posted જૂન 9, 2012 at 5:23 પી એમ(pm) | Permalink

  Enjoyed your very nice Gazal with wonderful ‘Matla’ and ‘Makta’!
  Sudhir Patel.

 19. munira
  Posted જૂન 19, 2012 at 4:59 એ એમ (am) | Permalink

  ઘણા વખતે આપને વાંચવું થયું, મજા પડી ગઈ ખૂબ સુંદર રચના..

 20. બાબુલ
  Posted જુલાઇ 16, 2012 at 9:08 પી એમ(pm) | Permalink

  ઓળઘોળ બાપુ, ફાંકડી રચના!

 21. manharmody
  Posted ઓગસ્ટ 5, 2012 at 5:21 પી એમ(pm) | Permalink

  મજેદાર ગઝલ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: