સર્જનનો મારગ શૂરાનો

♥ પંચમ શુક્લ

નામ વગરનું લખતો’ ત્યારે
વાળ હતા સોનેરી ઝુલ્ફાં;
‘સર્જક’ જેવું નામ અડ્યું કે
વાળ ગયા ગંઠાઈ – બન્યાં છે વૃષભ શિંગડાં!

ઝાંય ગુલાબી હતી ચામડી
તે પણ થઈ ગઈ રબ્બર જેવી જાડી પોચી

રંગરંગની કાચિંડા શી!
ઉપર વળ્યાં છે મગર ભીંગડાં !!!

કોણ હવે પસવારે પીઠ?
કોણ હવે પસવારે ઝુલ્ફાં?

ઓ સ્વ-સર્જક….
તારો રસ્તો તું જ હવે કર!
ઘસાઈ જા કે જા છોલાઈ કે સહુને તું છોલી નાખ;
જરૂર પડે તો પ્રબળ પ્રહારે ઢીંક જ મારે રાખ,

સર્જક, અધવચ્ચે ના થાક !
સર્જક, ના નિશાન નીચું તાક!

૨૩/૦૯/૨૦૧૦

27 Comments

 1. pragnaju
  Posted માર્ચ 16, 2011 at 8:24 પી એમ(pm) | Permalink

  ઝુલ્ફાં; ગંઠાઈ, વૃષભ શિંગડાં, ઝાંય , રબ્બર ,કાચિંડા મગર ભીંગડાં !
  છન્દનો મેળ પાડવા મૂકાયલા શબ્દોમા વીચાર પણ પુરેપુરો સુચવાયો છે
  ઓ સ્વ-સર્જક….
  તારો રસ્તો તું જ હવે કર!
  શ્રી ભગત સાહેબે સર્જકમાં રહેલા સર્જક ઉપરાંત વીવેચકને પણ ઉદ્દેશીને લખ્યું છે – શીર્ષક છે, ‘કાવ્ય લખતાં અને લખાયા પછી –’
  “અરે ! કહી ન કાવ્યને બગાડવું;
  અહો કહી અહમ્ નહીં જગાડવું !”
  કોણ હવે પસવારે પીઠ?
  કોણ હવે પસવારે ઝુલ્ફા?
  આ કાવ્યને જન્મતાં પહેલાં જ બગાડતું રહે છે. એટલે વીવેચકે સર્જન વેળા થોડું આઘું રહેવું રહ્યું ! કેમ કે અહો રુપમ્–અહો ધ્વની !’એ બગાડી મુકનાર તત્વ છે.
  સાઈ જા કે જા છોલાઈ કે સહુને તું છોલી નાખ;
  જરૂર પડે તો પ્રબળ પ્રહારે ઢીંક જ મારે રાખ,
  વીવેચનટેબલ પર કાવ્યના ડીસેક્ષન માટે તો આવી કૃતીને જ સુવડાવીને એને પીંખવાનુ કામ કરવું રહ્યું. સર્જક જો ભાષા–સાહીત્યનો વીવેચક હોય તો તેણે તો નીર્મમ બનીને આમ છણાવટ કરવી પડે.
  કાવ્ય તો બાવળની તીણી ને લાંબી શુળ પર અટકી ગયેલા તુષારબીંદુ જેવું નાજુક તત્વ છે ! અથવા કહો કે હવામાં તરતા કોઈ એક પીંછાશુ મુલાયમ અને હળવું ફુલ તત્વ છે. એને સર્જતાં ને પ્રગટ કરતાં ને પછી વીવેચતાં ને છેવટે ‘કાવ્ય‘ તરીકે જાહેર કરતાં કરતાં કેટકેટલી માવજત કરવી પડે ? કેટકેટલી પંપાળ કરવી પડે એ ભગતસાહેબ જેવા શીખવાડે છે
  સર્જનનો મારગ શૂરાનો

 2. kishoremodi
  Posted માર્ચ 16, 2011 at 9:05 પી એમ(pm) | Permalink

  સરસ રચના. નવી અભિવ્યક્તિસભર.માણવાની મઝા પડી

 3. Posted માર્ચ 16, 2011 at 9:09 પી એમ(pm) | Permalink

  અંદર બેઠેલા સર્જકને સંબોધીને કરેલી મજાની રચના!

 4. Nikhil Mehta
  Posted માર્ચ 16, 2011 at 9:17 પી એમ(pm) | Permalink

  Atyar sudhi sambhalyun hatun ke Harino Marag Chhe Shoorano…… Wah Kya Baat Hai

 5. Posted માર્ચ 16, 2011 at 10:48 પી એમ(pm) | Permalink

  આદરણીય શ્રી પંચમભાઈ

  સર્જક, અધવચ્ચે ના થાક !
  સર્જક, ના નિશાન નીચું તાક!

  સરસ અભિવ્યક્તિ માણવા મળી

  ખુબ જ સરસ અને નવું શીખવા મળ્યું

 6. Posted માર્ચ 17, 2011 at 3:34 એ એમ (am) | Permalink

  પંચમજી,
  એક પણ પંક્તિ વધારાની નથી લાગતી.
  ફરી ફરીને વાંચી… માણી.
  વારંવાર માણવી ગમે એવી રચના.

 7. Posted માર્ચ 17, 2011 at 3:45 એ એમ (am) | Permalink

  સરસ અભિવ્યક્તિ, સરસ રજૂઆત. ગમ્યું.

 8. sudhir patel
  Posted માર્ચ 17, 2011 at 5:35 એ એમ (am) | Permalink

  સર્જનનો મારગ શૂરાનો – ખૂબ બળકટ અભિવ્યક્તિ!
  સુધીર પટેલ.

 9. Posted માર્ચ 17, 2011 at 7:25 એ એમ (am) | Permalink

  Very nice!!!

 10. Posted માર્ચ 17, 2011 at 9:10 એ એમ (am) | Permalink

  વાહ પંચમભાઈ, અત્યાર સુધીની રચનાઓ કરતાં કાંઈક જુદી જ, ઓછા ભારે શબ્દો પણ વધુ ભારે મરમ…

 11. Posted માર્ચ 17, 2011 at 2:32 પી એમ(pm) | Permalink

  સર્જનનો મારગ છે શૂરાનો….વાહ!
  સ-રસ માણવી અને મમળાવવી ગમે એવી રચના.

 12. Posted માર્ચ 17, 2011 at 6:07 પી એમ(pm) | Permalink

  શ્રી પંચમભાઈ
  સર્જક અને સર્જન અને વાહવાહ! એ બધી કળાકારીને આપે
  વિચારમય રીતે શબ્દોના માધુર્ય સાથે, સાહિત્ય લખનારને
  પાનો ચડાવી દીધો.મજા લાવી દીધી રચના થકી.
  રમેશ પટેલ(આકાશદીપ)

 13. Dhruti modi
  Posted માર્ચ 17, 2011 at 10:14 પી એમ(pm) | Permalink

  સુંદર મઝાની કવિતા. સર્જકની જવાબદારી ખૂબ સરસ કલ્પનો દ્વારા રજૂ કરી છે. સાચે જ સર્જનનો માર્ગ શૂરાનો છે.

 14. Posted માર્ચ 18, 2011 at 1:06 એ એમ (am) | Permalink

  ઘસાઈ જા કે જા છોલાઈ કે સહુને તું છોલી નાખ;
  જરૂર પડે તો પ્રબળ પ્રહારે ઢીંક જ મારે રાખ,

  આપણું ઢીંકો મારવાનું ચાલુ જ છે.ધન્ય હો મજાની,મજબુત રચના.

 15. Posted માર્ચ 18, 2011 at 11:22 એ એમ (am) | Permalink

  Excellent expressions!

 16. Posted માર્ચ 18, 2011 at 5:12 પી એમ(pm) | Permalink

  ખુબજ સરસ

  શબ્દોનું સર્જન

  નામ વગરનું લખતો’ ત્યારે

  વાળ હતા સોનેરી ઝુલ્ફાં;

  ‘સર્જક’ જેવું નામ અડ્યું કે

  વાળ ગયા ગંઠાઈ – બન્યાં છે

  વૃષભ શિંગડાં!

  લિ. કિશોરભાઈ

 17. readsetu
  Posted માર્ચ 19, 2011 at 5:58 એ એમ (am) | Permalink

  મુશ્કેલી કેવી છે !! તમને હું મળી નથી એની તકલીફ !! હવે તમારી કલ્પના !!!

  લતા જ. હિરાણી

 18. વિહંગ વ્યાસ
  Posted માર્ચ 19, 2011 at 12:50 પી એમ(pm) | Permalink

  બહુ સરસ રચના.

 19. Posted માર્ચ 20, 2011 at 2:39 પી એમ(pm) | Permalink

  ખુબજ સુન્દર શબ્દોથી સર્જાએલી
  સુન્દર રચના .

 20. hirals
  Posted માર્ચ 21, 2011 at 10:57 એ એમ (am) | Permalink

  સર્જક, અધવચ્ચે ના થાક !
  સર્જક, ના નિશાન નીચું તાક!

  very inspirational 🙂

 21. Posted માર્ચ 22, 2011 at 5:24 એ એમ (am) | Permalink

  સુંદર રચના…

 22. himanshupatel555
  Posted માર્ચ 22, 2011 at 5:33 એ એમ (am) | Permalink

  કદાચ આ ગુજરાતી સર્જક્નુ અવહેલન હશે!?
  “તે પણ થઈ ગઈ રબ્બર જેવી જાડી પોચી..”
  આને બદલે ‘રબડી જેવી’વધારે સાપેક્ષ લાગશે…
  પહેલી ચાર પંક્તિમાં કવિ હોવાનો વ્હેમ અને બીજી ચારમાં પ્રસ્થાપિત થવાનો વ્હેમ અને ત્રિજી ચારમાં વિવેચક હોવાનો વ્હેમ સર્જાનાત્મક જગતની વિલક્ષણતા વ્યક્ત કરે છે અને છેલ્લી બેમાં બળાપો છે.

 23. Posted માર્ચ 22, 2011 at 1:47 પી એમ(pm) | Permalink

  નામ વગરનું લખતો’ ત્યારે
  વાળ હતા સોનેરી ઝુલ્ફાં;

  પંચમજી આ સોનેરી ઝુલ્ફાની સુંવાળપ ક્યારેક યાદ ન આવે ? નામની પળોજણ ક્યારેક પજવે એવું ન લાગે ?

 24. Posted માર્ચ 22, 2011 at 4:32 પી એમ(pm) | Permalink

  bahu j saras lakyu che…

 25. Posted માર્ચ 26, 2011 at 8:32 પી એમ(pm) | Permalink

  Surgeon’s path surely is different! What you have elaborated on here is sublime and surgical!

 26. chandravadan
  Posted માર્ચ 28, 2011 at 1:37 પી એમ(pm) | Permalink

  સર્જક, અધવચ્ચે ના થાક !
  સર્જક, ના નિશાન નીચું તાક!

  Panchambhai,
  Very nice Rachana..Nicely Chosen Words !
  Liked the Comment of Pragnajuben Vyas.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

 27. Posted માર્ચ 31, 2011 at 3:17 એ એમ (am) | Permalink

  ઓ સ્વ-સર્જક….
  તારો રસ્તો તું જ હવે કર!
  સર્જક, અધવચ્ચે ના થાક !
  સર્જક, ના નિશાન નીચું તાક!

  સુંદર પ્રેરણાત્મક વિભાવના … કાશ, એ સર્જક આત્માઓને ઢંઢોળે ..


One Trackback/Pingback

 1. […] ‘પ્રત્યાયન’ શબ્દના અર્થઃ  બોધ આપવો તે; સમજાવવું તે (www.bhagavadgomandal.com). પણ પ્રત્યાનજીનો બ્લોગ વિશિષ્ટ (unique) છે. એમાં સીધા ઉપદેશ નથી પણ છુપાયેલા સંદેશ છે. (check this!) અને બ્લોગનું સૂત્ર છેઃ ‘સહસા ગયું એક સસલું વાડ ઠેકી…’ એ નામનું પંચમજીનું કાવ્ય છે જેની લીંક આ પોસ્ટમાં છેલ્લે આપી છે. મને તો આ સરળ સૂત્રમાં કોઈ ગૂઢ અર્થ છુપાયેલો લાગે છે! પંચમભાઈ એમના બ્લોગ વિશે લખે છેઃ “વર્ડપ્રેસની આ કોમળપોથીનો મુખ્ય ઉદ્દેશ સમયાંતરે જે કંઇ છૂટું છવાયું લખાય (અને આડું અવળું મૂકાઇ જાય કે ખોવાઇ જાય એ પહેલાં) એને સુગ્રથિત કરી લેવાનો છે. આ સ્વાંતઃ (અને શક્યતઃ બહુજન) સુખાય ઉદ્યમ એના પોતાના લય પ્રમાણે લયાન્વિત થયા કરે તો ઘણું.” મારી ઈચ્છા પણ મારાં સમગ્ર સર્જનોને એકત્રીત અને વ્યવસ્થિત કરવાની છે. The comment of Bhavesh Dharmani regarding the post ‘ગોચરી’  is full of insight about poets and poetry: “…in Sanskrit, the word ‘Kavi’ (poet), doesn’t mean simply a ‘shabdkar’ or ‘Gitkar’. There, it means a philosopher or one who has experienced the GOD, the unseen. Accordingly, an art or poetry is to express the unseen, the hidden, the covered from the experiences which are very common to the whole mankind. So, though a usual or routine incident/experience, when perceived through the eyes/senses of an artist/poet gives the feeling of something new/afresh; may be momentary or may be adding to an understanding/paradigm which is never ending. Thus, the degree or the depth of the covered being uncovered or unexpressed being expressed also matters. Possibly, that is why ‘Gitanjali’ got a Nobel prize.” I would like to make this comment: What is behind the words of a poet? Words may not express the unexpressed entirely but may give a hint to lead to the unexpressed. Of course it is up to the reader to grasp it. નોબેલ પ્રાઈઝની વાત નીકળી છે તો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?’ વિશેની નવ લેખોની મારી લેખમાળા વાંચવા વિનંતી કરું છું. પ્રથમ લેખની લીંકઃ http://girishparikh.wordpress.com/2010/08/24/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%ab%8b%e0%aa%ac/ પંચમજીએ માર્ચ ૧૫, ૨૦૧૧ના રોજ પોસ્ટ કરેલા કાવ્ય ‘સર્જનનો મારગ શૂરાનો’ ની છેલ્લી બે પંક્તિઓમાં કોઈ પણ સર્જક માટે પડકાર છેઃ સર્જક, અધવચ્ચે ના થાક ! સર્જક, ના નિશાન નીચું તાક! બકઠા (બળવંતરાય કલ્યાણરાય ઠાકોર)નું ‘ન માફ નીચું નિશાન’ વિધાન યાદઆવ્યું. મારી દૃષ્ટિએ એ નિશાન છે નોબેલ પ્રાઈઝ. હા, કોઈ જીવંત ગુજરાતી સાહિત્યકાર એ જરૂર જીતી શકે, અને સમગ્ર વિશ્વનું ધ્યાન આપણી માતૃભાષા તરફ દોરી શકે. આ પોસ્ટમાં અગાઉ જણાવેલી ‘ગુજરાતી સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કઈ રીતે મળે?’  એ લેખમાળા વાંચવા આપ સૌને વિનંતી કરું છું. આપની દૃષ્ટિએ સર્જકનું ઊંચામાં ઊંચુ નિશાન કયું હોવું જોઈએ? Links: https://spancham.wordpress.com/2011/03/15/sarjan-no-maarag/ […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: