યુનિકૉડ ઉદ્યોગ

♥ પંચમ શુક્લ

અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
બિલાડીના ટોપ સમાં
અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી-
બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સન્નિધ સહજ યોગ.
બુદ્ધિ લચીલી, તૂર્તજ ખીલી,
ઝબકારે ઝીલી રજ્જુહીન સંયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુશાસન રચતું નિરાકાર આયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

હૃસ્વ-ઇ, દીર્ઘ-ઈ, ઊંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો,
લલિત લઠંગ ઘટા ઘાટીલી
રૂપ ધરે, બહુરૂપ વરે
ને અડકો ત્યાં રોમાંચ સરે,
આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

યુનિકૉડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !

 ૨૨/૪/૦૭

Published earlier on forsv’s blog: http://www.forsv.com/guju/?p=469

One Trackback/Pingback

  1. […] adminUncategorized ઉદ્યોગ, યુનિકૉડ No Comments var addthis_product = 'wpp-261'; var addthis_config = {"data_track_clickback":true};♥ પંચમ શુક્લ અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! બિલાડીના ટોપ સમાં અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે ખાદ્ય-અખાદ્ય બ્લોગ. અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને, ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી- બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ. અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ ! સેલ્ફ-પઝેસ્ડ સંચાર […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]

%d bloggers like this: