વિપ્રલંભિની

♥ પંચમ શુક્લ

મંદ મઘમઘતો પવન તારા-જ સ્મરણો લાવશે !
ફૂલ પાંખડીઓય ખરનારા જ સ્મરણો લાવશે !

તટ તરંગો લ્હેરશે ને ફીણ ફગફગ વેરશે,
રેત પરનું નામ ભુંસનારા જ સ્મરણો લાવશે!

સાંજ અજવાળી- ગુલાબી, કેસરી, પીળી કરી,
યાદ સાતે રંગની ખારા જ સ્મરણો લાવશે!

પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા,
ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે!

ચાંદની રાતે તડપશે આ ચકોરી એકલી,
રૂપની સોબત તરસનારા જ સ્મરણો લાવશે!

અશ્રુ-ભીની આંખ હરનિશ ખાળશે તંદ્રા છતાં,
સ્વપ્નની વર્ષા સળગનારા જ સ્મરણો લાવશે!

૨૦/૬/૦૯

છંદોવિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ઋણસ્વીકાર: ‘સપના’ (બાનુમા વિજાપુરા)ની એક ગઝલના અનુનાદ રૂપે રચાયેલી કૃતિ.  

19 Comments

 1. Posted ડિસેમ્બર 4, 2011 at 2:06 એ એમ (am) | Permalink

  મઘમઘતી ગઝલ ! ખૂબ જ મજાનું, અર્થસભર ને તેથી જ સાર્થક શીર્ષક !!

  બધા જ શેરમાં ઈન્દ્રીયોના વીષયોને બન્ને પંક્તીમાં સાચવ્યા ને સાંકળ્યા છે છે ફક્ત ચોથા શેરમાં કાનનો વીષય બીજી પંક્તીમાં સંકળાતો નથી. (સાચું ?)

  • Posted ડિસેમ્બર 4, 2011 at 9:51 એ એમ (am) | Permalink

   આભાર જુ.કાકા.
   ઈન્દ્રિયોને સાંકળતું અર્થઘટન ઉમેરી કાવ્યને તમે એક નવું પરિમાણ આપ્યું. મને પણ જાણવા મળ્યું.

 2. Dhrutimodi
  Posted ડિસેમ્બર 4, 2011 at 2:11 એ એમ (am) | Permalink

  સ-રસ ગઝલ.

  તટ તરંગો લ્હેરશેને ફીણ ફગફગ વેરશે,
  રેત પરનું નામ ભુંસનારા જ સ્મરણો લાવશે!
  સુંદર!!!!!!!!!!

 3. Posted ડિસેમ્બર 4, 2011 at 4:47 એ એમ (am) | Permalink

  આ શું પંચમદાનું નવીનીકરણ છે ? છેલ્લા કેટલાક સમયથી હું મારા જેવાને સહજતાથી સમજ પડે એવા જ કાવ્ય આસ્વાદી રહ્યો છું…

  સુંદર ગઝલ…

  • Posted ડિસેમ્બર 4, 2011 at 9:32 એ એમ (am) | Permalink

   વિવેકભાઈ, આ રચના 2009માં થઈ હતી. જે સમયે જેવું સૂઝે અને સ્ફૂરે એવું લખાય છે. જુદા જુદા મિત્રોને જુદી જુદી શૈલીની રચનાઓ ગમે છે એ જાણી મને પણ મોજ પડે છે.

 4. SirajPatelPaguthanvi
  Posted ડિસેમ્બર 4, 2011 at 9:55 એ એમ (am) | Permalink

  પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા,
  ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે!

  As always a very nice poetic creation by Pancham.

  Siraj Patel “Paguthanvi”
  Secretary
  Gujarati Writers’Guild-UK (Estd 1973)

 5. Posted ડિસેમ્બર 4, 2011 at 11:29 એ એમ (am) | Permalink

  સરસ!

 6. kishoremodi
  Posted ડિસેમ્બર 4, 2011 at 2:34 પી એમ(pm) | Permalink

  સુંદર મઘમઘતી ગઝલ.

 7. pragnaju
  Posted ડિસેમ્બર 4, 2011 at 3:36 પી એમ(pm) | Permalink

  મઝાની ગઝલ
  પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા,
  ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે!

  ચાંદની રાતે તડપશે આ ચકોરી એકલી,
  રૂપની સોબત તરસનારા જ સ્મરણો લાવશે!
  વાહ
  પંચતંત્રની યાદ આપી

  अंतॆ विप्रलंभिनी, वानर-जातिर् इव विद्रुतानॆक-चित्ता…

 8. Posted ડિસેમ્બર 5, 2011 at 1:59 એ એમ (am) | Permalink

  સંસ્કૃત વિરહનો ગુજરાતી અનુભવ ગમ્યો.આ વધારે ગમ્યું…
  પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા,
  ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે!

 9. Dharmani Bhavesh C.
  Posted ડિસેમ્બર 5, 2011 at 7:11 એ એમ (am) | Permalink

  – ‘khara’ na sthane ‘kaara'(‘kaala’) athava ‘andhara’ ane ‘andhara’ na sthane ‘badhira’ muki joiye to…? Parantu, ‘ne xitij ni rekh’ sathe ‘andhara’ j jame chhe. To pachhi… ‘kali kotadi ni dhar badhira j smarano lavashe’ em kahiye to? Is it matching yours’ and the poem’s temperament? Trying to learn…

 10. Posted ડિસેમ્બર 5, 2011 at 1:11 પી એમ(pm) | Permalink

  પ્રિય પંચમદા,
  અહાહા એ જમાનો યાદ આવી ગયો, જ્યારે તમે એક એક પંકતિમાં મારી મદદ કરતા હતા. અને આ ગઝલ માટે તમે મને ખૂબ મદદ કરેલી એનો ૠણ સ્વીકાર હું કરું છૂ મને ત્યારે પણ આ ગઝલ આટલી જ ગમી હતી અને આપના નામે મારાં બ્લોગમાં મૂકેલી જે આપે મને અર્પણ કરેલી આજે પણ એટલી જ વહાલી છે.. અહીં મારી ગઝલ મૂકવાની ગુસ્તાખી કરુંછું. આપનાં ઘણાં એહસાનો છે…ભૂલવા માટે નહીં યાદ રાખવા માટૅ..
  સપના

  સ્મરણો લાવશે.

  મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે,
  ફૂલની આ ઓસ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

  ચાંદની આ રાત, ભીંજાતા તડપતા એ ચકોર,
  રૂપથી રૂપેરી નદી તારા જ સ્મરણો લાવશે.

  સાંજ અજવાળા કરે ગુલાબી મજાના એ છતાં,
  આભનાં ઓજસ હવે તારા જ સ્મરણો લાવશે.

  છે હવામાં ગુંજતો કલરવ પક્ષીઓનો ,પ્રિતમ,
  પ્રેમનાં એ ગીત હા,તારા જ સ્મરણો લાવશે.

  રેતનાં પગલાં સ્મરણને હચમચાવી નાખશે,
  રેત પરનું નામ પ્રિય તારા જ સ્મરણો લાવશે.

  જોઉ છું હું રાહ ,મારી આંખ પળ ભર જો મળે,
  આજ સપનાં આંખનાં તારા જ સ્મરણો લાવશે.

  સપના

 11. Posted ડિસેમ્બર 6, 2011 at 1:17 એ એમ (am) | Permalink

  પ્રિય પંચમ તથા સપનાજી,

  આ બન્ને ગઝલોને સાથે રાખીને રસદર્શન કરવું છે, જો બન્ને સર્જકો મંજૂરી આપો.

 12. Posted ડિસેમ્બર 7, 2011 at 7:24 એ એમ (am) | Permalink

  અનોખી ગઝલ. દરેક શેર લાજવાબ છે

 13. Posted ડિસેમ્બર 14, 2011 at 5:42 એ એમ (am) | Permalink

  મધુરો કલરવ ને મઘમઘતી ગઝલ અંદર અને બહાર બધે સ્પર્શી ગઈ.
  શ્રી પંચમભાઈ..આદરણીય શ્રી જુગલકિશોરજીના રસ દર્શન માટે ઈંતજારી.
  રમેશ પટેલ(આકાશદીપ)

 14. Posted ડિસેમ્બર 19, 2011 at 1:49 એ એમ (am) | Permalink

  વિપ્રલંભિની-શિર્ષકને ન્યાય આપતી મજાની રચના. આ બે શેર ખાસ પસંદ પડ્યા
  પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા,
  ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે!
  અને
  અશ્રુ-ભીની આંખ હરનિશ ખાળશે તંદ્રા છતાં,
  સ્વપ્નની વર્ષા સળગનારા જ સ્મરણો લાવશે!
  વિપ્રલંભની વાત નીકળી તો આ કૃતિ યાદ આવી ..
  http://www.mitixa.com/2008/106.htm


One Trackback/Pingback

 1. […] વિપ્રલંભિની Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true,"data_track_addressbar":false};if (typeof(addthis_share) == "undefined"){ addthis_share = [];}♥ પંચમ શુક્લ મંદ મઘમઘતો પવન તારા-જ સ્મરણો લાવશે ! ફૂલ પાંખડીઓય ખરનારા જ સ્મરણો લાવશે ! તટ તરંગો લ્હેરશે ને ફીણ ફગફગ વેરશે, રેત પરનું નામ ભુંસનારા જ સ્મરણો લાવશે! સાંજ અજવાળી- ગુલાબી, કેસરી, પીળી કરી, યાદ સાતે રંગની ખારા જ સ્મરણો લાવશે! પાંખના ફફડાટ પાછળ ડૂબશે કલરવ બધા, ને ક્ષિતિજની રેખ અંધારા જ સ્મરણો લાવશે! […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: