બોબડાને શબ્દ ફૂટે

 ♥ પંચમ શુક્લ

એક ‘ઈ’થી આંખ ચોળી, એક ‘ઉ’માં કાન બોળી
મુખ મહીં મે’લી ‘શ’કોરું
આંધળો બહેરું કૂટે
ને બોબડાને શબ્દ ફૂટે!

ને પ્રથમ જે શબ્દ ફૂટ્યો-
નાદ એનો માત્ર ઊંઝા,
જોડણી આકાશ ઊંઝા.

ગાત્ર પરખે માત્ર ઊંઝા,
પાત્ર છલકે માત્ર ઊંઝા,
સૂર્ય, ચંદ્ર, તન્માત્ર ઊંઝા,
ક્ષણ,પ્રહર,અહોરાત્ર ઊંઝા,
ધર્મ, રક્ષણ, ક્ષાત્ર ઊંઝા,
અત્ર તત્ર સર્વત્ર ઊંઝા!

 ******

ત્રણે લોકના રહેવાસીઓ
ત્રાહિ ત્રાહિ
ત્રિપુરારિને જઇને પૂછે
ઊપરણાથી આંસુ લૂછે
વાળ ખેંચતાં બોલી ઊઠે જૂ છે જૂ છે

ને ત્રિપુરારી મંદ મંદ સ્મિત
દેખાડી દે અવળાં ગૂંઝાં
એ પણ પાછાં પૂરાં કાણાં
તોયે ક્યાંક ચોંટેલી ઊંઝાનાં જીરુંની ગંધ, વરિયાળીના દાણા!
ખખડ્યા વિણ સરકીને નાઠાં નેટ તણાં નિજ નેજે નાણાં.

લોક બીચારાં નેણ ઢાળીને
રાંક થઈને નિહાળે છે
નટખટ નટવર નેટ-નટૈયા
વિશ્વરૂપ ધરી મુખ ખોલે છે
‘ઇ’ ચાવે છે ‘ઊ’ ચાવે છે
અક્ષર અક્ષર ‘ષ’ ચાવે છે
ગાન ધરીને એક મંત્રનું- ‘અહમ બ્રહ્માસ્મિ’ ગાવે છે.

૨૦૦૭

Advertisements

One Trackback/Pingback

  1. […] બોબડાને શબ્દ ફૂટે Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true,"data_track_addressbar":false};if (typeof(addthis_share) == "undefined"){ addthis_share = [];} ♥ પંચમ શુક્લ એક ‘ઈ’થી આંખ ચોળી, એક ‘ઉ’માં કાન બોળી મુખ મહીં મે’લી ‘શ’કોરું આંધળો બહેરું કૂટે ને બોબડાને શબ્દ ફૂટે! ને પ્રથમ જે શબ્દ ફૂટ્યો- નાદ એનો માત્ર ઊંઝા, જોડણી આકાશ ઊંઝા. ગાત્ર પરખે માત્ર ઊંઝા, પાત્ર છલકે માત્ર ઊંઝા, સૂર્ય, ચંદ્ર, તન્માત્ર ઊંઝા, ક્ષણ,પ્રહર,અહોરાત્ર ઊંઝા, ધર્મ, રક્ષણ, ક્ષાત્ર ઊંઝા, અત્ર તત્ર સર્વત્ર ઊંઝા! […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

%d bloggers like this: