એ આવતો રહે

પંચમ શુક્લ

એ તો સમય છે, સહુની કને આવતો રહે,
ઇજન વિના, મનેકમને, આવતો રહે.

તું વાપરે એને કે પછી વેડફે એને ,
એ એકધારો રાત-દને આવતો રહે.

ભરતી થઈ આવે, વળી એ ઓટ થઈ આવે,
દરિયાની ચડ-ઉતરનાને આવતો રહે.

અંધારનો પલાણી અશ્વ, રાત ચીરતો ,
પરોઢને ઉજાસ, સપને આવતો રહે.

એ શ્વાસના વહનને જોર ચાલતો રહે,
એ જાય ત્યાં જ , એમ બને, આવતો રહે.

24/4/09

આ ગઝલનો આસ્વાદ શ્રી જુગલકિશોર વ્યાસની કલમે: http://jjkishor.wordpress.com/2009/05/06/rasasvad-18/

17 Comments

 1. subhash desai
  Posted સપ્ટેમ્બર 1, 2011 at 12:16 એ એમ (am) | Permalink

  a very beautiful ghazal by pancham shukla.gujarati bhasha has a very bright future having upcoming poets like pancham shukla.

 2. pragnaju
  Posted સપ્ટેમ્બર 1, 2011 at 1:44 એ એમ (am) | Permalink

  ત્રણેક માસ પહેલા માણેલી
  ખૂબ સરસ ગઝલ
  અને સ-રસ આસ્વાદ
  શ્રી જુગલકિશોર વ્યાસની કલમનો માણ્યા બાદ ખાસ લખવાનું રહેતું નથી.
  તેમની એક વાત ” કોઈના ગર્ભમાં પુરુષસ્ત્રીબીજ ભળે તે પછી કહેવાય છે કે ત્રણ માસે તેમાં જીવ પ્રવેશે છે. “એ જાય ત્યાં જ” મા મારા માનવા પ્રમાણે शुक्र शोणित जिव संयोगे तू खलु कुक्षिगते गर्भ संज्ञा भवति . च. शा . ४/४
  ભૃણ પ્રાણીના વિકાસની પ્રારંભિક અવસ્થાને કહે છે.માનવમા ત્રણ માસની ગર્ભાવસ્થા બાદ ભૃણને ગર્ભની સંજ્ઞા અપાય છે. ભૃણહત્યા પણ ગુન્હો બને છે.
  આચાર્ય કણાદે
  બ્રમ્હાંડના દરેક પદાર્થોનું વર્ગિકરણ કરીને એક થિયરી આપી છે. પ્રથ્વી, જળ, પ્રકાશ, પવન, ઇથર , સમય, આકાશ, મન અને ચૈતન્ય. આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવિટી અને E=mc2 ના આધાર પર સમય એક ચોથું પરિમાણ છે તેવું વૈજ્ઞાનીકોનું શંસોધન ચાલું છે. બ્રહ્માંડ અને પ્રતિબ્રહ્માંડ ની થિયરી ઉપર પણ શંસોધન ચાલું છે.એ શ્વાસના વહનને જોર ચાલતો રહે,
  એ જાય ત્યાં જ , એમ બને, આવતો રહે.
  આ સંદર્ભે સમય અંગે નવી ગઝલની આશા

 3. himanshupatel555
  Posted સપ્ટેમ્બર 1, 2011 at 3:50 એ એમ (am) | Permalink

  સમયને વહેણ છે,સંદર્ભો છે,અને અનુભૂતિ છે.આ ત્રણેવને એની લાક્ષણિકતા સહિત લયની સરળતામાં બાંધી આપી છે.સમયની સાપેક્ષતા
  અહી વધારે ( ગતિને કારણે) ચિત્રાત્મક બને છે-
  ભરતી થઈ આવે, વળી એ ઓટ થઈ આવે,
  દરિયાની ચડ-ઉતરના પને આવતો રહે.

 4. readsetu
  Posted સપ્ટેમ્બર 1, 2011 at 4:43 એ એમ (am) | Permalink

  ખૂબ સરસ… અભિનંદન..

  ’મને-કમને, આવતો રહે.’

  મને લાગે છે સમય સાવ નિર્લેપ છે. એને વહેવા સાથે જ સંબંધ છે. એને મન ક્યાં છે ?

  લતા

  • Posted સપ્ટેમ્બર 1, 2011 at 8:18 એ એમ (am) | Permalink

   સાચી વાત લતાબેન, ‘મને-કમને’ સમય માટે નહીં પણ આપણા માટે જ છે. મને-કમને ની આગળ પાછળ અલ્પવિરામ આ કારણે જ મૂક્યા છે.

 5. Posted સપ્ટેમ્બર 1, 2011 at 11:13 એ એમ (am) | Permalink

  ઇજન વિના, મને-કમને, આવતો રહે….

  આપણી ઇચ્છા વિના, આપણું મન હોય કે ના હોય સમયનો કાફલો તો સતત
  આવતો જ રહે છે…

  છે સમયનો કાફલો આ,
  ના કશો અટકાવ એને.

 6. Posted સપ્ટેમ્બર 1, 2011 at 12:54 પી એમ(pm) | Permalink

  એ તો સમય છે, સહુની કને આવતો રહે,
  ઇજન વિના, મને-કમને, આવતો રહે.

  જેનો ઉઘાડ જ આવો અનન્ય રીતે થયો હોય ને ગઝલમાં આગળ આવતા શેર માટે કૌતુક જગાડે તે સ્વાભાવિક છે. આખે આખી ગઝલ આમ સુપેરે નભી હોય તેવું તેવું બને ત્યારે તો સર્જકની સાથે ભાવકને પણ એક સુખદ યાત્રાનો અનુભવ થતો હોય છે.આસ્વાદે પણ ગઝલને ઉઘાડી આપવાનું સુંદર કામ કર્યું છે.

 7. Kirtikant Purohit
  Posted સપ્ટેમ્બર 1, 2011 at 3:21 પી એમ(pm) | Permalink

  I agree with all comments.TIME is eternal and it is beautifully described here. Wah….

 8. Posted સપ્ટેમ્બર 1, 2011 at 4:57 પી એમ(pm) | Permalink

  સમય વિષયક સાદ્યંત સુંદર ગઝલ – અભિનંદન પંચમભાઇ..

 9. devikadhruva
  Posted સપ્ટેમ્બર 1, 2011 at 10:37 પી એમ(pm) | Permalink

  I read it again and again. really time is supreme power.

 10. Posted સપ્ટેમ્બર 2, 2011 at 1:21 એ એમ (am) | Permalink

  સમય તો કલ્પનાતીત છે. સમયનો પ્રકાર, આકાર, ગતી, વિધિ, રંગ, રાગ, દિશા કશુંજ નિશ્ચ્રિત નથી.સમયને રોકી શકાતો નથી તોલી શકાતો નથી. સમયને આમંત્રણ (ઇજન) ની જરૂર નથી. સમય કોઈની ઈચ્છાને આધિન નથી. એજ સમયને ગઝલ સ્વરૂપે માણવાનો અનેરો આનંદ આવ્યો. સુંદર માવજતભરી ગઝલ. શ્રી. જુગલકિશોરનો આસ્વાદ પણ સ્વાદિષ્ટ લાગ્યો.

 11. Posted સપ્ટેમ્બર 2, 2011 at 3:38 એ એમ (am) | Permalink

  સમયની ગતિનું સરસ વિવરણ કર્યુ છે…વક્તકા ક્યા હૈ ગુજરતા હૈ ગુજર જાયેગા ..પિછે બસ નીશાં છોડ જાયેગા..
  સપના

 12. Posted સપ્ટેમ્બર 5, 2011 at 7:11 એ એમ (am) | Permalink

  સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન..
  મારો સમય નથી ને તારી પાસે મારા માટે સમય નથી..એવી વાતો ને
  વધાવતી આ ગઝલ મારા તમારા આરોહ અવરોહને સચોટ રીતે સ્પર્શી
  જાય છે. અભિનંદન શ્રી પંચમભાઈ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 13. Posted સપ્ટેમ્બર 6, 2011 at 3:45 એ એમ (am) | Permalink

  સમયના વિવિધ સંદર્ભો અને અર્થોને ઉજાગર કરતી સાદ્યાંત સુંદર રચના ..
  એ જાય ત્યાં જ, એમ બને, આવતો રહે… ક્યા બાત હૈ.

 14. Posted સપ્ટેમ્બર 6, 2011 at 2:59 પી એમ(pm) | Permalink

  કાળનું સુંદર વર્ણન કરતી નઝમ.
  બીજા શે’રમાં મને મારા પિતાજીના પંચોતેરમા વરસની તાજેતરમાં કરેલી ઉજવણી યાદ આવી. “પંચોતેર મને પણ મળ્યા અને ભગવાન બુદ્ધને પણ મળ્યા અને કોઈ અલેલટપ્પુને પણ મળ્યા. એમાં શું કર્યું તે વધારે મહત્ત્વનું છે. બાકી તો આંકડા તો પેટ્રોલપંપમાં પણ ક્યાં નથી ફરતા?”
  ચોથા શે’રમાં અંધારના અશ્વ પલાણીને આવતા પેલા “લોર્ડ ઓફ઼ ધી રિંગ્ઝ”ના નાઝગુલના અસવારો યાદ આવી ગયા. પણ સાની મિસરામાં વાત પલટાવી નાખી!
  મક્તામાં કેનોપનિષદ્ ડોકિયાં કરે છે. લંડનમાં બેસીને કેનોપનિષદ પ્રમાણે “યેન પ્રાણ: પ્રણિયતે” અનુભવવું તે પંચમભાઈની ભારતીય તત્ત્વજ્ઞાન પર (અને ભારતીય તત્ત્વજ્ઞાનની પંચમભાઈ પર) પકડ દર્શાવે છે.

  આ બ્લૉગના મોટાભાગના વાચકોને જ્ઞાત હશે જ પણ છતાં એક ટેક્નિકલ પ્રકાશ પાડું. આ રચના શુદ્ધ નઝમ છે, ગઝલ નથી. એનું કારણ એ કે ગઝલના તમામ શે’ર અભિવ્યક્તિ અને ભાવની દૃષ્ટિએ સ્વતંત્ર હોવા જોઇએ.

  બીજું, આ રચના “ગઝલનુમા નઝમ” પણ નથી. આ રચનાનો મક્તા ન વાંચો તો વચ્ચેના ત્રણ શે’ર સમયના સંદર્ભે છે તેમ સમજવું કઠિન કે અશક્ય છે. આમ, કવિનો હેતુ પણ શે’રને સ્વતંત્ર રાખવાનો કે ગઝલ લખવાનો નથી. આમ આ નઝમ “ગઝલનુમા” પણ નથી.

  આમ તો કોઈના બ્લૉગની કોમેન્ટમાં પોતાના બ્લૉગની લિંક આપવી તે ધૃષ્ટતા છે. છતાં, વધુ જાણવા ઇચ્છનારાઓને બહુ સાદા અને મજાકિયા શબ્દોમાં ગઝલનો પરિચય આ લિંક પર મળશે:
  http://rachanaa.wordpress.com/%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE/

 15. Posted સપ્ટેમ્બર 10, 2011 at 7:16 એ એમ (am) | Permalink

  સમય વિશેની સુંદર મુસલસલ રચના…

 16. sudhir patel
  Posted સપ્ટેમ્બર 17, 2011 at 3:56 એ એમ (am) | Permalink

  સુંદર મુસલસલ ગઝલ!
  સુધીર પટેલ.


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: