પ્રકૃતિ રોશનીની

♥ પંચમ શુક્લ

અક્રિય વાયુ ભરેલી શીશીમાં પૂંજ થઈ,
તપે છે રોજ ઠરે છે એ સૂર્ય ખિન્ન થઈ.

કદી એ ત્રાડ ગગન ભેદીને ન ગૂંજી શકી,
બદામી કેશવાળી કેસરીય ના જ થઈ.

થઈને ચાંદરણું જ્યાં ઝિલાય મૂઠી મહીં,
ઝમે એ આંગળીઓની તરડથી પેય થઈ.

ગુરુત્વબળ અને સાપેક્ષતાની ગૂંચવણમાં,
નિહારિકાઓ વિષે એ ઘૂમે ત્રિશંકુ થઈ.

નયનથી માંડી નવા ઉપકરણની પ્રજ્ઞા છતાં,
પ્રકૃતિ રોશનીની ના કશામાં મૂર્ત થઈ!

૨૧-૫-૨૦૧૦

નોંધ: સુસ્ત કાફિયાઓમાં પણ ‘ત્રિશંકુ’ જેવો કાફિયાદોષ સાભિપ્રેત છે. ગઝલનો છંદોલય લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા પર આધારિત છે. કેશવાળી (ગાલગાલ-> ગાલલગા નું સમમાત્રિક/સમતાલિય પરિવર્તન) કે ચાંદરણું (ગાગાગા-> ગાલલગા) વહી જતા છંદોલયમાં ભળી જાય છે.

Advertisements

21 Comments

 1. Posted એપ્રિલ 2, 2012 at 1:21 પી એમ(pm) | Permalink

  વાહ પંચમભાઈ. તમારા પ્રતીકો અચંબિત કરી મુકે એટલી કક્ષાએ આજના સમયના હોય છે! મજા આવી ગઈ.

  નયનથી માંડી નવા ઉપકરણની ફોજ છતાં,

  પ્રકૃતિ રોશનીની ના કશામાં મૂર્ત થઈ!


  Thanks Amitbhai.

 2. Posted એપ્રિલ 2, 2012 at 1:26 પી એમ(pm) | Permalink

  પ્રકૃતિને ઓળખવાની તો હજી શરૂઆત જ થઈ છે. માનવ આદિમ અવસ્થાથી પ્રકૃતિને ઓળખવાનો પ્રયાસ કરતો રહ્યો છે. પણ એ મહામાયા પોતાનાં રહસ્યો સહેલાઈથી ખોલતી નથી. માનવ વિકાસનો ઇતિહાસ પ્રકૃતિને જાણવાના એના પ્રયાસોનો ઇતિહાસ છે. આ યાત્રા અવિરત ચાલુ જ રહેશે.
  —–
  True Dipakbhai. The quest is endless.

 3. Posted એપ્રિલ 2, 2012 at 1:33 પી એમ(pm) | Permalink

  ગુરુત્વબળ અને સાપેક્ષતાની ગૂંચવણમાં,
  નિહારિકાઓ વિષે એ ઘૂમે ત્રિશંકુ થઈ.

  વાહ, શું સુંદર રીતે વિજ્ઞાનને વણી લીધું છે આ અભિવ્યક્તિમાં…
  —–
  Thanks Dhavalbhai.

 4. Posted એપ્રિલ 2, 2012 at 1:50 પી એમ(pm) | Permalink

  ગુરુત્વબળ અને સાપેક્ષતાની ગૂંચવણમાં,

  નિહારિકાઓ વિષે એ ઘૂમે ત્રિશંકુ થઈ.

  વાહ પંચમ વાહ….

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org
  ———-
  Thanks Rajendrabhai.

 5. sunil shah
  Posted એપ્રિલ 2, 2012 at 2:15 પી એમ(pm) | Permalink

  નોખી ભાત પાડતી..નવા કલ્પનોથી સભર સુંદર ગઝલ..
  ————
  Thanks Sunilbhai.

 6. Posted એપ્રિલ 2, 2012 at 2:32 પી એમ(pm) | Permalink

  સુંદર ગઝલ..

  ત્રિશંકુ કાફિયા વિશેની તમારી કેફિયત વાંચી પણ એ અધૂરી લાગી… બારી બહાર ડોકિયું તો કાઢ્યું એ વાત ગમી ગઈ… પણ પછી શો પ્રકાશ લાધ્યો એ જણાવશો તો મારા જેવાને પણ લાભ થાય… કેમકે અમારા જેવા રુઢિચુસ્ત ગઝલકાર આ ગઝલ વાંચે ત્યારે કાફિયાદોષ હોવાનો જ અહેસાસ થાય છે.. આ કશું નવું કરવા કે મેળવવાનો પ્રયાસ છે એ મને મારી સમજણથી સમજાતું નથી…

  કેશવાળી અને ચાંદરણું – છંદ ?

  ———-

  Thanks Vivekbhai. I respect your views as all other readers. It would be good to see readers’ views (critism or readership). Readers like ‘Pramath’ and Valibhai have provided new insights in past. I will be pleased to have your ‘aaswad’ as a joint creativity.

  The explanation to your inquire is as follows:
  ગઝલનો છંદોલય લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા પર આધારિત છે. કેશવાળી (ગાલગાલ-> ગાલલગા નું સમમાત્રિક/સમતાલિય પરિવર્તન) કે ચાંદરણું (ગાગાગા-> ગાલલગા) વહી જતા છંદોલયમાં ભળી જાય છે.

 7. Posted એપ્રિલ 2, 2012 at 3:06 પી એમ(pm) | Permalink

  મુજ પામરથી તો વાહ વાહ પણ ન કહેવાય એવાં વિસ્માયો સર્જો છો આપ પંચમજી, પણ એટલું તો કહેવું રહ્યું મારે કે આપની રચનાઓ અને એને વિષયક, વાચકો સાથેના અપના સંવાદો અને ટીપ્પણીઓ ઉપરથી ઘણું ઘણું શીખું છું હું. જેમ કે રદીફ અને કાફિયાનું તત્વ ઠીક ઠીક સમજાયું છે પણ છંદમાં હજી મંદ પડું છું, આપે સુચાલેવું ગઝલ નું છંદોવિધાન મંગાવ્યું છે; બાકી “વલી” વર્ગ અને “પંચમ” શાળા તો છે જ…
  ——-
  Thanks Munirabahen. I think we all are enriching ourselves through such interactions. We are exploring diversity of the poetry with open mind.

 8. Dhrutimodi
  Posted એપ્રિલ 2, 2012 at 6:03 પી એમ(pm) | Permalink

  નવા વિષય સાથે ઉપમા અને સંસ્કૃત શબ્દોથી અલંકૃત મનભાવન ગઝલ.
  ——
  Thanks Dhrutibahen.

 9. Posted એપ્રિલ 2, 2012 at 6:20 પી એમ(pm) | Permalink

  Very Very Nice and Interesting…..

  —-
  Thanks Anilbhai. Welcome to my blog.

 10. nabhakashdeep
  Posted એપ્રિલ 2, 2012 at 6:29 પી એમ(pm) | Permalink

  સૃષ્ટિ અને ખુદને ઓતપ્રત કરતી ગઝલ ઘણું બધુ કહેવા સમર્થ છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  —–

  Thanks Rameshbhai.

 11. સુરેશ
  Posted એપ્રિલ 2, 2012 at 10:39 પી એમ(pm) | Permalink

  રોશનીની વાત આવે અને આ વિજેજનેર ઝાલ્યો નો રે!

  પ્રકાશ અમ ગે વિચારતાં જ સાપેક્ષતાનો સિદ્ધાંત જન્મ્યો અને પછી…
  પ્રચણ્ડ વિસ્ફોટ…
  હમણાં જ એન્રિકો ફર્મીના જીવન વિશે વાંયું – અને આ કવિતા.
  શબ્દોનો ભાર કઠે તેવો છે ! ગદ્યજડોના ગજા બહાર !

  • સુરેશ
   Posted એપ્રિલ 2, 2012 at 10:40 પી એમ(pm) | Permalink

   સોરી… મુદ્રા રાક્ષસ

   પ્રકાશ અંગે વિચારતાં

   ——–
   Thanks Mama.

 12. kishoremodi
  Posted એપ્રિલ 3, 2012 at 12:31 એ એમ (am) | Permalink

  કંઇક નવીનતાસભર રચના ગમી.
  —–
  Thanks Kishorebhai.

 13. pragnaju
  Posted એપ્રિલ 6, 2012 at 9:00 એ એમ (am) | Permalink

  સુંદર ગઝલ.

  આ જ પ્રકૃતિ પરથી…
  ઊર્જાની બચત કરવા માટે કરવામાં આવતા બારી-બારણાંના આયોજન માટે આ શબ્દ ‘સ્કાયલાઈટ્સ’ વપરાય છે. બારી-બારણાં, વેન્ટિલેટર્સની સાથે પ્રતિબિંબ પાડતી સપાટીઓનો તેમાં સમન્વય કરવામાં આવે છે. કોઈ ઈમારતની રચના કરતી વખતે સૂર્યપ્રકાશનો મહત્તમ લાભ મેળવવા માટે કરાતી આ વ્યવસ્થામાં એ ધ્યાન પણ રાખવામાં આવે છે. આંખોને શ્રમ ના પડે. ઈમારતની છતમાં મુકાતી આડી, મોટી બારી પ્રકાશને સરળતાથી અંદર દાખલ કરે છે. એકસરખી પ્રકાશ વ્યવસ્થા માટે તેમાં કાચ કે સફેદ એક્રીલીક લગાવવામાં આવે છે. બારીઓની તુલનાએ સ્કાયલાઈટ્સ પ્રકાશની એકસમાન વહેંચણી કરે છે. પૂરતો પ્રકાશ જગ્યાને સ્પષ્ટ બનાવે છે તેમજ મૂડને પણ ઉત્સાહિત કરે છે. જો કે સ્કાયલાઈટ્સ પ્રયોજવા માટે તેના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. યોગ્ય રીતે બનેલી ના હોય તો સ્કાયલાઈટ્સમાં લીકેજ થઈ શકે છે. તમારી છત જો ઊંચી અને સાંકડી હોય તો ‘ઓક્યુલસ’ (ઘુમ્મટમાં પાડેલું ગોળ કાણું) શૈલી અપનાવી શકાય છે. આ શૈલી સોળમી સદીથી ચાલી આવે છે. ‘ઓક્યુલસ’ એ લેટિન શબ્દ છે અને તેનો અર્થ ‘આંખ’ થાય છે.
  —-
  Thanks Pragnaju for the additional information. It helps.

  • Dipak Dholakia
   Posted એપ્રિલ 7, 2012 at 3:48 એ એમ (am) | Permalink

   …અને પ્રજ્ઞાનાબહેન, ‘ઑક્યુલસ’ અને અક્ષ (આંખ) એક જ મૂળમાંથી બનેલા બે શબ્દો છે. ઓક્યુલસ કેન્ટુમ ગ્રુપનો અને અક્શ શતમ ગ્રુપનો શબ્દ છે. બીજું ઉદાહરણ ઈક્વેસ્ટ્રિયન (ઘોડેસવારી)માં ‘ઇક્વા’ શબ્દ છે તેનો સમાંતર સંસ્કૃત શબ્દ ‘અશ્વ’ છે.
   ——-
   Thanks Dipakbhai.

 14. kavianilchavda
  Posted એપ્રિલ 10, 2012 at 3:38 એ એમ (am) | Permalink

  પ્રકૃતિ રોશનીની ના કશામાં મૂર્ત થઈ!

 15. Sudhir Patel
  Posted એપ્રિલ 15, 2012 at 2:46 એ એમ (am) | Permalink

  I enjoyed your unique expressions in Ghazal!
  Sudhir Patel.

 16. દક્ષેશ કોન્ટ્રાકટર
  Posted એપ્રિલ 15, 2012 at 4:47 એ એમ (am) | Permalink

  અક્રિય વાયુ ભરેલી શીશીમાં પૂંજ થઈ,
  તપે છે રોજ ઠરે છે એ સૂર્ય ખિન્ન થઈ.
  નયનથી માંડી નવા ઉપકરણની પ્રજ્ઞા છતાં,
  પ્રકૃતિ રોશનીની ના કશામાં મૂર્ત થઈ!
  વીજળીના બલ્બમાં ઝળહળતી રોશની ને એની સંવેદનાઓને એક નવા અંદાજમાં જોવું ગમ્યું … તપે છે રોજ, ઠરે છે, એ સૂર્ય ખિન્ન થઈ .. વાહ .. સ્વીચ ઓફ કરતાં આવું કદી વિચારતાં નથી આપણે …
  છેલ્લો શેર પણ મજાનો. એકંદરે પંચમ-ગઝલ

 17. Tejas Shah
  Posted મે 10, 2012 at 4:21 એ એમ (am) | Permalink

  સૂર્ય ખિન્ન થવાની કલ્પના અદ્ભુત


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: