દાદાજી એવું ગાતા

♥ પંચમ શુક્લ

‘કૃષ્ણ કરે તે ઠીક કરે છે’: દાદાજી એવું ગાતા.

હજીય જ્યારે સુનમુન થાઉં, મનમાં આવી પડઘાતા.

હજીય મારી છીંક મહીં હા,

……………………….. એ છીંકણીની ગંધ તરે;

હજીય પોચી કરચલિયાળી

…………………………. રોજ હથેળી શીશ ફરે,

પગથી માથા સુધી ઓઢી સૂઉં ત્યાં શ્વાસે વાતા.

‘કૃષ્ણ કરે તે ઠીક કરે છે’: દાદાજી એવું ગાતા.

ઉભડક પગ કે પદ્માસનની

…………………………… મુદ્રામાં ઊતરી આવે;

અડવા જાતા ધૂપવલય શું

………………………… ખુદને પણ એ પ્રસરાવે,

ગોટે વળતાં સપનાંઓમાં ત્રુટકે ત્રુટકે સંધાતા.

‘કૃષ્ણ કરે તે ઠીક કરે છે’: દાદાજી એવું ગાતા.

૧૪/૧/૨૦૧૧

સહજ ગણગણાટ: http://www.esnips.com/doc/1aff3d89-7c0d-45f9-a2df-75f9a2ae92f1/dadaji_evu_gata

Advertisements

31 Comments

 1. Posted એપ્રિલ 1, 2011 at 2:12 એ એમ (am) | Permalink

  સરસ ગીત.. મને મારા દાદા યાદ આવી ગયા..

 2. pragnaju
  Posted એપ્રિલ 1, 2011 at 2:53 એ એમ (am) | Permalink

  ‘હજીય જ્યારે સુનમુન થાઉં, આવી મનમાં પડઘાતા.’ સ્મૃતિ વીજળી થઈને મારા આકાશને આખેઆખું ચીરી નાખે છે.ક્યારેક એ વીજળી ચાબુક થઈને મને ફટકારે છે ત્યારે પણ મારા કંઠમાંથી ચીસ સરી જાય છે એક આનંદનો ઉદ્દગાર અને ઉદ્દગારમાં હોય છે દાદાજીનુ, “કૃષ્ણ કરે તે ઠીક કરે છે”.
  કરવા પડતાં તમામ કામ કરું છું દાદાજીની સ્મૃતિ સાથે. અને એટલે જ મારું કામ જીવનનો નર્યો ઉલ્લાસ છે. પ્રત્યેક પળ સાથે દાદાજીનો પ્રાસ છે,સહવાસ છે,પ્રવાસ છે,સુવાસ છે.
  જરા પણ અતિશયોક્તિ વિના કહું: દાદાજીના ભજનની તોલે કાંઈ ન આવે.એ ઢાળ,એ આરોહ–અવરોહ,એ સ્વર બાંધણી; તેમાંથી નિષ્પન્ન થતાં ભાવવાહી સૂર બધું જ નિરાળું!
  ભગવાન શ્રીકૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તીને માટે હ્યદયમાં જે તાપ કલેશનો આનંદ થવો જોઇએ તે જેને તિરોધાન થયો છે એ દાદાજી કહેતા, હે કૃષ્ણ! હું તમારો છું.કૃષ્ણમ્ તવાસ્મિ !
  તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
  ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
  કૃષ્ણને કરવું હોય તે કરે.
  કૃષ્ણ કરે તે ઠીક કરે છે

 3. Posted એપ્રિલ 1, 2011 at 8:49 એ એમ (am) | Permalink

  “અડવા જાતા ધૂપવલય શું
  ખુદને પણ એ પ્રસરાવે,
  ગોટે વળતાં સપનાંઓમાં ત્રુટકે ત્રુટકે સંધાતા.”

  Supperbbbb……!

 4. Dharmani Bhavesh C.
  Posted એપ્રિલ 1, 2011 at 12:58 પી એમ(pm) | Permalink

  Definitely, Heart touching! Because of simple, sensible, precise wordings…
  suxm lagani/anubhav ni sthool abhivyakti ane/athava sthool lagani/anubhav ni suxm abhivyakti sahaj/rojinda/gyat/anubhavgamya kriyakalapo thaki – shabda dwara – enu j nam kavya. Ahi dadaji ni sthool yad ne suxmata o sanpadi chhe. Sathe anek suxmata o sathe mali ne dadaji ni pratyax yad ubhi karva (sthoolta baxava) samarth chhe.

 5. Kirftikant Purohit
  Posted એપ્રિલ 1, 2011 at 4:14 પી એમ(pm) | Permalink

  મેં મારા દાદા જોયા નથી પણ મારે પૌત્ર છે એટલે લાગે છે કે દાદા તો આવા જ હોય.

 6. readsetu
  Posted એપ્રિલ 1, 2011 at 6:51 પી એમ(pm) | Permalink

  કાવ્ય મનને ભીંજવી ગયું..

  લતા

 7. Posted એપ્રિલ 1, 2011 at 7:30 પી એમ(pm) | Permalink

  You are very much blessed!

 8. kishoremodi
  Posted એપ્રિલ 2, 2011 at 1:00 એ એમ (am) | Permalink

  ‘કૃષ્ણ કરે તે ઠીક કરે છે’ પંક્તિથી અાવૃત દાદાજીનું ગીત મનભાવન થયું.નવા વાતાવરણમાં મનને રમવાની મઝા પડી.

 9. sudhir patel
  Posted એપ્રિલ 2, 2011 at 3:01 એ એમ (am) | Permalink

  દાદા માટેની લાગણીને વ્યક્ત કરતું ખૂબ સુંદર લયાત્મક ગીત!
  સુધીર પટેલ.

 10. Posted એપ્રિલ 2, 2011 at 4:10 એ એમ (am) | Permalink

  આજકાલ દાદાજી વિશે ઝાઝા ગીત લખાતા નથી .. આ ગીતમાં જે સંસ્મરણો ચીતરાયા એણે દાદાની યાદ તાજી કરાવી દીધી .. લોકો કહે છે ને કે બધાની મા અમુક બાબતમાં તો સરખી જ હોય, કંઈક અંશે એમ દાદા માટે પણ હશે ..હજીય પોચી કરચલિયાળી રોજ હથેળી શીશ ફરે .. વાંચતા એ મુલાયમ હથેળીનો સ્પર્શ સાંભર્યો …

 11. himanshupatel555
  Posted એપ્રિલ 3, 2011 at 2:49 પી એમ(pm) | Permalink

  દાદાજીઃકોંક્રીટ અનુભવ છે જ્યાં દ્રષ્ય મેટફોરિક
  અભિવ્યક્તિ થઈ જાય છે,સંસ્મૃતિ દ્રષ્યમય
  આવે છે.

 12. Posted એપ્રિલ 3, 2011 at 3:33 પી એમ(pm) | Permalink

  દરવખતની જેમ નવી વાત અને નવી રીતે!
  વળી સહુના મનની વાત!
  અભિનંદન.

 13. Dhruti modi
  Posted એપ્રિલ 4, 2011 at 1:16 એ એમ (am) | Permalink

  મારા બાળકોને બંને પક્ષે દાદાજી નથી, બાળકો નાના હતા ત્યારે મેં એક બાળકાવ્ય લખેલું જેમાં મારો દીકરો સવાલ કરે કે બધાંને દાદા છે મારા દાદા કેમ નથી?તે સમય તમારાં કાવ્યએ યાદ કરાવી દીધો. સાચે જ દાદા- દાદીનું સુખ હોવું એ પણ એક નસીબ છે. સુંદર કાવ્ય અને સુંદર ઉક્તિ “કૃષ્ણ કરે તે ઠીક છે”

 14. Harnish Jani
  Posted એપ્રિલ 4, 2011 at 1:27 એ એમ (am) | Permalink

  ગોટે વળતાં સપનાંઓમાં ત્રુટકે ત્રુટકે સંધાતા.

  ‘કૃષ્ણ કરે તે ઠીક કરે છે’: દાદાજી એવું ગાતા.

  કાવ્ય ગમ્યું-વિષય યુનિવર્સલ છે-સૌને કાંઇક ને કાંઇક યાદ કરાવી જાય-તમે જે એક કાવ્યમાં વ્યક્ત કર્યું તેને માટે મારે મારા “દાજી” પર લેખ લખવો પડ્યો.

 15. Posted એપ્રિલ 4, 2011 at 4:30 એ એમ (am) | Permalink

  ઘણા પ્રસંગોએ બાળપણની એ સુખદ ક્ષણો માવતરની છત્રછાયામાં માણેલી એ મનમાં
  ગુંજતી રહેછે. આપે દાદાની આ હૃદયવાણી બાળમાનસથી ઝીલેલી ,તે જીંદગીના પ્રવાહોમાં
  પણ રમી આજે ઉભરી આવી અને આપના કવિ હૃદયના સ્પંદનો ઝીલી સૌના અંતરને સ્પર્શી ગઈ.
  પોતિકી લાગે એવી આ રચના માટે ખૂબ ખૂબ અભિનંદન…શ્રી પંચમભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

 16. Posted એપ્રિલ 4, 2011 at 9:27 એ એમ (am) | Permalink

  good one.

 17. Posted એપ્રિલ 4, 2011 at 9:05 પી એમ(pm) | Permalink

  સરસ દાદાજીની યાદ આવી ગઈ!!બા પાસે શીખ્યો છું એ ગઝલ પણ યાદ આવી
  સપના

 18. Posted એપ્રિલ 6, 2011 at 3:07 પી એમ(pm) | Permalink

  મન પ્રસંન્ન થઈ ગયું! દાદાને જોવાનું સદભાગ્ય મળ્યું ના હતું પણ બાપુજી સાથે સંકળાયેલી અનેક પળો મારાં કાવ્યોમાં પણ આવી વસી છે.

  હજી એ દા’ડાની સતત વરસે
  યાદ વસમી
  ધરી પાટી હાથે શબદ શિખવ્યા કૈક મુજને …

  એ કાવ્ય સ્મરણપટ પર આજે આવી તરે છે.

 19. chandravadan
  Posted એપ્રિલ 7, 2011 at 11:47 પી એમ(pm) | Permalink

  કૃષ્ણ કરે તે ઠીક કરે છે’: દાદાજી એવું ગાતા.

  હજીય જ્યારે સુનમુન થાઉં, મનમાં આવી પડઘાતા.

  I did not have the privilege of seeing my “Dada”….but I can imagine that “deeper than Fatherly Love”….Now that I am a Grandfather (Ajabapa)I can experience that other side ( not the Grandson or Granddaughter’s Feelings)
  Nice Rachana !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting All to my Blog !

 20. vishveshavashia
  Posted એપ્રિલ 12, 2011 at 12:22 પી એમ(pm) | Permalink

  Beautiful! Grandpas are love interspersed with wisdom. That thought is so well expressed!

 21. Posted એપ્રિલ 24, 2011 at 4:03 પી એમ(pm) | Permalink

  શ્રી પંચમ ભાઈના શબ્દ, પંચમ સ્વરે ગુંજી મનના વનરાવનને ગજાવે છે જ. જન્મ દિવસે આપને
  ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પંચમ મગલ પ્રસાદીના ભાગીદાર બનાવતા રહેજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 22. Rekha Sindhal
  Posted એપ્રિલ 24, 2011 at 5:17 પી એમ(pm) | Permalink

  જન્મદિવસની શુભેચ્છાઓ પંચમભાઈ! પ્રેમનો જીવંત ભાવ દાદાની યાદમાં પડઘાય છે અને સાથે શબ્દોની સરસ ગુંથણી થકી માણવી ગમે તેવી કૃતિનો આસ્વાદ હિમાંશુભાઈએ કરાવ્યો તે માટે એમનો પણ આભાર.

 23. Posted એપ્રિલ 25, 2011 at 11:17 એ એમ (am) | Permalink

  પંચમદાએ બધા મિત્રોને દાદાની યાદ અપાવી દીધી.ધન્ય હો!!

 24. Posted એપ્રિલ 25, 2011 at 2:48 પી એમ(pm) | Permalink

  excellent & very touchy!!

 25. વિહંગ વ્યાસ
  Posted મે 4, 2011 at 10:22 એ એમ (am) | Permalink

  સુંદર મજાનું કાવ્ય. દલપત પઢિયારનું ગીત “અમને કોની રે સગાયું આજે સાંભરે” યાદ આવે. મારા સદગત દાદા વહેલી સવારે શંકરાચાર્યનું દેવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર તારસ્વરે ગાતા ત્યારે “કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ” બોલતા બોલતા તેમને ડુમો ભરાઇ જાતો, તે સહજ પુણ્યસ્મરણ થયું. આભાર પંચમભાઇ .

 26. Posted મે 19, 2011 at 11:51 પી એમ(pm) | Permalink

  આદરણીયશ્રી.પંચમભાઈ

  દાદાની યાદ અપાવી દીધી,

  ખરેખર લખવામાં દાદાગીરી, સાહેબ

  અભિનંદન મજા પડી

 27. Posted સપ્ટેમ્બર 10, 2011 at 8:40 એ એમ (am) | Permalink

  પંચમભાઈ,
  આ એક કાવ્ય અવારનવાર વાંચું છું અને આંખો ભિંજાઈ જાય છે.
  આજે પહેલી વખત મારામાં કોમેન્ટ લખવા જેટલી યોગ્ય લાગણીઓ અભિવ્યક્તાઈ છે.
  મને આ કાવ્ય વાંચીને ’અમે બધાં’નું “હોળી, દાદાનું અવસાન” પ્રકરણ યાદ આવે છે.
  એ વિપીન (નંગ બે) અને એ દાદા આજે સો વરસે મારા ઘરમાં મારી (છનમુખરામની) આસપાસ કાચો તોડે છે, પતંગો ચગાવે છે, સાયકલો ફેરવે છે, સ્વિમિંગપૂલમાં ધુબાકા મારે છે અને જીવનનો આનંદ વિખેરે છે.
  રોજ મને તમારું આ કાવ્ય પણ યાદ આવે છે. મને મારા દાદા જોવા ન મળ્યા પણ દાદા-પૌત્રો્નો પ્રેમ જોવા મળ્યો.
  આ કાવ્ય દ્વારા તમે ઘણાં હૈયાં સ્પર્શી ગયા!

 28. subhash desai
  Posted સપ્ટેમ્બર 10, 2011 at 2:45 પી એમ(pm) | Permalink

  dear panchambhai,yr ganganahat has given me an inspiration n mood 2 compose this beautiful song

 29. લક્ષ્મીપ્રસાદ વોરા
  Posted ઓક્ટોબર 14, 2016 at 10:33 એ એમ (am) | Permalink

  મેં મારા દાદાને જોયા છે પણ રૌદ્ર સ્વરૂપે. અમારા તરફ કોઈ પ્રેમના અભાવથી જોયા છે. ક્યારેય પ્રેમના શબ્દો તેમના મુખે સાંભળેલ નથી તેથી દાદા શબ્દ તરફ એક પ્રકારની સુગ કે નફરત થઇ ગઈ છે. લોકોને દાદા માટેની વાતો કરતા જોઈ નવાઈ લાગે કે શું આવું હોઈ શકે? મારા એક દુરના સાળાએ તેની ફઈ એટલેકે મારા સાસુનાં નામે હું જ્યાં ટ્રસ્ટી હતો ત્યાં હાઈસ્કુલ માટે દાન આપ્યું, ફઈનાં નામે હાઈસ્કુલ કરાવી મને નવાઈ લાગી કે આવી ફઈ હોઈ શકે? કારણ કે અમારા મનમાં ફઈ એક નફરતજનક પાત્ર છે. પણ આજે મારી બહેનો મારા દીકરાઓ માટે જે કાઈ કરે છે ત્યારે થાય છે કે અમે જ અભાગિયા હતા કે અમને પ્રેમાળ ફઈ ન મળી…

 30. RISHABH MEHTA
  Posted ઓક્ટોબર 15, 2016 at 2:12 પી એમ(pm) | Permalink

  ક્યા બાત હૈ , પંચમભાઈ !


Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: