શૃંખલા ઉદ્વિકાસની

♥ પંચમ શુક્લ

એના કવનની બાની સહેજ પણ નથી અરૂઢ,
મારે તો સ્વપ્નનીય હોય કાંચળી અરૂઢ!

એને ખબર છે આભ ક્યાં છે ને જમીન ક્યાં,
ચીંધું છું આંગળી હું ખુદને ક્ષિતિજની અરૂઢ!

‘એકેક ક્ષણ છે જિંદગી’ એ એવું કહી શકે,
છું શૃંખલા હું આખા ઉદ્વિકાસની અરૂઢ!

આકાશ આખેઆખું એ તો માથે લઈ ફરે,
વડવાઈ છું હું વડની ટેકાલાકડી અરૂઢ!

જે રૂઢ હોય એને જર્જરિત થવું પડે,
નવપલ્લવિત થયા કરે છે હરઘડી અરૂઢ!

12-10-2009

છંદોલય: ગા ગાલગાલ ગાલગાલ ગાલગાલ ગા

Advertisements

18 Comments

 1. Sudhir Patel
  Posted એપ્રિલ 15, 2012 at 2:39 એ એમ (am) | Permalink

  વાહ! અરૂઢ બાનીમાં કહેવાયલી મસ્ત ગઝલ!!
  સુધીર પટેલ.
  —-
  Thanks Suhirbhai.

 2. Chintan
  Posted એપ્રિલ 15, 2012 at 4:05 એ એમ (am) | Permalink

  your style of thinking and wrapping of psychology in different symbols, is very tempting for me. In this particular one, the રદીફ is pretty vivid. I see that in order to convey your thoughts the byproduct is that it opens up versatility of રદીફ. How beautifully રદીફ adds fragrance to your complete શેર.

  Thanks Chintan.

 3. દક્ષેશ કોન્ટ્રાકટર
  Posted એપ્રિલ 15, 2012 at 4:55 એ એમ (am) | Permalink

  આકાશ આખેઆખું એ તો માથે લઈ ફરે,
  વડવાઈ છું હું વડની ટેકાલાકડી અરૂઢ !
  વડવાઈની અરૂઢતા, માથે આકાશ અને ચલનની અશક્યતા .. નાજુક સંવેદન ઝીલાયા છે.
  જે રૂઠ(ઢ)(?) હોય એને જર્જરિત થવું પડે,
  નવપલ્લ્વિત થયા કરે છે હરઘડી અરૂઢ!
  વાહ …
  —–
  Thanks Daxeshbhai. I have corrected the typo: રૂઠ(ઢ)(?)

 4. Dipak Dholakia
  Posted એપ્રિલ 15, 2012 at 7:16 એ એમ (am) | Permalink

  જે રૂઠ હોય એને જર્જરિત થવું પડે,
  નવપલ્લ્વિત થયા કરે છે હરઘડી અરૂઢ!

  મઝા આવી ગઈ૧

  ——-
  Thanks Dipakbhai.

 5. pragnaju
  Posted એપ્રિલ 15, 2012 at 9:12 એ એમ (am) | Permalink

  ગૂઢ વાતની મધુરી ગઝલ દ્વારા રજુઆત

  ‘એકેક ક્ષણ છે જિંદગી’ એ એવું કહી શકે,
  છું શૃંખલા હું આખા ઉદ્વિકાસની અરૂઢ!
  વાહ્

  અણુભઠ્ઠીમાં શૃંખલા પ્રક્રિયા નામે પ્રક્રિયા થાય છે. તેના કારણે દર સેકન્ડે અબજો … તેની અણુભઠ્ઠીનું પરિરૂપ કોઈ નિશ્ચિત નહીં હોય પણ ઉદ્વિકાસ પામનાર હશે
  ‘એડવાન્સ્ડ લાઇટ વૉટર રીએકટર’ કહેવાય છે. આ ટેકનોલોજીની મદદથી મોટી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી અણુભઠ્ઠીઓ ચપલ ચાવી છે. ભારતમાં તામિલનાડુમાં કુદમકુલમ ખાતે આવી બે ભઠ્ઠીઓ સંપૂર્ણપણે રશિયા સ્થાપી રહેલ છે તે ભઠ્ઠીઓ આંતરરાષ્ટ્રીય અણુઊર્જા એજન્સીના નિરીક્ષણ નીચે રહેશે.વઘુમાં તેની સ્થાપના પાછળનો ખર્ચ અને તેમાંથી મળતી વિદ્યુત ઊર્જા પ્રમાણમાં સસ્તી હશે.
  ચોથી પેઢીની અણુ ભઠ્ઠીઓ વિકસિત થશે. તે અત્યંત ઓછા ખર્ચે વિદ્યુત ઉત્પાદન કરશે. અત્યંત સલામત હશે. તેમાં બહુ જ ઓછો રેડિયો એક્ટીવ કચરો પેદા થશે. તેવી સામગ્રીનો ઉપયોગ અણુબોંબ બનાવવા સામે અવરોધક હશે. આ ચોથી પેઢીની એક અણુ ભઠ્ઠી ‘પેબલ બેડ મોડ્યૂલર રીએક્ટર’ છે
  —-
  Thanks Pragnaju. You have extended the understanding of ‘instance’ and ‘chain’ with modern metaphor.

 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ
  Posted એપ્રિલ 15, 2012 at 12:39 પી એમ(pm) | Permalink

  નવપલ્લવિત કરનાર ગઝલ સાહેબ

  મજા પડી.

  Thanks Kishorbhai.

 7. અક્ષયપાત્ર/Axaypatra
  Posted એપ્રિલ 15, 2012 at 12:44 પી એમ(pm) | Permalink

  રૂઢ અરૂઢ ની સુંદર ગઝલ!
  —-
  Thanks.

 8. Rutul
  Posted એપ્રિલ 15, 2012 at 5:06 પી એમ(pm) | Permalink

  Very nice!

  —-

  Thanks Rutul.

 9. nabhakashdeep
  Posted એપ્રિલ 15, 2012 at 5:34 પી એમ(pm) | Permalink

  કુદરતની શક્તિની કેવી સરસ પરખ. શ્રી પંચમભાઈ આપે સૂક્ષ્મજગત અને
  સંરચનાને ભવ્યતાથી એકબીજા સાથે પરોવી દીધી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)
  —-
  Thanks Ramehbhai.

 10. Amit Patel
  Posted એપ્રિલ 15, 2012 at 6:20 પી એમ(pm) | Permalink

  છંદોલય પ્રતિકો બધુય છે રૂઢીવત જ
  તોય પંચમ તારી ગઝલ બની અરૂઢ!
  —–
  Thanks.

 11. Dhrutimodi
  Posted એપ્રિલ 15, 2012 at 8:05 પી એમ(pm) | Permalink

  પ્રગતિની શૃંખલા અરૂઢ છે.એટલે ગઝલકાર કહે છે;

  જે રૂઢ હોય એને જર્જરિત થવું પડે,
  નવપલ્લિત થયા કરે છે હરઘડી અરૂઢ.

  બંધીયાર પાણી અને વહેતા પાણી જેટલો તફાવત છે રૂઢ અને અરૂઢમાં
  સુંદર રચના.
  —–
  Thanks Dhrutibahen.

 12. himanshupatel555
  Posted એપ્રિલ 16, 2012 at 2:24 એ એમ (am) | Permalink

  વતુળના કેન્દ્રમાંથી શરૂ થઈ(પ્રાથમિક કે પ્રારંભિક અવસ્થા) પરિઘ તરફ વિસ્તરે છે અને વિસ્તાર ફરી ઘન થઈ કેન્દ્રમાં તદાકાર થાય છે-સ્રારા સર્જનમાં આ સતત દેખાય છે અને તે જ જે તે સર્જકની લાક્ષણિકતા છે આ વૈયક્તિક કાવ્ય વિશ્વમાં-
  એના કવનની બાની સહેજ પણ નથી અરૂઢ,…અહીંથી શરુ થયેલું અહીં પહોંચે છે–જે રૂઢ હોય એને જર્જરિત થવું પડે,
  નવપલ્લ્વિત થયા કરે છે હરઘડી અરૂઢ!
  કદાચ જુના સર્જકો(old masters)ને લખવાનું બંધ કરોનો આદેશ હશે!?
  તો જ નવ્ય અરૂઢ થાયને………
  ——
  Thanks Himanshubhai.

 13. inkandipoetry
  Posted એપ્રિલ 16, 2012 at 6:20 એ એમ (am) | Permalink

  એના કવનની બાની સહેજ પણ નથી અરૂઢ,
  મારે તો સ્વપ્નનીય હોય કાંચળી અરૂઢ!

  ‘એકેક ક્ષણ છે જિંદગી’ એ એવું કહી શકે,
  છું શૃંખલા હું આખા ઉદ્વિકાસની અરૂઢ!

  આકાશ આખેઆખું એ તો માથે લઈ ફરે,
  વડવાઈ છું હું વડની ટેકાલાકડી અરૂઢ!

  કંઈક નવો જ દ્રષ્ટિકોણ, નવીન જ વિચારપ્રવાહ મૂર્તિમંત થતો રહે જ્યાં હર વખત આપના કવનમાં ત્યાં ઝાઝું કંઈ કહેવાય નહિ મારાથી.

  ——
  Thanks Munira.

 14. kishoremodi
  Posted એપ્રિલ 17, 2012 at 12:30 પી એમ(pm) | Permalink

  નવી અભિવ્યક્તિમાં કહેવાયેલી મર્માળુ ગઝલ
  —-
  Thanks Kishorebhai.

 15. વિવેક ટેલર
  Posted એપ્રિલ 17, 2012 at 12:39 પી એમ(pm) | Permalink

  સુંદર ગઝલ…

  ભલે એ એમ કહે કે એના કવનની બાની સહેજ પણ નથી અરૂઢ, આ બાની બિલકુલ અરૂઢ છે અને બે-ત્રણવાર વાંચ્યા પછી જ મને સમજાતી પણ હોય છે. કવિની અંદરની વાત આજે હૂ-બ-હૂ ઉપસી આવી…

  Thanks Vivekbhai.

 16. પંચમ શુક્લ
  Posted એપ્રિલ 17, 2012 at 1:04 પી એમ(pm) | Permalink

  [From Anil Chavda via Email]

  જે રૂઢ હોય એને જર્જરિત થવું પડે,
  નવપલ્લવિત થયા કરે છે હરઘડી અરૂઢ!

  ક્યા બાત હૈ,

  નાવીન્યસભર અને ખૂબ જ અઘરા રદીફને બ-ખૂબી રીતે નિભાવ્યો છે.
  આનન્દ….

  Thanks Anilbhai.

 17. સંજુ વાળા
  Posted એપ્રિલ 21, 2012 at 3:55 એ એમ (am) | Permalink

  હા, તમે અરૂઢની વાત કરતા હો ત્યારે એમાં જ અરૂઢતા પરોક્ષ/પ્રત્યક્ષ હોવી ઘટે !! અહીં એની જ તો મઝા છે. અભિનંદન.

  Thnaks Sanjubhai.

 18. Tejas Shah
  Posted મે 10, 2012 at 4:19 એ એમ (am) | Permalink

  રૂઢ અરૂઢનું સરસ ચિંતન. નવો જ રદીફ


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: