♥ પંચમ શુક્લ
ઊંદરની ડાકલીઓ આઘી ઓરી સળવળે,
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
દેડકાનું ડ્રાઉં ડ્રાઉં બંધ થાય- સોપો પડે;
ખડખડતા ખાખરામાં ખડચીતળો આથડે,
તમરાંની ત્રમત્રમતી આંગળીએ સ્વેદ વળે.
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
આગિયાના ઝબકારે ચિત્તો હરણાંને ઝાલે;
ઝબકી ઝબકીને ઊંઘ વાંદરોય કેટલી ખાળે?
સાવજની ત્રાડ બધીર પડઘાઓ સાંભળે.
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
વજ્ર, ખડગ, સાંગ, મુશળ- શસ્ત્ર કેવાં કેવાં રૂપે !
લોહિયાળ ખપ્પરમાં ખલક આખે આખી ખૂંપે.
હિંસ્ત્ર ને કરાળની આ ફુદરડી ઢળે તો ઢળે!
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
૨૧/૮/૨૦૦૯
Advertisements
20 Comments
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
જબરજસ્ત રચના છે.વાહ !
પંચમજી,
તમારી આ રચના તેમજ બીજી રચનાઓ માટે આટલાં જ શબ્દ સૂઝે છે,”અદભૂત, અદ્વિતિય અને અવિસ્મરણિય”. I am speechless. Just awesome.
“હિંસ્ત્ર ને કરાળની આ ફુદરડી ઢળે તો ઢળે!….”
ક્યાંથી આવા શબ્દો સુઝે છે તમને તે જ સમજાતું નથી…
હંમેશની જેમ જ અતિસુંદર…!
અંધારામાં પ્રવૃત વાતને ગુંથીને આપે અંધારાનું કેટલું સરસ નીરુપણ કરી દીધુ.
વિષયને આગવી રીતે નિખારીને નવિનતાભરી કૃતિ સર્જી છે.
રમેશ પટેલ(આકાશદીપ)
સ-રસ અભિવ્યક્તિ ( નવીન ભાવ–નવીન ભાત )અને આસ્વાદ્ય રચના માણવાની મજા પડી…આભાર + આનંદ !
આગિયાના ઝબકારે ચિત્તો હરણાંને ઝાલે;
ઝબકી ઝબકીને ઊંઘ વાંદરોય કેટલી ખાળે?
સાવજની ત્રાડ બધીર પડઘાઓ સાંભળે…
નેશનલ જ્યોગ્રાફિક પર આ બધું જોવામાં આપણને ભલે મજા પડે પણ જંગલના પ્રાણીઓને તો સતત ભયના ઓથારે જીવવાનું હોય છે. એમને માટે અસ્તિત્વનો સંઘર્ષ હર પળે ચાલ્યા કરતો હોય છે … અરણ્યના માંચડેની આ રચના ઘણાં વરસો પહેલાં કોરબેટ નેશનલ પાર્કમાં ગાળેલ રાતની યાદ તાજી કરાવી ગઈ.
સાથે સાથે શૂન્ય પાલનપુરીનું મુક્તક યાદ આવ્યું –
પ્રાણીઓનું મૂક નર્તન, પક્ષીઓનો કિલકિલાટ,
સુમધુર સંગીત ઝરણાંનું, પવનનો મંદ સાજ,
આ બધા ઉલ્લાસમાં એક તું જ બસ ગ્લાનિ કરે,
કેટલો શાપિત છે માનવ જિંદગી તારો અવાજ.
અરણ્ય માચડેથી વૈશ્વિક ચૈતન્ય અને વૈયક્તિક ચૈતન્ય એટલે કે
બ્રહ્મ અને આત્મા એ બંનેના એકત્વનું નિરૂપણ કરતું –
અદ્વૈત સાધતું આ કાવ્ય છે.
વજ્ર, ખડગ, સાંગ, મુશળ- શસ્ત્ર કેવાં કેવાં રૂપે !
લોહિયાળ ખપ્પરમાં ખલક આખે આખી ખૂંપે.
હિંસ્ત્ર ને કરાળની આ ફુદરડી ઢળે તો ઢળે!
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
ભુજમા ધરતીકંપ આવ્યો તે પહેલાં હમીરસરના તમામ
ઝાડના ચામાચીડિયાંઓએ ચીસાચીસ કરી મૂકી હતી !ચામાચીડિયાંની
મોટી પાંખ ભારે અચરજ ભરેલી લાગે છે. કેટલાક ચામાચીડિયાં તો
પાંખને વાળીને રાખે. બહારનું અંધારું કે પ્રકાશ-એ સઘળું જ
અંધકારમય હતું. …
ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે
અને ભીતરમાં પ્રકાશનું દર્શન થાય છે !
અનુભૂતિ થાય
હુતો એક તુચ્છ માનવી ,
જેની સેના મા હતા વન્યજીવો,
એ મારા રામનેય વન્યજીવોએ
ઋણી રાખ્યા.
પંચમ–સ્પર્શી કાવ્ય ! ધન્યવાદ.
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
આટલા શબ્દો ફરી ફરી….
અને તે પણ અનેક સરખામણી સાથે કે મન વિચારે કે કેવી સુંદર રીતે પંચમે બધું જાડ્યું ?
સરસ !
>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
વજ્ર, ખડગ, સાંગ, મુશળ- શસ્ત્ર કેવાં કેવાં રૂપે !
લોહિયાળ ખપ્પરમાં ખલક આખે આખી ખૂંપે.
સુંદર રચના.
પંચમભાઈ,
ઘણા વખતે લખું છું. રોટલાની ધમાલમાંથી માંડ પ્રતિભાવ લખવા નવરો પડ્યો.
તમારી છેલ્લી ત્રણેય રચનાઓ – “દાદાજી એવું કહેતા”, “પુદ્ગલ” અને “અરણ્ય માંચડે” પ્રગટ થતા વેંત વાંચી અને બહુ ગમી.
“પંખીઓએ કલશોર કર્યો અને ધરતીને સૂરજ ચુમ્યો” પછી શું થયું? તે “અરણ્ય માંચડે”માં ભાવપરિવર્તન સાથે તાદૃશ કરી દીધું.
ક્યારેક “એનિમલ પ્લૅનેટ” ચૅનલ ગુજરાતીમાં ચાલુ થશે તો એ લોકો આ ગીતને ટાઇટલ તરીકે વાપરશે.
“જીવો જીવસ્ય ભોજનમ”ની વાત છેલ્લી કડીમાં ભયંકર રસમાં પરોવીને પાઈ દીધી.
– ક્યારેક એવું નથી લાગતું કે ગુજરાતીના બ્લૉગરો છપાતાં મેગેઝિનો કરતાં વધુ સારું લખે છે?
very good image of jungle is created in this poem. reveals a minute observation by the poet. enjoyed.
આગિયાના ઝબકારે ચિત્તો હરણાંને ઝાલે;
ઝબકી ઝબકીને ઊંઘ વાંદરોય કેટલી ખાળે?
સાવજની ત્રાડ બધીર પડઘાઓ સાંભળે.
ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે.
નવી અભિવ્યક્તિવાળી રચના માણવાની મઝા પડી.
વજ્ર, ખડગ, સાંગ, મુશળ- શસ્ત્ર કેવાં કેવાં રૂપે !
લોહિયાળ ખપ્પરમાં ખલક આખે આખી ખૂંપે.
હિંસ્ત્ર ને કરાળની આ ફુદરડી ઢળે તો ઢળે!
અદભૂત — જંગલરાજ
અનન્ય કલ્પનો અને શબ્દબળના સહારે અનુઆધિનિક કવિતાઓમાં અનોખી ભાત પાડતી અત્યંત સુંદર રચના. વાહ..મિત્ર વાહ…
પંચમજી…
તમારી દરેક રચનાની જેમ આ રચના પણ અનોખી છે.
જુદું જ વિશ્વ ખડુ કરવાની ક્ષમતા મુબારક હો!
શબ્દો પાસે ધાર્યું કામ લઇ શકો છો, તે વાત અા કાવ્ય દ્વારા સિધ્ધ થાય છે. જંગલ અને ત્યાંનું રાત્રિનું ભયંકર વર્ણન તાદ્રશ કરી દીધું છે.
સ-રસ રચના
આગિયાના ઝબકારે ચિત્તો હરણાંને ઝાલે
ઝબકી ઝબકીને ઉઘ વાંદરોય
કેટલી ખાળે ?
અદભૂત શબ્દો ,વિવીધ ભાવ
બહુજ સરસ અભિવ્યક્તિ .
અંધારાનું શબ્દચિત્ર એટલે નાદની કવિતા. sensational writing!
One Trackback/Pingback
[…] અરણ્ય માચડે by admin on May 18, 2011 in Uncategorized with No comments Tweet var addthis_product = 'wpp-257'; var addthis_config = {"data_track_clickback":true};♥ પંચમ શુક્લ ઊંદરની ડાકલીઓ આઘી ઓરી સળવળે, ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે. દેડકાનું ડ્રાઉં ડ્રાઉં બંધ થાય- સોપો પડે; ખડખડતા ખાખરામાં ખડચીતળો આથડે, તમરાંની ત્રમત્રમતી આંગળીએ સ્વેદ વળે. ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે. આગિયાના ઝબકારે ચિત્તો હરણાંને ઝાલે; ઝબકી ઝબકીને ઊંઘ વાંદરોય કેટલી ખાળે? સાવજની ત્રાડ બધીર પડઘાઓ સાંભળે. ચામાચીડિયાંની પાંખ અંધારે ઓગળે. વજ્ર, ખડગ, સાંગ, મુશળ- […] પંચમ શુક્લ (પ્રત્યાયન) […]