કેટકેટલું અચાનક જ ..

♥ પંચમ શુક્લ

કેટકેટલું અચાનક જ આજે જતું રહ્યું!
જે કંઈ બચ્યું તે યાદના પરદે જતું રહ્યું!

વીંટળાતું’તું ગરગડી પર જે ચીસ નાખતું,
છૂટ્યું! ધબાક દેતું એ તળિયે જતું રહ્યું!

ફૂલોને હૂંફ આપી એ જ્યારે ઠરી ગયું,
મફલર ધૂમસનું સૂર્યની ડોકે જતું રહ્યું!

આખો દિવસ જે માંજીને  સાંજે ઝગાવ્યું’તું,
ફાનસ એ ખાટથી ખરા ટાણે જતું રહ્યું!

અસ્તિત્વનાં એ બિંદુના પ્રસ્ફોટની ક્ષણે,
જામગરીનુંય મન ફૂટ્યા ટોટે જતું રહ્યું!

૫/૬/૨૦૧૦

છંદોલય: ગાગા લગા લગા લગા ગાગા લગા લગા

Advertisements

13 Comments

 1. pragnaju
  Posted નવેમ્બર 1, 2011 at 1:22 એ એમ (am) | Permalink

  કેટકેટલું અચાનક જ આજે જતું રહ્યું!
  જે કંઈ બચ્યું તે યાદના પરદે જતું રહ્યું!
  મઝાનો મત્લાનો શેર
  કોઈ ખરાબ વાત યાદ આવે ત્યારે આપણે કહીએ છીએ કે એ વાત યાદ આવે ત્યારે મારું મગજ ભમી જાય છે અને વાત સારી હોય તો આપણે કહીએ છીએ કે એ વાત યાદ આવે ત્યારે દિલને ટાઢક થાય છે. દિલને જિંદગી સાથે સંબંધ છે. આપણે માનીએ છીએ કે શરીરમાં આત્મા હોય છે, તો પછી દિલ એ આત્માની ઓળખ છે.
  અસ્તિત્વનાં એ બિંદુના પ્રસ્ફોટની ક્ષણે,
  જામગરીનુંય મન ફૂટ્યા ટોટે જતું રહ્યું!
  અ દ ભૂ ત

  અસ્તિત્વનો કાળની કેડીએ ઘડીક સંગ….
  ‘એકબીજાને જીતશું રે ભાઈ….. જાતને જાશું હારી’ હારી જવાની તૈયારી હરિના માર્ગની પૂર્વશરત હોઈ શકે…. પણ તેમાં જે આનંદ છે, સંતોષ છે…… સમાધાન છે અને વિશ્રામ છે તે અનુભૂતિની બાબત છે.મારા જીવનમાં બીજું બધું જ જતું રહ્યું છે, પણ તમારું અમૃતમય, અલૌકિક આસન અમર રાખજો, તમારો અનુરાગ અમર રાખજો, એવી મારી પ્રાર્થના છે.

 2. Posted નવેમ્બર 1, 2011 at 1:45 એ એમ (am) | Permalink

  નવા છંદમાં સુંદર કવિકર્મ..

  આખો દિવસ જે માંજીને સાંજે ઝગાવ્યું’તું,
  ફાનસ એ ખાટથી ખરા ટાણે જતું રહ્યું!

  આ શેર વિશેષ ગમ્યાો.

 3. sudhir patel
  Posted નવેમ્બર 1, 2011 at 2:12 એ એમ (am) | Permalink

  Nice Ghazal with a very unique feelings!
  Sudhir Patel.

 4. Posted નવેમ્બર 1, 2011 at 10:49 એ એમ (am) | Permalink

  Loved it! especially ગરગડી પર ચીસ and ધબાક !!! ending on તળિયે !

  Beautiful expressions

 5. kishoremodi
  Posted નવેમ્બર 1, 2011 at 10:19 પી એમ(pm) | Permalink

  નવીન પ્રકારની રચના ગમી

 6. himanshupatel555
  Posted નવેમ્બર 2, 2011 at 3:37 એ એમ (am) | Permalink

  બીજી ગઝલોની જેમ ભાષાની તાજગી અમાં પણ વર્તાય છે.શબ્દ પર્ફોર્મન્સ થઈને આવે છે પરિણામે આપણને sound shape of visual મળે છે.

 7. Posted નવેમ્બર 2, 2011 at 5:16 એ એમ (am) | Permalink

  જીવનના અંતરંગ પ્રવાહો , સંવેદનાઓને આપે પંચમ સ્ટાયલથી નિખારી છે.
  મજાની કૃતિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 8. Posted નવેમ્બર 2, 2011 at 12:01 પી એમ(pm) | Permalink

  વીંટળાતું’તું ગરગડી પર જે ચીસ નાખતું,
  છૂટ્યું! ધબાક દેતું એ તળિયે જતું રહ્યું!

  બેહદ સુંદર…

 9. Posted નવેમ્બર 3, 2011 at 4:35 પી એમ(pm) | Permalink

  ફૂલોને હૂંફ આપી એ જ્યારે ઠરી ગયું,
  મફલર ધૂમસનું સૂર્યની ડોકે જતું રહ્યું

  આંખ બંધ કરી શબ્દોને જોવાની કોશિશ કરતાં અદભુત નજારો નજર સામે આવી ગયો … વાહ ..
  ધૂમસ ને બદલે ધૂમ્મસ ???

 10. Posted નવેમ્બર 4, 2011 at 8:58 એ એમ (am) | Permalink

  સુંદર! સર્વાંગ સુંદર!

 11. Posted નવેમ્બર 5, 2011 at 7:17 એ એમ (am) | Permalink

  સુંદર રચના… અલગ શૈલીની ગઝલ, અલગ શબ્દચિત્રો અને ભાતીગળ નવી જ ભાત !

 12. vishveshavashia
  Posted નવેમ્બર 18, 2011 at 11:32 એ એમ (am) | Permalink

  “વીંટળાતું’તું ગરગડી પર જે ચીસ નાખતું,
  છૂટ્યું! ધબાક દેતું એ તળિયે જતું રહ્યું!”

  ..makes the sense of loss exponential! Beautiful!


One Trackback/Pingback

 1. […] કેટકેટલું અચાનક જ .. Uncategorized var addthis_product = 'wpp-262'; var addthis_config = {"data_track_clickback":true,"data_track_addressbar":false};if (typeof(addthis_share) == "undefined"){ addthis_share = [];}♥ પંચમ શુક્લ કેટકેટલું અચાનક જ આજે જતું રહ્યું! જે કંઈ બચ્યું તે યાદના પરદે જતું રહ્યું! વીંટળાતું’તું ગરગડી પર જે ચીસ નાખતું, છૂટ્યું! ધબાક દેતું એ તળિયે જતું રહ્યું! ફૂલોને હૂંફ આપી એ જ્યારે ઠરી ગયું, મફલર ધૂમસનું સૂર્યની ડોકે જતું રહ્યું! આખો દિવસ જે માંજીને  સાંજે ઝગાવ્યું’તું, ફાનસ એ ખાટથી ખરા ટાણે જતું રહ્યું! અસ્તિત્વનાં એ બિંદુના પ્રસ્ફોટની […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: