એકેક બુંદ અને..

♥ પંચમ શુક્લ

એકેક બુંદ… અને જેમ એ ભરાઈ ગયું,
તબક્કા વાર આખું આયખું જીવાઈ ગયું!

અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!

સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર,
કશાય પાત્ર વિના ખેલ શું રચાઈ ગયું!

રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ,
કરોળિયાનું  સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું?

ઉઠાવે રાત્રિ જરા એનો લાંબો ઘૂંઘટ ત્યાં,
આ મીણબત્તી તણું તેજ ઓલવાઈ ગયું!

25/3/2011

છંદોલય: લગાલ ગાલલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા

છંદોલય બાબત નોંધ: કેટલાક શબ્દોમાં, જેમ કે ‘એકેક’ ને બદલે ‘અકેક’ કરીને , છંદની ચુસ્તી વધારવાની કૃતક ખાંખત સાભિપ્રેત ટાળી છે.  આમ છતાં છંદશૈથિલ્યના  સ્થાનોનું નિર્દેશન આવકાર્ય છે અને એની સહુને રજા/મઝા જ હોય.    

ઋણ સ્વીકાર: પાર્થ નાણાવટીની કૃતિ (ક્રમશ)  

Advertisements

25 Comments

 1. Dhrutimodi
  Posted December 15, 2011 at 9:33 pm | Permalink

  મઝાની ગઝલ.

  સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર,
  કશાય પાત્ર વિના, ખેલ શું રચાઇ ગયું!

 2. pragnaju
  Posted December 15, 2011 at 10:55 pm | Permalink

  મસ્ત ગઝલનો ખૂબ સ રસ મત્લાનો શેર
  ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે. હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,
  … નાટક ‘માલવપતિ મુંજ’માં રજૂ થયેલા આ ગીતનું મુખડું તો આજે કહેવત બની ગયું છે.
  એકમાં આયખું ઓગાળવાનો અવસર તો પ્રેમીઓજ જાણે છે. બન્ને એકબીજાને સમજીને ચાહે અને
  ખીલતા રહે તો !
  યાદ
  આયખું જોડવા બેસું તો ભવ આખો ખર્ચાઈ જાય
  ને ભય ના સહારે દોડું તો જન્મારો જીવાઈ જાય
  જીવતા જીવાઈ ગયું આ આખે આખું જીવન;
  ને તો ય સાવ અધૂરું રહી ગયું આ આયખું.
  …………………
  દશેક મહીના પર માંએલી આ બને ગઝલો સુંદર છે.
  પાર્થની જે ઉલ્લેખ થયો તે ગઝલ પણ સાથે માણીએ
  ટુકડે ટુકડે જિવાતુ ગયુ,
  ઘુંટડે ઘુંટડે પીવાતુ ગયુ.

  તારી જિદ્ ને મારો અહમ,
  સંબધ જેવુ કઇંક ઘવાતુ ગયુ.

  સાંજની ઉદાસ રંગભૂમી પર
  પાત્રો વિનાનુ નાટક ભજવાતુ ગયુ.

  શ્ર્વાસોની આંટાઘૂંટી પેચીદી ને,
  નસોમાં ક્રમશ: મોત છવાતુ ગયુ.

  રાતની લંબાઇ ને પહોળાય માપવામાં,
  મિણબત્તીનુ તેજ ઓલવાતુ ગયુ.

  શબ્દ વિનાનુ ગીત ગવાતુ ગયુ
  આ દર્દ દિલથી જિરવાતુ ગયુ.

  -પાર્થ

 3. Posted December 16, 2011 at 12:00 am | Permalink

  છંદશૈથિલ્યના સ્થાનોનું નિર્દેશન આવકાર્ય છે એ વાત તો ગમી પણ ત્રીજા શેરમાં વ્યાકરણ દોષ જેવું લાગ્યું. તમારા ધ્યાન બહાર તો તે નહીં જ હોય પણ કોમેંટમાં કશું તો કહેવું પડેને ! 🙂

  ભરતભાઈ,
  કદાચ તમે ‘ખેલ’ની ‘પુ.’જાતિ અને એ સાથે ‘શું રચાઈ ગયું’ના નાન્યતર સંબંધ વિશે ઉલ્લેખ કરો છો. જો એમ હોય તો મારી સ્પષ્ટતા આ મુજબ છે:
  ‘ખેલ’ની જ સીધી વાત હોય તો ‘ખેલ રચાઈ ગયો’ એમ થાય પણ અહીં ‘ખેલ’ ને બદલે ‘ખેલ’ શું ‘કશુંક’ રચાઈ ગયું એમ અભિપ્રેત છે. એ કશુંક ‘નાટક’ પણ હોઈ શકે.

  -પંચમ

  • bharat trivedi
   Posted January 24, 2012 at 11:46 pm | Permalink

   પંચમભાઈ, તમારી વાત સાચી છે.

 4. kishoremodi
  Posted December 16, 2011 at 12:07 am | Permalink

  સરસ ગઝલ

 5. sunil shah
  Posted December 16, 2011 at 2:59 am | Permalink

  એકેક બુંદ… અને જેમ એ ભરાઈ ગયું,
  તબક્કા વાર આખું આયખું જીવાઈ ગયું!

  અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
  બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!

  જીવનની સચ્ચાઈનો રણકો સરસ રીતે પ્રતિબિંબિત થયો છે.

 6. Posted December 16, 2011 at 3:15 am | Permalink

  જીવનના સફરની હરેક ક્ષણોને આપે ગઝલમાં જીવતી કરી દીધી. વ્યથા ને
  સરતી જીંદગી વણાઈ ગઈ હળવાશથી.ગઝલ ગમી ગઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 7. Posted December 16, 2011 at 4:58 am | Permalink

  બધા જ શેર સંતર્પક… અહમ અને મીણબત્તી વધારે ગમી ગયા…
  ગઝલની ભાષા મારા જેવાને તરત સમજાય એવી હોવાથી વધુ મજા પડી…

 8. Posted December 16, 2011 at 8:14 am | Permalink

  રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ,
  કરોળિયાનું સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું?

 9. Posted December 16, 2011 at 4:08 pm | Permalink

  વાહ પંચમભાઇ…
  માત્ર એક શબ્દથી જો પ્રસ્તુત ગઝલની અભિવ્યક્તિને બિરદાવવાની હોય તો માત્ર ‘પરફેક્ટ’ શબ્દ કાફી છે
  -મારી દ્રષ્ટીએ.
  અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
  બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!
  આ શેર બહુ ગમ્યો….એના માટે અલગથી અભિનંદન.

 10. Posted December 17, 2011 at 1:41 am | Permalink

  કોઈ પણ વિચારોને શબ્દના વાઘા પહેવડાવવામાં જો પંચમતત્વ ઉમેરાય એટલે એ અનુપમ બને જાય. આખી ગઝલની શબ્દ-ગૂંથણી ગજબની છે પણ આ શેર વધારે ગમ્યો.

  અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
  બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!

 11. Posted December 17, 2011 at 3:32 pm | Permalink

  પંચમજી,
  દર વખતની માફક…. સુંદર રચના.
  અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
  બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!
  આ પંક્તિઓમાં …’બેઉ-પા’ શબ્દનો પ્રયોગ ગમ્યો.

 12. Narendra Ved
  Posted December 17, 2011 at 5:09 pm | Permalink

  Wow! What a Gazhal! This one has the power to stir up any stone-hearted…. with tears of emotions….
  Very good creation, Panchambhai.
  Regards

 13. Posted December 19, 2011 at 1:57 am | Permalink

  સાદ્યંત સુંદર ગઝલ .. બધા જ શેર મજાના એટલે કોઈ એક ટાંકવાનું મન નથી થતું. અહમ્ અને જીદ, સવાર અને સાંજ, શ્વાસ અને ઉચ્છવાસ તથા રાત્રિ અને મીણબત્તી – જેવા કિનારા વચ્ચે વહેતો ગઝલનો પ્રવાહ બહુ સ્નિગ્ધ લાગ્યો. બેઉ-પા બહુ મજાનો પ્રયોગ…લોકબોલીના ઝરણાં સુધરેલી કહેવાતી સાહિત્યની નદીને મળે ત્યારે એ સંગમ માણવા જેવો હોય છે.

 14. Posted December 19, 2011 at 11:01 am | Permalink

  અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
  બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!

  liked very much

  Lata Hirani

 15. Posted December 22, 2011 at 11:13 am | Permalink

  સુંદર ગઝલ.

  “અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,”

  ખૂબ જ સરસ પ્રયોજન.

 16. Posted December 22, 2011 at 11:16 am | Permalink

  ઉઠાવે રાત્રિ જરા એનો લાંબો ઘૂંઘટ ત્યાં,
  આ મીણબત્તી તણું તેજ ઓલવાઈ ગયું!

  સુંદર

 17. Posted December 24, 2011 at 11:13 am | Permalink

  Oh!!! thanks Pancham bhai and everybody, I’ve not realised that Pancham bhai will actually write n publish something based on my work…well this is motivating , i’m more in to learning chhands..thanks Pancham bhai again…

 18. Posted December 25, 2011 at 4:18 am | Permalink

  અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી,
  બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું!

  Waah Saras gazal Thai chhe….

 19. Posted January 6, 2012 at 12:00 pm | Permalink

  ખુબ સુંદર ગઝલ..

 20. Sudhir Patel
  Posted January 7, 2012 at 1:42 am | Permalink

  વધુ એક સુંદર ગઝલ માણવાની મજા પડી!
  સુધીર પટેલ.

  • Posted January 18, 2012 at 3:02 pm | Permalink

   aakhi gazal gami gai.. saras..abhinandan.. always.

   joke its very natural for you..

 21. Posted March 7, 2012 at 12:37 pm | Permalink

  કમાલ કરો છો, આપ તો બસ; પંચમજી!!!

 22. Valibhai Musa
  Posted April 9, 2012 at 12:45 am | Permalink

  ભાઈશ્રી ભરતભાઈ ત્રિવેદીની ‘ખેલ શું’માંની વ્યાકરણદોષની શંકાનું સમાધાન પંચમભાઈએ કરી જ દીધું છે એ રીતે કે ત્યાં ‘જેવું’ એ અર્થ લેવાનો છે. જૂની ગુજરાતીમાં ‘શું’ અનુગ તરીકે વપરાતો પ્રત્યય હતો. હવે આ અનુગને છૂટો લખવાથી ગેરસમજ ઊભી થઈ. કોઈપણ પૂર્વગ કે અનુગ જે તે શબ્દની સાથે જ લખાવો જોઈએ, જેમ કે ઉપસાગર, અનીતિ,દિવેલશું મોંઢું; આ જ રીતે સામાસિક શબ્દોમાં કાળજી લેવાવી જોઈએ. માબાપ (નહિ કે, મા બાપ), નદીકિનારો (નકિ કે, નદી કિનારો)

  અહીં “કશાય પાત્ર વિના ખેલશું રચાઈ ગયું!” લખાયું હોત કોઈ શંકાકુશંકા ઊભી થાત જ નહિ!
  ————–
  Thanks Valibhai. I shall correct accordingly.

 23. munira
  Posted June 26, 2012 at 11:20 am | Permalink

  રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ,
  કરોળિયાનું સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું?

  superb once again!


One Trackback/Pingback

 1. […] એકેક બુંદ અને.. Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true,"data_track_addressbar":false};if (typeof(addthis_share) == "undefined"){ addthis_share = [];}♥ પંચમ શુક્લ એકેક બુંદ… અને જેમ એ ભરાઈ ગયું, તબક્કા વાર આખું આયખું જીવાઈ ગયું! અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી, બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું! સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર, કશાય પાત્ર વિના ખેલ શું રચાઈ ગયું! રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ, કરોળિયાનું  સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું? ઉઠાવે રાત્રિ […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: