પુદ્ગલ (પુદગલ)

♥ પંચમ શુક્લ

જેને ગણું ‘હું’, નથી ‘હું’ છતાંય,
અદૃશ્ય રૂપે જ પડખે જણાય.
ક્યારેક એને સ્પર્શીય લઉં, તો-
ક્યારેક સાવે જ વીસરીય જાઉં.

જ્યારે કથું કંઈ નમણું, રસાળ;
રહી શાંત સૂણે, ધરી મૌન ઘેરું,
પણ જ્યાં ઘૃણા કે કૂથલી કરું ત્યાં-
વીસરે સલુકાઈ ધારી એ સઘળું.

હળવાશથી પાછું માફીય દઈ દે!

પગલું ન એકેય અળપાય મારું,
એવી જ રીતે એ પગલાં દબાવે.

જ્યારે નહીં હોઉં હું આ શરીરે;
ત્યારેય એ તો હશે વિદ્યમાન,
અક્ષુણ્ણ, એવું ને એવું અડીખમ!

૧૧ માર્ચ ૨૦૧૧

સર્જન પ્રેરણા: અવતરણ  બ્લૉગ

“I Am Not I”

by Juan Ramón Jiménez (Juan Ramon Jimenez)

I am not I.
I am this one
walking beside me whom I do not see,
whom at times I manage to visit,
and whom at other times I forget;
who remains calm and silent while I talk,
and forgives, gently, when I hate,
who walks where I am not,
who will remain standing when I die.

Translated by Robert Bly

18 Comments

 1. Posted મે 5, 2011 at 1:18 પી એમ(pm) | Permalink

  ખૂબજ ગમ્યું . મારા બાપુજીએ ‘ Golden Treasury’નાં ઘણાં કાવ્યોના આમ અનુવાદ કર્યા હતા તેની યાદ આવી ગઈ.

 2. himanshupatel555
  Posted મે 5, 2011 at 2:00 પી એમ(pm) | Permalink

  અનુવાદ ગદ્યમાં અને પદ્યમાં બન્ને રીતે થતા હોય છે.હમણા એવો અનુવાદ સરોજીની નાયડુના કાવ્યનો વેબ પર મકરંદ દવેએ કરેલો વાંચ્યો હતો જે આ વાંચતા યાદ આવ્યો.અનુવાદકની ગીત-ગઝલ પરની હથોટી અહીં પણ વર્તાય છે.શબ્દો ઉમેર્યા પછી પણ અભિવ્યક્તિ મૂળને અનુરૂપ સચવાઈ છે.
  who walks where I am not-
  પગલું ન એકેય અળપાય મારું,
  એવી જ રીતે એ પગલાં દબાવે.
  who will remain standing when I die-
  જ્યારે નહીં હોઉં હું આ શરીરે;
  ત્યારેય એ તો હશે વિદ્યમાન,
  અક્ષુણ્ણ, એવું ને એવું અડીખમ!
  where I am not-,માટે અળપાય શબ્દ ખૂબ ઘનિભૂત છે તે નોધવું જ ઘટે.

 3. pragnaju
  Posted મે 5, 2011 at 4:23 પી એમ(pm) | Permalink

  પગલું ન એકેય અળપાય મારું,
  એવી જ રીતે એ પગલાં દબાવે.
  જ્યારે નહીં હોઉં હું આ શરીરે;
  ત્યારેય એ તો હશે વિદ્યમાન,
  અક્ષુણ્ણ, એવું ને એવું અડીખમ!
  ખૂબ સુંદર

  માણસ જે મનમાં વિચારે છે, તેને અનુરૂપ ચિંતક-પ્રવર્તક પુદગલ દ્રવ્યોની આકૃતિઓ બને. મનના પ્રવર્તક કે ઉત્તેજક પુદગલ દ્રવ્યોને સાક્ષાત જાણનાર જ્ઞાન ને મન:પર્યવ જ્ઞાન કહે.અવધિજ્ઞાન કરતા મન:પર્યવ જ્ઞાનનું ક્ષેત્ર સીમિત છે. અવધિજ્ઞાન દેવ, મનુષ્ય, તીર્યંચ, અને નરક ચારે ગતિવાળા ને થાય. મન:પર્યવ જ્ઞાન માત્ર સાધુને થાય. અવધિજ્ઞાની સુક્ષ્મ પર્યાયો ને જાણી શકતા નથી જયારે મન:પર્યવ જ્ઞાની તે જાણી શકે.આ જ્ઞાન દાદા ભગવાનની વાણીથી વધુ સ્પષ્ટ થયું.બધી પુદગલની કરામત છે. ફાંસી એ પુદગલ છે ને ફાંસીએ ચઢાવનાર હઉ પુદગલ છે. આત્મા કોઈ દહાડો ફાંસીએ ચઢ્યો નથી. આ તો દ્ષ્ટિમાં બેસતું નથી એટલે ગભરામણ થાય છે. પણ ‘જ્ઞાની’ની દ્ષ્ટિએ એની દ્ષ્ટિ મળી ગઈ કે થઈ રહ્યું. એના માટે ‘જ્ઞાની’ પાસે પરિચયમાં રહેવું પડે.

 4. Posted મે 5, 2011 at 4:39 પી એમ(pm) | Permalink

  ચૈતન્ય અને આ સૃષ્ટિ અવિરત સર્જન અને વિલયમાં કોઈ અગોચર આધારે સતત રમણ કર્યા
  કરેછે. માનવ જીવન દ્વારા તે અનુભવાય છે અને એ પરમ ની કરૂણા નિત ઉતરતી રહે છે.
  શ્રી પંચમભાઈને જન્મજાત મળેલા સંસ્કારોને લીધે ,આ અનુવાદ શબ્દ અને ભાવ સાથે ,તમણે
  સુંદર રીતે ચરિત્રાર્થ કર્યો છે. આવી સુંદર કૃતિ માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. Posted મે 5, 2011 at 4:55 પી એમ(pm) | Permalink

  સુંદર અનુવાદિત રચના !

  મૂળ રચના સાથે વાંચતા આનંદ થયો.

  અભિનંદન !

  અવતરણ પરની અછાંદસ રચના પણ વાંચી પરંતુ

  કોમેન્ટ પોસ્ટ ના કરી શક્યો.

 6. Posted મે 6, 2011 at 6:58 એ એમ (am) | Permalink

  જ્યારે નહીં હોઉં હું આ શરીરે;
  ત્યારેય એ તો હશે વિદ્યમાન,
  અક્ષુણ્ણ, એવું ને એવું અડીખમ!

  સુંદર અભિવ્યક્તિ …
  ભગવદ્ ગીતા (અધ્યાય બીજો)
  अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
  આત્માનો ના નાશ છે, થાય દેહનો નાશ ..

 7. Posted મે 6, 2011 at 4:49 પી એમ(pm) | Permalink

  સરસ જ્ઞાનપ્રદ ભાવ અને અનુવાદ…
  ગમ્યું.

 8. Posted મે 7, 2011 at 11:54 એ એમ (am) | Permalink

  ખૂબજ સુંદર ભાવાનુવાદ !

  મૂળ રચના સાથે વાંચવાથી વધુ આનંદ આવ્યો.

  ધન્યવાદ !

 9. Posted મે 7, 2011 at 2:58 પી એમ(pm) | Permalink

  refreshing ever since it was conceived!

 10. Kirftikant Purohit
  Posted મે 8, 2011 at 6:36 એ એમ (am) | Permalink

  વાહ મિત્ર,
  જાણે ગુજરાતી કવિતા જ વાંચતા હોઈએ તેવો સુંદર ભાવાનુવાદ અને સરસ આધ્યાત્મિક ટચ. ભાઈ વાહ ……

 11. readsetu
  Posted મે 9, 2011 at 11:12 એ એમ (am) | Permalink

  ખુબ સુંદર રચના. સુંદર અનુવાદ. સુંદર ચિંતન.

  લતા જ. હિરાણી

 12. Posted મે 11, 2011 at 9:48 પી એમ(pm) | Permalink

  બહુજ સરસ આત્મ ચિન્તન .

 13. sudhir patel
  Posted મે 13, 2011 at 3:30 એ એમ (am) | Permalink

  ખૂબ જ સુંદર કાવ્યાત્મક અનુવાદ!
  સુધીર પટેલ.

 14. Posted મે 14, 2011 at 2:19 એ એમ (am) | Permalink

  સુન્દર અનુવાદી રચના!! એક નવો અહેસાસ

 15. chandravadan
  Posted મે 14, 2011 at 5:55 પી એમ(pm) | Permalink

  A Poem in English.
  And Pacham puts it in Gujarati.
  And that also nicely.
  Congratulations.

 16. dhruti modi
  Posted મે 14, 2011 at 8:40 પી એમ(pm) | Permalink

  સુંદર રચનાનો સુંદર અનુવાદ. અનુવાદ વાચ્યા પછી અાત્માની અક્ષુણ્ણતાનો ભાવ શાશ્વત બની મનમાં ભાવોર્મિ જગાડે છે. મૂળ રચના અને અનુવાદ બંને ખૂબ સબળ અને સક્ષમ છે.

 17. Posted મે 16, 2011 at 5:15 એ એમ (am) | Permalink

  khub saras

 18. kishoremodi
  Posted મે 16, 2011 at 1:47 પી એમ(pm) | Permalink

  સરસ રચનાનો સરસ અનુવાદ


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: