ગળું ફુલાવી ને તારઃસ્વરે

♥ પંચમ શુક્લ
છંદોલય (લલિત *)

ગળું ફુલાવી ને તાર:સ્વરે
કલરવે, કવે પંખીઓ મધુર;
ચરમ ઊડ્ડયન માંહિ એ રીતે
ચરકી ઊઠતાં – પિચ્છ જ્યમ ખરે!

પહોંચતી રહે દૃષ્યતંતુની
ઢીલ જ્યાં લગી, ત્યાં લગી સતત
નિહાળ્યા કરું અમીટ દૃષ્ટિથી
વિહગને જતાં ઓગળી ક્ષિતિજ.

હું ય ઈચ્છું કે પંખી થઈ શકું,
પંખી એક એવું કે જે કરે
ઉડ ઉડાઉડો, કલરવો; વળી
મુદિત મન ધરી ચરકી યે શકે
અકળ વ્યક્તિ પર, અકળ વસ્તુ પર-
“ગળું ફુલાવી ને તાર:સ્વરે!”

(૮-૩-૨૦૧૨)
* ‘સમજુ બાળકી…’ ના ઢાળમાં

i would like [Humberto Ak’abal] (Guatemalan poet)

The birds
sing in full flight
and in full flight they shit.
I stare at them,
and my gaze follows
until the string
my vision has given them ends.
How I would like to be a bird
and fly, fly, fly
and sing, sing, sing
and shit-with pleasure
on some people
and some
things!

http://www.poetryinternational.org/piw_cms/cms/cms_module/index.php?obj_id=570

θ – I thank Himashu Patel for sharing the English version.

Advertisements

17 Comments

 1. bharatatrivedi
  Posted મે 1, 2012 at 1:01 એ એમ (am) | Permalink

  loved the poem and the translation.
  —-
  Thanks Bharatbhai.

 2. dhavalrajgeera
  Posted મે 1, 2012 at 1:36 એ એમ (am) | Permalink

  હું ય ઈચ્છું કે પંખી થઈ શકું,
  પંખી એક એવું કે જે કરે
  ઉડ ઉડાઉડો, કલરવો; વળી
  મુદિત મન ધરી ચરકી યે શકે
  અકળ વ્યક્તિ પર, અકળ વસ્તુ પર-
  “ગળું ફુલાવી ને તાર:સ્વરે!”
  —-
  Thanks Rajenrabhai.

 3. pragnaju
  Posted મે 1, 2012 at 2:37 એ એમ (am) | Permalink

  ખૂબ સરસ સહજ મુદિત કલરવ કરતા ગીતનો તેવો જ અનુવાદ
  તેમા આ અદભૂત પંક્તીઓ
  ઉડ ઉડાઉડો, કલરવો; વળી
  મુદિત મન ધરી ચરકી યે શકે
  અકળ વ્યક્તિ પર, અકળ વસ્તુ પર-
  “ગળું ફુલાવી ને તાર:સ્વરે!” અને મુદિત મનની ચરક પર મન વિચારે ચઢ્યું!
  વાંસની પટ્ટીમાંથી તૈયાર થતી ફિરકી જેને અમારા લોકો ચરકી કહે છે
  મહાભારતમાં એક રસપ્રદ કથાનક- એક સન્યાસી નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરીને યોગની સાધના કરતો હતો. અનહત્‌ ચક્ર ભેદાવાની તૈયારીમાં હતું અને ચકલી ચરકી. ચકલીનું ચરક તેના ઉપર પડતાં સન્યાસીની ઘ્યાન ધારા તૂટી અને ચક્રભેદન કરવા મથતી શક્તિ પાછી વળવા લાગી… પછી જ્ઞાન લાધે છે કે.પ્રેમ જેવી જગતમાં કોઇ શક્તિ નથી અને કર્તવ્ય જેવો કોઇ ધર્મ નથી
  એક ફટાણાની પંક્તી ગુંજે
  પેલી લતા છે કંઈ વેંગણ જેવી,
  કંઈ ચરકી લાગે, કંઈ ચરકી લાગે,
  ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…
  અને અહીં અમેરિકામા ચરકા એગપ્લાંટ કુદરતી ગણાય!
  અને અહીં પણ પાન માવો થુકીને પણ સ્વચ્છતાની વાતો ચરકી શકાય છે
  તો ઘણાનો અનુભવ
  નવુ ખમિસ
  પહલો ઇંટરવ્યૂ
  ચકી ચરકી!
  તો અમારા કોમેન્ટ વા અંગે .
  .’અરે લોકો ગમે તેવી કોમેન્ટ ચરકી જાય એના કરતા તમે તો કંઇક સકારાત્મક વાત કહી છે!
  ગીત આજની સવાર મુદિત કરી ગયું
  —-
  Thanks Pragnaju.

 4. Rutul
  Posted મે 1, 2012 at 3:17 એ એમ (am) | Permalink

  Bahot achche…

  Thanks Rutulbhai.

 5. વિવેક ટેલર
  Posted મે 1, 2012 at 5:35 એ એમ (am) | Permalink

  સુંદર કવિતાનો સુંદર છાંદસ અનુવાદ…
  —-
  Thanks Vivekbhai.

 6. Dipak Dholakia
  Posted મે 1, 2012 at 8:38 એ એમ (am) | Permalink

  અનુવાદ અનુવાદ ન લાગે ત્યારે જ એ સાચો અનુવાદ ગણાય. અભિનંદન.

  Thanks Dipakbhai.

 7. હિમ્મતાસ્ય
  Posted મે 1, 2012 at 3:45 પી એમ(pm) | Permalink

  વાહ શુક્લા સાહેબ…સુંદર રચના નો સરસ અનુવાદ…
  —-
  Thanks Himmatbhai.

 8. Posted મે 1, 2012 at 3:47 પી એમ(pm) | Permalink

  વાહ શુક્લાસાહેબ..સુંદર રચનાનો સરસ અનુવાદ

 9. kishoremodi
  Posted મે 1, 2012 at 4:40 પી એમ(pm) | Permalink

  સુંદર કવિતા અને સુંદર અનુવાદ બન્ને ગમ્યાં.

  Thanks Kishorebhai.

 10. Anil Chavda
  Posted મે 2, 2012 at 4:21 એ એમ (am) | Permalink

  હું ય ઈચ્છું કે પંખી થઈ શકું,
  પંખી એક એવું કે જે કરે
  ઉડ ઉડાઉડો, કલરવો; વળી
  મુદિત મન ધરી ચરકી યે શકે
  અકળ વ્યક્તિ પર, અકળ વસ્તુ પર-
  “ગળું ફુલાવી ને તાર:સ્વરે!”

  koi pn jignasu kavyrasik tamari kavitakalana prem maa padi jay tevi chhe tamari aa kavita…

  kaavyaanand…


  Thanks Anilbhai.

 11. munira
  Posted મે 2, 2012 at 4:09 પી એમ(pm) | Permalink

  પંખી થવાય એટલે કલરવી ઉડાનો તો સહજ પ્રાપ્ય હોવાની જ, પણ એથી આગળ, એમ કહું કે અલગ, અકળ વસ્તુ ઉપર, અકળ વ્યક્તિ ઉપર ચરકી શકવાની ખેવના સુધી વિસ્તરતો દ્રષ્ટિકોણ ગમ્યો.
  આપની રચનાઓ ઉપર સારું છે તથા ગમ્યું એથી વિશેષ ટીપ્પણી કરવાનું સાહસ અને સામર્થ્ય નથી રહ્યું કદી મારું પણ આજે આટલો પ્રતિભાવ જાગ્યો તે જણાવ્યો.

  Thanks Munira.

 12. nabhakashdeep
  Posted મે 2, 2012 at 11:54 પી એમ(pm) | Permalink

  હું ય ઈચ્છું કે પંખી થઈ શકું,
  પંખી એક એવું કે જે કરે
  ઉડ ઉડાઉડો, કલરવો;
  ………………

  પંખીની મહત્તા માણી અને કલરવ કવિતાના ઝીલ્યા…વાહ! બંને ને.

  રમેશ પટેલ(આકાશદીપ)
  —-
  Thanks Rameshbhai.

 13. Amit Patel
  Posted મે 7, 2012 at 9:41 પી એમ(pm) | Permalink

  મજા પડી ગઈ પંચમભાઈ. સરસ કવિતા ને એવો જ સુંદર અનુવાદ.

  Pragnaju, ફિરકીનો એ સમાનાર્થી ચરખી છે કે પછી ચરકી? હું ધારું છું ત્યાં સુધી ચરખી છે (ચરખાનું સ્ત્રીલિંગ છે કદાચ. ચરખો શબ્દ સંસ્કૃતના ચક્ર પરથી છે કે ફારસી ચર્ખ પરથી આવ્યો છે કે પછી બંનેનું મૂળ એક જ છે એ ખબર નથી. પણ ચર્ખ ને ચર્ક પણ કહે છે એટલે ફીરકીને ચરકી પણ કહેવાતી હશે? ઝાઝો ખ્યાલ નથી. કોઈ જણાવશે તો જાણવા મળશે).

  જાણ ખાતર, તમે ટાંક્યું એ હાઇકુ કૃપાલ ભાવસારનું છે:

  નવુ ખમિસ
  પહલો ઇંટરવ્યૂ
  ચકી ચરકી!

  કોઈ મિત્રોને રસ હોય તો એમના વધુ હાઇકુ અહીં વાચી શકાશે:
  http://gujaratihaikus.blogspot.com/

  • Dipak Dholakia
   Posted મે 8, 2012 at 6:57 એ એમ (am) | Permalink

   અનિલભાઈ, સંસ્કૃત અને ફારસીનાં મૂળ એક જ છે! એટલે ચક્ર અને ચર્ખ એક જ થયાં. બોલવામાં ‘ક’ અને ‘ર’ એ જગ્યા બદલી છે. ‘ક”અઘોષ અલ્પપ્રાણનો અઘોષ મહાપ્રાણ ‘ખ’ છે. એટલે ચક્ર અને ચર્ખ બધી રીતે એક જ છે.
   પણ ફારસીમાં ચર્ખ શબ્દ ‘ચક્ર’્ના અર્થમાં છે એની ખબર હમણાં પડી! તે બદલ આભાર.

   —-
   Thanks Amitbhai and Dipakbhai.

 14. Bhadra Vadgama [Mrs]
  Posted મે 7, 2012 at 10:43 પી એમ(pm) | Permalink

  I can’t believe how you have uplifted a simple poem to such a height! I wonder what it was like in its original version as the English version is a translation! Your translation is totally original. Beautiful! I am sure Humberto himself would be impressed if he could read Gujarati. I managed to see him recite his poems on youtube.
  —-
  Thanks Bhadrabahen.

 15. Tejas Shah
  Posted મે 10, 2012 at 4:16 એ એમ (am) | Permalink

  ભાષાંતર પછીનો ભાવ ઔર વધુ કલાત્મક લાગ્યો, સુંદર

  -તેજસ
  — Thanks.

 16. Daxesh Contractor
  Posted મે 24, 2012 at 4:56 પી એમ(pm) | Permalink

  I stare at them,
  and my gaze follows
  until the string
  my vision has given them ends.
  ……
  પહોંચતી રહે દૃશ્યતંતુની ઢીલ જ્યાં લગી,
  ત્યાં લગી સતત નિહાળ્યા કરું અમીટ દૃષ્ટિથી
  વિહગને જતાં ઓગળી ક્ષિતિજ.
  ……
  પંચમદા, આખી રચના-અનુવાદ મજેદાર. પણ ઉપરની પંકિતઓ માટે કહી શકું કે બેશક તમે મુળ રચના કરતાં પણ આગળ નીકળી ગયા છો. મૂળ રચનામાં જે હૈયે હતું તેને અનુવાદથી હોઠ પર મૂકી દીધું છે, એટલે કે મૂળ રચના કરતાંય વધુ ભાવ-સંવેદન પ્રકટ કર્યા છે. વાચકને એમ જરૂર લાગે કે સંવેદનની રજૂઆત માટે ગુજરાતીમાં શબ્દોની કમી નથી, અંગ્રેજી વામણું લાગે. એક અનુવાદક માટે એથી વધુ સિદ્ધિ કયી હોઈ શકે.
  —-
  Thanks.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: