Monthly Archives: જૂન 2011

માયાવી સાંઢણીયું

♥ પંચમ શુક્લ માયાવી સાંઢણીયું ઊડતી નિર્જન રણને ગામ, અચકણ ઓઢ્યા ઓળાઓને વેંઢારી સરિયામ ! સાંઢણીયું નિર્જન રણને ગામ! મૂકી ‘મા’ની માયા સઘળી, નામ, ઠામ, મુકામ; અનાથને ઓશિંગણ ઊભી પુનર્વસનની હામ, પવનવેગીલી પૂરણ ઠેકે ઠેકાણું ગુમનામ! સાંઢણીયું નિર્જન રણને ગામ! કાળા અક્ષરની બાંધીને બુકાનીઓ બેજાન; લૂ વીંઝાતી રેતે શેકે વાણીની પહેચાન, રૂંવે રૂંવે આગ સીંચતી આતપમાં અવિરામ! સાંઢણીયું નિર્જન […]

એ એજ રીતે હીંચી છે!

♥ પંચમ શુક્લ આડી-અવળી ને ઊંચી-નીચી છે, હાથમાં એ એજ રીતે હીંચી છે! એમ અમથું બદામ ફૂટે કંઈ? થોડી ટોચી છે, થોડી ટીચી છે! જાગૃતિના ઓછાયા છટકો લ્યો, શ્વાનની જેમ આંખ મીંચી છે! કાન વાવરવા કોના ટહુકા પર? થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે! કયાંક લથડી પડાય, ટપકી પણ, હા, ‘ગઝલ’ હદ વગરની […]