ટીનએજરની ગઝલ

♥ પંચમ શુક્લ

પાંપણ પર મસ્કરા ને નજર તીરછી હતી,
આંખોમાં એની મેંય તલબ પારખી હતી.

ચિત્રો મહીં અજંતા-ઈલોરાના જોઈ’તી,
એ અંગભંગિમાઓ એમાં ખોળવી હતી.

કોકિલની જેમ, એની ઘટાટોપ કૂંજમાં,
આતપની તરસ ટહુકે ટહુકે ઠારવી હતી.

એની ગ્રીવાના ગર્થના અંદાજમાં અકળ,
મારી ખયાલી સેર સરસ ઝૂલતી હતી.

દાતાર-દત્ત શી પવિત્ર એની ટૂંક પર,
દશાંગુલિ-પતાકાઓ લહેરાવવી હતી.

એની ડૂંટીની નીચે નીચે ભૂરાં જીન્સનાં-
ખિસ્સામાં છોળ અબ્ધિની સંતાડવી હતી.

મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.

(૧૯૯૨)

ગ્રીવાઃ ડોક, ગર્થઃ ઘેરાવો, અબ્ધિઃ સમુદ્ર

છંદોલય: ગાગા લગાલ ગાલ લગાગા લગા લગા

નોંધ:  ‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ (તુષાર શુક્લ) અને  ‘સાંવરિયો રે‘ (રમેશ પારેખ)ના  સહજ સ્મરણ  સાથે.

બ્લૉગ અને ફેસબુક પર આ ગઝલ પ્રકટ થયા બાદ કેટલાક મિત્રોના દ્વારા મળેલા elaborationના સૂચન નિમિત્તે કાવ્યજન્મના સ્થળ/કાળમાં (માનસિક) પુન: પ્રવેશે રચાયેલા બે ગુલાબી શેર. (ફેબ્રુઆરી 2011)

Advertisements

39 Comments

 1. pragnaju
  Posted ફેબ્રુવારી 14, 2011 at 12:15 એ એમ (am) | Permalink

  ખૂબ સરસ અનુભૂત અભિવ્યક્તી

  એની ગ્રીવાના ગર્થના અંદાજમાં અકળ,
  મારી ખયાલી સેર સરસ ઝૂલતી હતી.

  મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.

  વધુ ગમ્યો

 2. dhruti modi
  Posted ફેબ્રુવારી 14, 2011 at 1:41 એ એમ (am) | Permalink

  ટીનએજરના મનના ભાવોને સરસ નીરુપ્યા છે. ૧૯૯૨માં લખાયેલી અા ગઝલ બતાવે છે કે ગઝલકાર ટીનએજર જ હશે. વય મુજબ મનના ભાવોને અસ્સલ વાચા મળી છે.એક વાત ધ્યાન ખેંચે છે કે તે સમયે પણ કવિનો ભાષા પર કાબૂ મજબુત હતો. સંસ્કૃત શબ્દો ધ્યાનાર્ષક છે.

 3. Posted ફેબ્રુવારી 14, 2011 at 1:48 એ એમ (am) | Permalink

  OMG ! I love this ghazal very much. So fresh and so charming! Wish I could write something like this! And the last two shers are out of the world.

  I am going to Ahmedabad on fer 20th. Can you give me this teenager’s mobile #, I might get lucky and come back with a ghazal like this! he he

 4. jjugalkishor
  Posted ફેબ્રુવારી 14, 2011 at 2:04 એ એમ (am) | Permalink

  ગઝલ તો આમેય ટહુકે છે, છતાં –

  “એની ઘટાટોપ કૂંજમાં” અહીં કેશકલાપને સાવ આગવી રીતે મુક્યો છે, ને

  “ખિસ્સામાં છોળ અબ્ધિની સંતાડવી હતી.”માં પણ નવતરી ભાત ઉપસી છે.

  ફાઈન.

 5. Posted ફેબ્રુવારી 14, 2011 at 3:07 એ એમ (am) | Permalink

  srs
  મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.

 6. Kirtikant Purohit
  Posted ફેબ્રુવારી 14, 2011 at 6:59 એ એમ (am) | Permalink

  અઘરા છંદોવિધાનમાં ખાસ્સી અટપટી અને આધુનિક ગઝલ.

 7. vishveshavashia
  Posted ફેબ્રુવારી 14, 2011 at 7:12 એ એમ (am) | Permalink

  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી…well said!

 8. Posted ફેબ્રુવારી 14, 2011 at 1:04 પી એમ(pm) | Permalink

  ખૂબ સરસ !આધુનિક ગઝલ.

  મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.

  ખુબ ગમ્યું.

 9. Posted ફેબ્રુવારી 14, 2011 at 4:03 પી એમ(pm) | Permalink

  ચંદ્રકાંત શાહના બ્લુ જીન્સથી કાલિદાસના છંદોમાં પ્રવર્તમાન માદકતા એની અમીરાઈ સાથે આ શબ્દોમાં ભારોભાર ઉતરી આવી છે.ભાષા તાવીજ
  જેવી છે.

 10. Siraj Patel
  Posted ફેબ્રુવારી 14, 2011 at 5:56 પી એમ(pm) | Permalink

  કોકિલની જેમ, એની ઘટાટોપ કૂંજમાં,
  આતપની તરસ ટહુકે ટહુકે ઠારવી હતી.

  One of the best couplets in the entire Gazal. Well done “Pancham”and appreciation all the way. I wonder ! did you write this gazal when you were at the University !

  Siraj Patel “Paguthanvi”

 11. Posted ફેબ્રુવારી 14, 2011 at 8:12 પી એમ(pm) | Permalink

  કોકિલની જેમ, એની ઘટાટોપ કૂંજમાં,
  આતપની તરસ ટહુકે ટહુકે ઠારવી હતી.

  એની ડૂંટીની નીચે નીચે ભૂરાં જિન્સનાં-
  ખિસ્સામાં છોળ અબ્ધિની સંતાડવી હતી.
  ………………….
  ગઝલ…ટહુકે ટહુકે પંચમ કોકિલની જેમ.
  Ramesh Patel(Aakashdeep)

 12. kishoremodi
  Posted ફેબ્રુવારી 14, 2011 at 10:53 પી એમ(pm) | Permalink

  અઘરી અને અાધુનિક ગઝલ સરસ.

 13. Posted ફેબ્રુવારી 15, 2011 at 12:08 એ એમ (am) | Permalink

  આપ તો સાચે જ આધુનિક ગઝલના શહેનશાહ છો,

  ખુબ જ સરસ

  અભિનંદન

  ડૉ.કિશોરભાઈ પટેલ

  મારા બ્લોગ પર પાવન પગલાં પાડવા નિમંત્રણ છે.

 14. Posted ફેબ્રુવારી 15, 2011 at 7:30 એ એમ (am) | Permalink

  એની ગ્રીવાના ગર્થના અંદાજમાં અકળ,
  મારી ખયાલી સેર સરસ ઝૂલતી હતી.

  VERY GOOD ..

 15. sudhir patel
  Posted ફેબ્રુવારી 15, 2011 at 3:26 પી એમ(pm) | Permalink

  Very unique Ghazal expressing any teenager’s feelings!!
  Sudhir Patel.

 16. Posted ફેબ્રુવારી 15, 2011 at 3:57 પી એમ(pm) | Permalink

  મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.

  વાહ વાહ સરસ મઝાની ગઝલ…આજના નવા કવિમિત્રોને પ્રેરણા આપે તેવી

 17. readsetu
  Posted ફેબ્રુવારી 15, 2011 at 4:09 પી એમ(pm) | Permalink

  Vah..

  Lata J Hirani

 18. Posted ફેબ્રુવારી 16, 2011 at 9:26 પી એમ(pm) | Permalink

  આદરણીય શ્રી પંચમભાઈ,
  મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.
  ખુબ જ સરસ આધિનિક ગઝલના પ્રણેતા
  ઝાઝી સમજ નથી પણ લખું છું. આપ થોડા માર્ગ દર્શક બનશો

 19. Posted ફેબ્રુવારી 16, 2011 at 9:56 પી એમ(pm) | Permalink

  A vibrant scintillating young Ghazal!

 20. Posted ફેબ્રુવારી 23, 2011 at 1:00 પી એમ(pm) | Permalink

  વાહ.. મસ્તીભરી, મઝાની ગઝલ. અભિનંદન

 21. Posted ફેબ્રુવારી 24, 2011 at 5:49 એ એમ (am) | Permalink

  બીજી કોઇ વાત ઉમેરીને વાત વિસ્તારવા કરતા સીધી,સરળ અને સાવ સહજ વાત……
  નામ એવા ગુણ – જેવી ખરેખર ટીનએજરની અભિવ્યક્તિ.

  • દિલીપ મોદી
   Posted ફેબ્રુવારી 25, 2011 at 11:13 એ એમ (am) | Permalink

   અદભુત અનુભૂતિની અદભુત અભિવ્યક્તિ…બાપુ, જલસા થઈ ગયા…કાશ, હું અત્યારે ટીનએજર હોત !

  • Posted ફેબ્રુવારી 26, 2011 at 3:59 પી એમ(pm) | Permalink

   You have rightly picked.

   It’s important that the words and diction suit the naturalism of wild emotions without being too artificial,crafty and sermonious.

 22. Posted ફેબ્રુવારી 25, 2011 at 3:00 પી એમ(pm) | Permalink

  1992ma lakhaayee hati etle saaru kevaay….

  • Posted ફેબ્રુવારી 26, 2011 at 3:44 પી એમ(pm) | Permalink

   Thanks Jigar for visiting my blog and comment. It’s a pleasure to receive you.

   Thanks to some friends’ warm interest, the Gazal is elaborated with two more shers now. This shows that such natural emotions are still dear to me as they were in 1992. As a matter of fact, I prefer to to be an ordinary human being with all its virtues and vices as opposed to all-time ‘artificial sage’ drowned in mimicking medieval prayer-poems.

 23. Posted ફેબ્રુવારી 27, 2011 at 9:19 પી એમ(pm) | Permalink

  મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.
  સુંદર ગઝલ.. માણી..હવે યુવાનીની પણ રજુ કરજો..શોશી લેજો.. ક્યાક હશે જ મનોજગતમાં…

 24. Posted ફેબ્રુવારી 27, 2011 at 9:37 પી એમ(pm) | Permalink

  સરસ અને સુંદર ખયાલી અભિવ્યક્તિ…”ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં…ઉષા.

 25. Posted માર્ચ 1, 2011 at 12:04 પી એમ(pm) | Permalink

  નાવીન્યતા ભરેલ સરસ યુવાન રચના

 26. Posted માર્ચ 2, 2011 at 2:32 પી એમ(pm) | Permalink

  સરસ અભિવ્યકતિ..ટિનએજરના ભાવોને સરસ રીતે વરણ્વ્યા..તમને રુબરુમાં સાંભળીને ઘણો આનંદ થયેલો…
  સપના

 27. Posted માર્ચ 7, 2011 at 10:32 એ એમ (am) | Permalink

  શ્રી પંચમભાઈ,

  આજે પેહલી વખત આપના બ્લોગની મૂલાકાતે આવ્યો અને ટીનેજર સમયની ગઝલ માણવા મળી.

  શબ્દનું વજન અને યથાર્થતા સાથે યૌવનના ભાવ સુંદર રીતે અભિવ્યક્ત કર્યાં છે. સાથે સાથે સંસ્કૃતિનું સંસ્કૃતને પણ શબ્દ દ્વારા વ્યક્ત કર્યું.

  અભિનંદન !

 28. Posted માર્ચ 8, 2011 at 5:31 એ એમ (am) | Permalink

  ગઝલ વાંચીને જૂના ગુજરાતી કવિઓના રૂપવર્ણનો માનસપટ ઉપર ઉભરાઈ આવ્યા… હુસ્ન-એ-ખયાલી એ જ પણ અંદાજ-એ-બયાઁ અલગ !

 29. chandravadan
  Posted માર્ચ 16, 2011 at 5:59 પી એમ(pm) | Permalink

  મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની,
  મેલી ન’તી છતાંય વગોવાઈ ગઈ હતી.

  Panchambhai…
  Nice words & nice Gazal,,the Year it was created is also revealed by your last Lines..You must be young then !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Yes I visited your Blog after some time..Inviting you to Chandrapukar !

 30. Posted માર્ચ 17, 2011 at 3:23 એ એમ (am) | Permalink

  બબ્બે દસકા પસાર થવા આવ્યા તોય શું?
  મનના ફળદ્રુપ ફળિયે ઊગેલી વેલ કદી સુકાતી નથી.
  આનંદ! આનંદ!પરમાનંદ!

 31. sunil shah
  Posted ફેબ્રુવારી 14, 2013 at 1:04 પી એમ(pm) | Permalink

  ભઈ વાહ… મઝા પડી પંચમભાઈ…
  એ કોલેજના દિવસો યાદ આવી ગયા…!
  સરસ અભિવ્યક્તિ.

 32. upadhyayajayesh
  Posted ફેબ્રુવારી 15, 2013 at 10:39 એ એમ (am) | Permalink

  ચિત્રો મહીં અજંતા-ઈલોરાના જોઈ’તી,
  એ અંગભંગિમાઓ એમાં ખોળવી હતી.
  યાદોં તાજી થઇ ગમી તે ગઝલ


One Trackback/Pingback

 1. […] https://spancham.wordpress.com/2011/02/14/teenage_gazal/ […]

Post a Comment

Required fields are marked *
*
*

%d bloggers like this: