યાદ કર તું પંચમ

♥ પંચમ શુક્લ

દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.

રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની-
(ના)તાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે.

એકને છો  હાર્થવટો એકને અસીમ ગગન,
બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.

યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે.

જા! પીળાશ સરસવની પૉસ્ટમાં મગાવી લે,
ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.

૨૧-૦૧-૨૦૧૦

છંદોવિધાન: ગાલગાલ ગાલલગા ગાલગાલ ગાલગા

:  લઘુ ગુરુ માપનું પરિવર્તન.

 હાર્થ (Hearth): the floor of a fireplace, usually of stone, brick, etc., often extending a short distance into a room.

Advertisements

24 Comments

 1. Posted ફેબ્રુવારી 7, 2012 at 2:00 એ એમ (am) | Permalink

  વાહ! મજા આવી ગઈ.

  જા! પીળાશ સરસવની પૉસ્ટમાં મગાવી લે,
  ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.

 2. Posted ફેબ્રુવારી 7, 2012 at 2:32 એ એમ (am) | Permalink

  એકને છો હાર્થવટો એકને અસીમ ગગન,
  બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.

 3. Posted ફેબ્રુવારી 7, 2012 at 8:52 એ એમ (am) | Permalink

  યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
  ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે.
  વાહ પંચમભાઈ સુંદર ગઝલ લઇ આવ્યા ..

 4. Posted ફેબ્રુવારી 7, 2012 at 9:19 એ એમ (am) | Permalink

  કાયનાત સ્ત્રીલિંગ હોવાને નાતે “ચીમનીની એજ કાયનાત છે” ના હોવું જોઈએ? કવિતામાં વ્યાકરણ વાંચવા બદલ માફ કરશો.

  • Posted ફેબ્રુવારી 7, 2012 at 12:50 પી એમ(pm) | Permalink

   ધવલભાઈ,
   તમે ખૂબ ઝીણી નજરે કવિતા વાંચી એનો આનંદ છે.
   ‘ચીમનીના બેઉ છેડે એ જ એક કાયકાત છે એમ અભિપ્રેત છે. વ્યાકરણની રીતે અહીં કશું અયોગ્ય હોય એવું મને લાગતું નથી.
   આમ છતાં ફરી ચકાસી લઈશ. આજ રીતે વિધાયક પ્રતિભાવો આપતા રહેશો.

   • Posted ફેબ્રુવારી 7, 2012 at 7:48 પી એમ(pm) | Permalink

    મારા જેવા બિનરસિકો કવિતા વાંચવા બેસે ત્યારે તેનું ઓપરેશન કરવાને બદલે પોસ્ટમોર્ટમ કરી બેસે. ‘ના’ પ્રત્યય કોના પરિપ્રેક્ષ્યમાં વપરાયો હતો તે જાણ્યા વગર જ ડહાપણ ઠોકી બેસાડ્યું. માફ કરજો.

 5. Posted ફેબ્રુવારી 7, 2012 at 11:44 એ એમ (am) | Permalink

  પહેલો અને છેલ્લો એમ બે શેર ગમ્યા…

 6. Siraj Patel
  Posted ફેબ્રુવારી 7, 2012 at 12:58 પી એમ(pm) | Permalink

  Pancham
  Very appropriate to the present freez & of course excellent creation.

  Siraj Patel ” Paguthanvi”
  Secretary
  Gujarati Writers’ Guild-UK

 7. Posted ફેબ્રુવારી 7, 2012 at 2:13 પી એમ(pm) | Permalink

  જા! પીળાશ સરસવની પૉસ્ટમાં મગાવી લે,
  આખી ગઝલની ધ બેસ્ટ પંક્તિ અને છેલ્લો શેર પણ તેવો જ.અને આ–
  હાર્થ (Hearth)the extended floor of a fireplace: v/s
  આગવણ:- ચૂલાનો આગલો ભાગ, ચૂલાની બેળ (જ્યાં અંગારા કાઢી ઠારવામાં આવે.

 8. Nisha
  Posted ફેબ્રુવારી 7, 2012 at 2:25 પી એમ(pm) | Permalink

  I felt the same way that there is not much difference between the home country and employer country if you can find out the basics.

  • himanshupatel555
   Posted ફેબ્રુવારી 9, 2012 at 5:43 પી એમ(pm) | Permalink

   આ કન્ટ્રિનો સવાલ નથી નિશાબેન ઝુરાપાનો “miss you “નો અનુભવ છે,જ્યાં સંકળાવુ-કપાય નહીં તેવી સાંકળના સાતત્ય જેવું-નો.
   કવિ વેપારી કે નોકરિયાત નથી માણસની સંવેદનાને form આપતો
   શબ્દને કસનારો કારિગર છે,તેથી જ દરેક કાવ્ય-અનેકાકારે-નોખું રહે છે કોઈપણ સર્જક પાસે કે એના હાથે.

 9. Posted ફેબ્રુવારી 7, 2012 at 2:27 પી એમ(pm) | Permalink

  સુન્દર.

 10. Kishoremodi
  Posted ફેબ્રુવારી 7, 2012 at 3:30 પી એમ(pm) | Permalink

  નવી અભિવ્યક્તિવાળી નખશિખ સુંદર ગઝલ

 11. Posted ફેબ્રુવારી 7, 2012 at 7:34 પી એમ(pm) | Permalink

  વાહ પંચમદા સરસ ગઝલ થઈ છે..બધાં શેર ગમ્યાં ..

  યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
  ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે.

 12. Posted ફેબ્રુવારી 8, 2012 at 4:41 એ એમ (am) | Permalink

  ગઝલમાં નવા પ્રવાહો આવી રહ્યા છે તેની ઉ‌દ્‌ઘોષક આ ગઝલ ગમી.

 13. Posted ફેબ્રુવારી 8, 2012 at 4:52 પી એમ(pm) | Permalink

  દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
  આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.

  waah panchambhai

 14. Posted ફેબ્રુવારી 8, 2012 at 7:23 પી એમ(pm) | Permalink

  શ્રી પંચમભાઈ
  ઋતુ વસંત પંચમીની યાદ મનમાં ઘોળે અને બહાર હિમવર્ષા.
  વસંતને આંગણે પરબિડિયાથી ભારતથી યુરોપખંડમાં ઝુલાવતા,
  આ સર્વ સ્પંદનોને આપે આબાદ રીતે પંચમ સ્ટાઈલથી કેદ કરી,
  સૌને ડોલાવી દીધા.મજા આવી…
  welcome to….

  હિમ લહરમાં….રમેશ પટેલ(આકાશદીપ) છંદ- શિખરિણી

  February 7, 2012 by nabhakashdeep

  રમેશ પટેલ(આકાશદીપ)

 15. Dhrutimodi
  Posted ફેબ્રુવારી 8, 2012 at 11:11 પી એમ(pm) | Permalink

  ઘણીવાર હું સીંગાપોર દીકરા જોડે વાત કરતી હોઉં છું ત્યારે પાછળથી કોયલનું કૂજન સંભળાય છે, ત્યારે ભલેને અહીં અમેરિકામાં શ્વેત ચાદર પથરાયેલી હોય, હું મારા ગામના ઉનાળાના દિવસોમાં પહોંચી જાઉં છું,સાચે જ તમારી કવિતામાં અા ભાવ ગમ્યો.
  સરસવની પીળાશને પોષ્ટમાં મંગાવવાની વાત ગમી. મઝાની ગઝલ.

 16. Sudhir Patel
  Posted ફેબ્રુવારી 10, 2012 at 10:35 પી એમ(pm) | Permalink

  ખૂબ સુંદર ગઝલનો મત્લા મજબૂત છે!
  સુધીર પટેલ.

 17. Posted ફેબ્રુવારી 14, 2012 at 11:12 પી એમ(pm) | Permalink

  સુંદર ગઝલ!

 18. pragnaju
  Posted ફેબ્રુવારી 15, 2012 at 9:32 એ એમ (am) | Permalink

  એકને છો હાર્થવટો એકને અસીમ ગગન,
  બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.
  ખૂબ સુંદર

  યાદ
  હયાત યા કાયનાત લે કે ચલો
  સારે જહાં કો સાથ લે કે ચલો.
  તમારે તમારી જિંદગી, તમારા દિલ અને તમારા વ્યક્તિત્વને આ પ્રદૂષણથી દૂર રાખવું હોય તો જિંદગીને હળવી રાખો, મનને મુક્ત રાખો. આપણા વિચારો પર કેટલાં બધાં પડ જામી ગયાં છે? આપણે જડ જેવા થઈ ગયા છીએ. કોઈ જ બાંધછોડ નહીં, કોઈ જ સમાધાન નથી, હું કરું એ જ સાચું, હું કરું એ જ સત્ય. કોઈની વાત આપણને અસર ન કરે એટલું પ્રદૂષણ થઈ જાય એ પહેલાં સંવેદનાને થોડીક ઢંઢોળવાની જરૂર લાગે છે

 19. Posted ફેબ્રુવારી 21, 2012 at 12:28 એ એમ (am) | Permalink

  દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
  આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.
  એકને છો હાર્થવટો એકને અસીમ ગગન,
  બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે.

  વાહ પંચમદા .. સુંદર શબ્દચિત્ર. હાર્થવટો શબ્દ નવો જાણવા મળ્યો.

 20. Posted ફેબ્રુવારી 29, 2012 at 11:31 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  તમે ખરા અર્થમાં કલાકાર છો.
  આ ગઝલનુમા નઝમ છે કે એક સિક્કાની બે બાજુએ દોરેલું લૅન્ડસ્કેપ તે જ સમજણ નથી પડતી!
  સુંદર!


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: