(અર્ઘ્ય)

પંચમ શુક્લ
 
એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને,
શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને?
 
પુષ્પગુચ્છો, સ્મૃતિપત્રોથી છલોછલ થાનકે-
દિગ્મૂઢ બાળા શી હવા સ્થિર હાથમાં બોપટ્ટી લઈને!
 
લાલ આંખો, રક્ત ચિહ્નો ઠારવા પંપાળવાને,
આભ પણ ઝરમર ઝરે છે બરફની ફૂલપત્તી લઈને.
 
કોક દી આચ્છાદશે કૂંપળ સમયની એમ માની,
વૃક્ષની દિગંબરી ઊભી ધવલ પ્ર..પત્તિ લઈને!
 
કરકર્યાં મેગ્પાઈ ને રેવન્સ કૈં અખબાર જેવું,
શાંત પીજ્યન  કાંકરી ચણતાં રહ્યાં સંવિત્તિ લઈને.
 
ડિસેમ્બર – માર્ચ ૨૦૧૨

અર્પણઃ ભારતીય વિદ્યાર્થી અનુજ બિડવે અને એની જેમ અસહિષ્ણુતાનો ભોગ બનેલા તમામ મૃતકોને.

13 Comments

 1. pragnaju
  Posted મે 15, 2012 at 4:30 પી એમ(pm) | Permalink

  પહેલી વાર વાંચતા ડૂમો ભરાઇ આવ્યો
  કળ વળતા …
  બધા રસની જેમ એક સત્ય હોય તો એ કરુણ રસ ….તમારા માણસ હોવાની એક ઓળખ હોય તો એ કરુણરસ છે …તમારા અંદર એક લોહીના શુદ્ધિકરણનો પંપ નહીં એક એહસાસ લઈને જીવતું દિલ ધડાકે છે એનો પુરાવો.દયા ભાવમાંથી કરુણરસમા પરીવર્તન થયેલો આનંદ હોય છે.આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થઈને વીગલીત થઈ જાય છે,
  કોક દી આચ્છાદશે કૂંપળ સમયની એમ માની,
  વૃક્ષની દિગંબરી ઊભી ધવલ પ્ર..પત્તિ લઈને!

  કરકર્યાં મેગ્પાઈ ને રેવન્સ કૈં અખબાર જેવું,
  શાંત પીજ્યન કાંકરી ચણતાં રહ્યાં સંવિત્તિ લઈને.

  સાહિત્યકૃતિના પરિશીલનથી સહૃદયની રુચિ ઘટાય, એની ભાવયિત્રી પ્રતિભા વિકસે, સંવિત્તિ વિકસે, ડૉક્ટરો, ઈજનેરો સહિત બધાં માણતા તેવી કતિ તબિબમાં
  જ પ્રગટે ત્યારે…

  Thanks.

 2. dhavalrajgeera
  Posted મે 15, 2012 at 7:25 પી એમ(pm) | Permalink

  કોક દી આચ્છાદશે કૂંપળ સમયની એમ માની,
  વૃક્ષની દિગંબરી ઊભી ધવલ પ્ર..પત્તિ લઈને!

  Wishful…..
  Dhavalrajgeera
  —-

  Thanks.

 3. nabhakashdeep
  Posted મે 15, 2012 at 11:52 પી એમ(pm) | Permalink

  વાહ! શબ્દથી પ્રાસંગિક પંચમ શીલ્પ ઘડી એક મૂર્તિ પ્રગટ કરી દીધું.
  દરેક પંક્તિ એક આગવી રીતે વાત પ્રસ્તુત કરેછે…અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  —-

  Thanks.

 4. himanshupatel555
  Posted મે 16, 2012 at 5:05 એ એમ (am) | Permalink

  એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને,
  શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને?
  વાહ કાવ્યાત્મક અંજલી ભાષાની વિલક્ષણતાથી વિશેષ બને છે.

  Thanks.

 5. Tejas Shah
  Posted મે 16, 2012 at 6:54 એ એમ (am) | Permalink

  દરેક શેરનો ભવાર્થ તો હું સમજી ન શક્યો પરંતુ જેટલું સમજાયું એ લખાણ ઘણું ઊડા ચિંતન અને ઊચા કલ્પનથી ભરેલ છે


  Thanks.

 6. sunilshah
  Posted મે 16, 2012 at 8:25 એ એમ (am) | Permalink

  હૃદયસ્પર્શી રચના…

  Thanks.

 7. kishoremodi
  Posted મે 16, 2012 at 2:06 પી એમ(pm) | Permalink

  નવીન રદીફ સાથે એક સુંદર ગઝલ

  Thanks.

 8. વિવેક ટેલર
  Posted મે 17, 2012 at 1:49 પી એમ(pm) | Permalink

  સુંદર રચના…

  છંદ વિશે બોલવાનું મન થાય છે પણ હવે તમારા છંદ ધીમે ધીમે પારખવા માંડ્યો છું એટલે…

  Thanks.

 9. kapadwanji
  Posted મે 18, 2012 at 11:59 એ એમ (am) | Permalink

  એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને,

  શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને?

  Like it a lot, Panchambhai.


  Thanks.

 10. Daxesh Contractor
  Posted મે 24, 2012 at 5:02 પી એમ(pm) | Permalink

  એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને,
  શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને?

  .. આભ પણ ઝરમર ઝરે છે બરફની ફૂલપત્તી લઈને.

  કોક દી આચ્છાદશે કૂંપળ સમયની એમ માની,
  વૃક્ષની દિગંબરી ઊભી ધવલ પ્ર..પત્તિ લઈને!

  Wah .. Only you can write these Panchambhai … Once again a typical “Panchambhai” classic.


  Thanks.

 11. pramath
  Posted મે 25, 2012 at 8:49 એ એમ (am) | Permalink

  “શક્તિ કઈ નિહથ્થી લઈને?” – કવિની ભાવ પર પકડ તે આનું નામ.
  ભિંસાતી જતી આર્થિક પરિસ્થિતિના ફળસ્વરૂપ મહદંશ જગત પુનઃ ધિક્કાર ભણી ન ઢળે તે જ પ્રાર્થના!

  Thanks.

 12. Sudhir Patel
  Posted મે 28, 2012 at 6:07 પી એમ(pm) | Permalink

  Enjoyed once again your classic Gazal!
  Sudhir Patel.

  Thanks.

 13. vishveshavashia
  Posted જૂન 22, 2012 at 6:25 પી એમ(pm) | Permalink

  શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને?…..what a wonderful expression!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: